Last Update : 24-December-2012, Monday |
|
|
|
|
|
|
|
દેશમાં બળાત્કાર જેવા ગુના માટે કડક કાયદા અને ઝડપી ન્યાય જરૃરી ઃ અણ્ણા
|
પાટનગરમાં એકઠા થયેલા યુવાનો રાષ્ટ્રભક્ત, તેમનો રોષ વ્યાજબી
|
(પી.ટી.આઇ.) અહમદનગર તા.૨૩
દિલ્હી ગેંગરેપનો ભોગ બનેલી યુવતિ માટે ન્યાય માંગી રહેલા યુવાનોને પોતાનો ટેકો જાહેર કરતા, સામાજીક કાર્યકર અણ્ણા હઝારેએ આવા મામલાનો સામનો કરવા કડક કાયદા અને ઝડપી ન્યાય પ્રક્રિયાની માંગ કરી હતી.
અણ્ણા હઝારેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 'પાટનગરમાં એકઠા થયેલો દેખાવકારો ખરેખર રાષ્ટ્રભક્ત છે. તેમનો રોષ અને જુસ્સો અને અહિંસક દેખાવો દર્શીવે છે કે તેમને દેશની લોકશાહી અને બંધારણમાં પૂર્ણ વિશ્વાસ છે. અણ્ણા તેમના વતન રાલેગન સીટી ખાતે પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા.
અણ્ણાએ જણાવ્યું હતું કે દેશના પાટનગરમાં થયેલી ગેંગરેપની ઘટના પરથી એવું જણાઇ રહ્યું છે કે અસામાજીક તત્વોને સરકારી મશીનરોની કોઇ દહેશત રહી નથી. તે સંજોગોમાં મહિલા વિરૃદ્ધના ગુનામાં સંડોવાયેલા તત્વોને સજા કરવા માટે સરકારે કાયદા કડક બનાવવા જોઇએ. દેશમાં આ પ્રકારના ગંભીર ગુના આચરતા લોકો સામે ઝડપી કેસ ચલાવવા જોઇએ. તેમ તેઓએ ઉમેર્યુ હતું. |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|