Last Update : 24-December-2012, Monday

 

નિવૃત્તિનો નિર્ણય ૭૨ કલાકમાં લેવાયો ઃ બોર્ડને ગઇકાલે રાત્રે જાણ કરાઇ
તેંડુલકરે છેલ્લા ત્રણ દિવસથી તેનો મોબાઇલ પણ સ્વિચ-ઓફ કરી દીધો હતો

શુક્રવારે રાત્રે તેના પરિવાર અને અંગત મિત્રોને વન-ડેમાંથી નિવૃત્તિની જાણ કરી
હવે ૨૯મીએ ગુજરાત સામેની રણજીમાં મુંબઇ તરફથી રમે તેવી શક્યતા

નવી દિલ્હી,તા.૨૩
ભારતમાં ક્રિકેટના ''ભગવાન'' ગણાતા તેંડુલકરે અચાનક જ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દેતાં ચાહકોએ આંચકો અનુભવ્યો હતો. તેંડુલકરની નજીકના સૂત્રોએ જણાવ્યું કે, તેંડુલકર છેલ્લા ત્રણ દિવસથી આ માટેની વિચારણા અને તૈયારી કરતો હતો અને વન ડેમાંથી નિવૃત્તિ લેવાનોનિર્ણય તેણે છેલ્લે ૭૨ કલાકમાં જ લીધો હતો.
મીડિયાના તેમજ અન્ય પ્રકારના દબાણને કે વિચારણામાં થતી દખલગીરીને અટકાવવા માટે તેણે છેલ્લા ત્રણ દિવસથી તેનો મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. ભારતીય ક્રિકેટ બોર્ડને તેણે હજુ ગઇકાલે રાત્રે જ આ અંગેની જાણ કરી હતી.
તેંડુલકરના એક નજીકના સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, નાગપુર ટેસ્ટ રમીને પરત ફર્યા બાદ તેણે પોતાનો મોબાઇલ ફોન જ બંધ કરી દીધો હતો. કોઇ પ્રકારે તેની સાથે વાત કરવાનું પણ શક્ય બનતું નહતુ. જો તેંડુલકર સાથે વાત કરવી હોય તો તેની પત્ની અંજલીના નંબર પર ફોન કરવો પડતો કારણ કે તેંડુલકરે શાંતિથી વિચારણાં કરવા માંગતો હતો.
સૂત્રએ જણાવ્યું કે, તેણે શુક્રવારે સાંજ સુધીમાં તો તેના પરિવારના સભ્યો અને અંગત મિત્રોને વન ડેમાંથી નિવૃત્તિ જાહેર કરવાના નિર્ણયની જાણ કરી દીધી હતી. ત્યાર બાદ તેણે ગઇકાલે સાંજે બીસીસીઆઇના પ્રમુખ શ્રીનિવાસનને ફોન કર્યો હતો અને પોતાની વન ડેમાંથી નિવૃત્તિના નિર્ણયની જાણ કરી હતી. તેણે ઊમેર્યું હતુ કે, તે પાકિસ્તાન સામેની વન ડેમાં પણ રમવા માંગતો નથી.
તેંડુલકર હવે ઓસ્ટ્રેલિયા સામે આવી રહેલી ટેસ્ટ શ્રેણીની ગંભીરતાથી પૂર્વતૈયારી કરવા માંગે છે. તે કદાચ રણજી ટ્રોફીમાં મુંબઇની આખરી લીગ મેચમાં ગુજરાતની ટીમ સામે રમે તેવી શક્યતા છે. આ મેચ ૨૯મી ડિસેમ્બરથી ૧લી જાન્યુઆરી દરમિયાન રમાશે.
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો તેંડુલકરનો નિર્ણય ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં તેના દેખાવ પર આધારિત રહેશે.
જો તેનો દેખાવ સારો રહે તો તે સાઉથ આફ્રિકા સામે પણ રમે અને ૨૦૦ ટેસ્ટની સિધ્ધિ મેળવશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved