Last Update : 24-December-2012, Monday

 
શીલા કેન્દ્ર પર દોષારોપણ કરે છે
દિલ્હીમાં મહિલા- બાળકો માટે સલામત ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આપવામાં શીલા નિષ્ફળ

છેલ્લાં ત્રણ વર્ષોમાં સુરક્ષા માટે અનેક વચનો આપ્યાં, પણ અમલ નહીં

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા.૨૩
રાજધાની નવી દિલ્હીમાં ૨૩ વર્ષીય યુવતીના ગેંગરેપની ઘટનાએ દિલ્હીની શીલા દિક્ષિત સરકારનું પબ્લિક ટ્રાન્સપોર્ટને સલામત બનાવવાનું વચન પોકળ હોવાનું સાબિત કર્યું છે. મહિલાઓ અને બાળકોને સલામત પરિવહન ન આપી શકનારા શીલા દિક્ષિત દોશનો ટોપલો કેન્દ્ર સરકારના માથે ઢોળી રહ્યા છે.
દિક્ષિત સરકારે ત્રણ વર્ષમાં ઓટો રિક્ષા, ટેક્સી અને ડીટીસીની બસોને જીપીએસથી સજ્જ કરવાનું અનેકવાર જાહેર કર્યું છે. આ ઉપરાંત શાળાની બસોને લગતા ધારા ધોરણોને કડક બનાવવાનું પણ દિક્ષિતે અનેકવાર કહ્યું છે. જોકે આ વચનોમાંથી એકપણ હજુ સુધી અમલમાં આવ્યું નથી.
દિલ્હી ટ્રાન્સપોર્ટ વિભાગે ૧૦૦૦ જેટલા બસ સ્ટોપ પર બસના સમય સહિતની વિગતો દર્શાવતા ઇલેક્ટ્રોનિક બોર્ડ મુકવાનું સ્વપ્ન પણ દિલ્હીની પ્રજાને દેખાડયું હતું. આ સ્વપ્ન હજુ સુધી સાકર થયું નથી. ૨૦૧૦માં ટેક્સીનું ભાડુ ૩૫ ટકા વધારતી વખતે ઓટો ડ્રાઇવરો માટે તેમના વાહનમાં જીપીએસ ઇન્સ્ટોલ કરાવવાનું ફરજીયાત બનાવ્યું હતું. પરંતુ આજે રાજધાનીમાં ૫૫ હજાર જેટલી ઓટોરીક્ષા જીપીએસ વગર ફરે છે.
દરમિયાન પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના મુદ્દે જવાબદારી ખંખેરી નાખવાના શીલા દિક્ષિતના પ્રયત્નની ભાજપે આકરી ટીકા કરી છે. દિક્ષિત સરકારે ગયા વર્ષે ડીટીસીની દરેક બસમાં સીસીટીવી કેમેરા મુકવાની યોજના બનાવી હતી પણ આ યોજના હજુ સુધી કાગળમાંથી બહાર આવી શકી નથી. વર્તમાન ધારાધોરણો મુજબ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના તમામ ડ્રાઇવરોને ટ્રાન્સપોર્ટ વિભાગના પીએસવી વાહનો જ ઉપયોગમાં લેવાના હોય છે. પણ મોટાભાગની બસો ઓટો અને ટેક્સી પીએસવી વગરના છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved