Last Update : 24-December-2012, Monday

 

દિલ્હી ગેંગરેપ કેસના
આરોપીઓએ ઓળખ પરેડનો ઇનકાર કર્યો ઃ વકીલો પણ દેખાવોમાં જોડાયા

અમે ખૂબ જ ખરાબ અપરાધ કર્યો હોવાથી અમને ફાંસી આપી દો ઃ આરોપીઓ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૩
દિલ્હી ગેંગરેપ કેસનાં છ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓએ આજે ફરીથી ઓળખ પરેડમાંથી પસાર થવાની ના પાડી હતી. આમાંથી બે આરોપીઓએ અદાલતને જણાવ્યું હતું કે તેમણે ઘૃણાસ્પદ અપરાધ કર્યો હોવાથી તેમને ફાંસીની સજા આપવી જોઇએ. આ આરોપીઓને ૧૪ દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા છે.
આ ઘટના વિરુદ્ધ ચાલી રહેલા દેખાવોની વચ્ચે સાકેત જિલ્લાની અદાલતોમાં કાર્યરત વકીલોની સંસ્થાએ આ કેસના કોઇ પણ આરોપી વતી કેસ ન લડવા વકીલોને વિનંતી કરતો ઠરાવ પસાર કર્યો છે. આ ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે તેમના દ્વારા અમાનવીય અને જંગલી અપરાધ કરવામાં આવ્યો હોવાથી કોઇ પણ વકીલે તેમના વતી કેસ લડવો નહીં.
૩૦૦ જેટલા દેખાવકારો દક્ષિણ દિલ્હીમાં અદાલત પરિસરમાં એકત્ર થયા હતાં. જો કે સુરક્ષાને કારણોસર તેમને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.
મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પવનકુમારે આરોપીઓ પવન ગુપ્તા અને વિનય તથા બસ ડ્રાઇવર રામ સિંહને ૬ જાન્યુઆરી સુધી તિહાર જેલમાં મોકલી દીધા છે. પોલીસે અદાલતને જણાવ્યું હતું કે હાલમાં તેમની કસ્ટોડિયલ પૂછપરછની જરૃર નથી.
જેલમાં પીડિતાના મિત્ર દ્વારા ઓળખ પરેડ કરવાનો ત્રણ આરોપીઓએ આજે ફરીથી ઇનકાર કર્યો હતો. પવન અને વિનયે મેજિસ્ટ્રેટને જણાવ્યું હતું કે અમે બંને ઓળખ પરેડ કરાવવા માંગતા નથી કારણકે અમે ખૂબ જ ખરાબ કામ કર્યુ છે તેથી અમને ફાંસી પર લટકાવી દો.
આ દરમિયાન બિહારના ઔરંગાબાદમાંથી પકડાયેલા કેસના અન્ય એક આરોપી અક્ષયકુમારને ગઇકાલે રિમાન્ડ માટે જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. તેણે ઓળખ પરેડની મંજુરી આપી દેતા તિહાર જેલમાં ૨૬ ડિસેમ્બરે તેની ઓળખ પરેડ કરવામાં આવશે.
રામ સિંહના ભાઇ અને કેસના અન્ય આરોપી મુકેશની ઓળખ પરેડમાં ઓળખ થઇ ચુકી છે. પિડિતાના મિત્ર દ્વારા આ ઓળખ કરવામાં આવી હતી. જો કે આ કેસનો છઠ્ઠો આરોપી સગીર હોવાથી તેની કાર્યવાહી અલગથી જુવેલિન જસ્ટીસ બોર્ડ દ્વારા કરવામાં આવી રહી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved