Last Update : 24-December-2012, Monday

 
 

વોર્ન-અખ્તરની કબુલાત ઃ સપનાંમાં પણ તેંડુલકર છગ્ગા ફટકારતો દેખાય છે
તેંડુલકરની ઝંઝાવાતી બેટીંગથી વિશ્વના દિગ્ગજ બોલરો પણ થથરતા

શારજાહમાં તેંડુલકરની ડેઝર્ટ સ્ટ્રોમ ઇનિંગથી ઓસ્ટ્રેલિયા હતપ્રભ ૨૦૦૩ વર્લ્ડ કપમાં અખ્તરને ધોળા દિવસે તારા દેખાડી દીધા હતા

અમદાવાદ,રવિવાર
ભારતના લેજન્ડરી બેટ્સમેન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લેતા એક આખા યુગનો અંત આવ્યો છે.
વિશ્વભરના બોલરોમાંપોતાની ઝંઝાવાતી બેટિંગને સહારે ભય સર્જનારા તેંડુલકરની યાદગાર ઇનિંગ્સમાં ૧૯૯૮માં તેણે ઓસ્ટ્રેલિયા સામે શારજાહમાં સતત બે મેચમાં ઝંઝાવાતી સદીઓ સાથે કરેલી આક્રમક બેટિંગ હજુ ભારતીય ચાહકોના મનમાં તરોતાજા છે. તેંડુલકરે ૨૨મી એપ્રિલ, ૧૯૯૮માં ઓસ્ટ્રેલિયા સામેની લીગ મેચમાં ૧૪૩ રનની ઝંઝાવાતી ઇનિંગ અને તેના એક દિવસ પછી ૧૩૪ રનની આક્રમક ઇનિંગને સહારે ભારતને ચેમ્પિયન બનાવ્યું હતુ. યુવા બોલર હેબતાઇ જ જાય તેવી તેંડુલકરની સનસનાટી મચાવનારી ઇનિંગ્સ બાદ વોર્ને તો કબલ્યુ હતુ કે તેને સપનામાં પણ તેંડુલકર તેની બોલિંગમાં છગ્ગા ફટકારતો હોય તેમ દેખાય છે. તેંડુલકરની આવી જ કેટલીક યાદગાર ઇનિંગ્સ પર એક નજર.
ડેઝર્ટ સ્ટ્રોમ ઇનિંગ્સ
શારજાહમાં યોજાયેલા ત્રિકોણીય જંગમાં ન્યુઝીલેન્ડને બહાર ફેંકવા માટે ભારતે સારા માર્જિનથી ઓસ્ટ્રેલિયાને હરાવવું પડે તેમ હતું. જીતવા માટેના ૪૬ ઓવરમાં ૨૭૬ના પડકારનો પીછો કરવા ઉતરેલા ભારત પર ફ્લેમિંગ, કાસ્પ્રોવિઝ, વોર્ન, ટોમ મુડી અને સ્ટીવ વો જેવા બોલરો ધાક જમાવવાનો પ્રયાસ કરતાં હતા ત્યારે તેંડુલકરે ૯ ચોગ્ગા અને ૫ છગ્ગા સાથે ૧૩૧ બોલમાં ૧૪૩ રન ફટકારીને ભારતને ફાઇનલમાં પ્રવેશ અપાવ્યો હતો. જે પછી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા પર ફરી વખત તેંડુલકરનું બુલડોઝર ફરી વળ્યું હતુ અને તેણે ૧૨ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૧૩૧ બોલમાં ૧૩૪ રન ફટકારીને ભારતને ચેમ્પિયન બનાવ્યું હતુ.
પિતાના અવસાનને આઘાતને જીરવ્યો
૧૯૯૯નો વર્લ્ડ કપ રમવા પહોંચેલા તેંડુલકરને પિતાના અવસાનના સમાચાન મળતાં તે ભાંગી પડયો હતો. તે તરત સ્વદેશ પરત ફર્યો હતો. જો કે વર્લ્ડ કપમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે તે એકાદ બે દિવસ બાદ ટીમ સાથે પાછો જોડાયો હતો અને તેણે કેન્યા સામે બ્રિસ્ટોલમાં રમાયેલી મેચમાં ૧૦૧ બોલમાં ૧૬ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૧૪૦ રન અણનમ રહીને ફટકાર્યા હતા. માર્ટિન સુજી, અંગારા, ઓડોયો, ટિકોલો જેવા બોલરો આ ઝંઝાવાત સામે મુંઝાઇ ગયા હતા. તેણે દ્રવિડ (૧૦૪*) સાથે અણનમ ૨૩૭ રનની ભાગીદારી કરતાં ટીમને જીતાડી હતી.
અખ્તરના ત્રણ બોલમાં બાઉન્ડ્રીનો વરસાદ
૨૦૦૩ના વર્લ્ડ કપમાં પાકિસ્તાનના ઝંઝાવાતી ફાસ્ટ બોલર અખ્તરનું પાણી ઉતારી નાંખતી બેટિંગ તેંડુલકરે કરી હતી. સુપર-એઇટની પાકિસ્તાન સામેની મેચમાં તેંડુલકરે અખ્તરના ચોથા જ બોલ પર જોરદાર છગ્ગો ફટકાર્યો હતો, જે પછી અખ્તરે બમણા ઝનૂન સાથે બોલ નાંખ્યો હતો, જેના પર તેંડુલકરે ચોગ્ગો ફટકાર્યો હતો. મેચના આખરી બોલ પર પણ તેંડુલકરે ફરી ચોગ્ગો ફટકારતાં અખ્તર રીતસર ધુંઆપુંઆ થઇ ગયો હતો. તેંડુલકરે ૭૫ બોલમાં ૧૨ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૯૮ રન ફટકાર્યા હતા અને ભારતે જીત મેળવી હતી.
રાવલપિંડીમાં તોફાન મચાવ્યું
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળ ૨૦૦૪માં પાકિસ્તાન પ્રવાસે ગયેલી ભારતીય ટીમ તરફથી તેંડુલકરે યાદગાર ઇનિંગ રમી હતી. અખ્તર, શબ્બીર અહમદ, સામી જેવા બોલરો જોરદાર ફોર્મમાં હતા ે રાવલપિંડીમાં રમાયેલી બીજી વન ડેમાં ૩૩૦ના પડકારનો પીછો કરવા ઉતરેલા ભારતને વિસ્ફોટક શરૃઆત અપાવતા તેંડુલકરે ૧૩૫ બોલમાં ૧૭ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૧૪૧ રન ફટકાર્યા હતા. જંગી સ્કોરના તનાવ વચ્ચે રમાયેલી બહેતરીન ઇનિંગ છતાં ભારત હાર્યુંહતુ.
વન ડેમાં સૌપ્રથમ બેવડી સદી
૨૦૧૦માં તેંડુલકરે વન ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારા સૌપ્રથમ બેટ્સમેન તરીકે ઇતિહાસમાં નામ લખાવ્યું હતુ. સાઉથ આફ્રિકાના સ્ટેન, પારનેલ, મર્વ, કાલીસ જેવા દિગ્ગજ બોલરો સામે તેંડુલકરે ઝંઝાવાતી બેટિંગ કરતાં ૧૪૭ બોલમાં ૨૫ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે અણનમ ૨૦૦ રન નોંધાવ્યા હતા.
વર્લ્ડ કપ વિજયમાં મહત્વનો ફાળો
૨૦૧૧માં ધોનીની કેપ્ટન્સી હેઠળ ભારતે વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવવામાં તેંડુલકરનો ફાળો અત્યંત મહત્વનો રહ્યો હતો. તેંડુલકરની ૧૧૫ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૫ છગ્ગા સાથેની ૧૨૦ રનની ઇનિંગની મદદથી ભારતે ૩૩૮ રન નોંધાવ્યા હતા. જે પછી સ્ટ્રાઉસની ક્લાસિક ઇનિંગને કારણે મેચ ટાઇ થઇ હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved