Last Update : 24-December-2012, Monday

 

ભારતીય ક્રિકેટના 'ઇતિહાસ-પુરૃષ'ના નિર્ણયથી ચાહકોએ આંચકો અનુભવ્યો
તેંડુલકરની વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ ઃ ક્રિકેટ બોર્ડે ફરજ પાડી હોવાની અટકળો

તેંડુલકરે ૪૬૩ વન ડેમાં ૪૪.૮૩ની સરેરાશથી ૧૮,૪૨૬ રન ફટકાર્યા હતા ઃ પાકિસ્તાન સામેની શ્રેણી અગાઉ અચાનક ખસી જવાનો નિર્ણય

નવી દિલ્હી,તા.૨૩
ભારતના લેજન્ડરી બેટ્સમેન અને દિગ્ગજ ક્રિકેટર તેંડુલકરે અચાનક જ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરતાં બધાને ચોંકાવી દીધા હતા. આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાં સૌથી વધુ રન, સૌથી વધુુ સદીનો તેમજ બેવડી સદી ફટકારનારા પ્રથમ બેટસમેન જેવા અદ્વિતીય વિશ્વવિક્રમો ધરાવતા તેંડુલકરનો દેખાવ છેલ્લા કેટલાક સમયથી કથળ્યો હતો અને તેને ભારતીય ક્રિકેટ બોર્ડે જ વન ડેમાંથી નિવૃત્તિ લેવાની ફરજ પાડી હોવાની ચર્ચા ચાલી રહી છે. દ્રવિડ, લક્ષ્મણ અને ત્યાર બાદ તેંડુલકર જેવા દિગ્ગજની વિદાયની સાથે ભારતીય ક્રિકેટ જગતમાંથી એક યુગનો અસ્ત થઇ રહ્યો હોવાનું ચાહકોએ અનુભવ્યું હતુ.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૩ વર્ષની લાંબી મજલ ખેડનારા તેંડુલકરે ઐતિહાસિક સિધ્ધિઓ મેળવવાની સાથે વિશ્વ ક્રિકેટના માપદંડોને વધુ ઉચ્ચ કક્ષાએ પહોંચાડયા હતા. તાણએ ૪૬૩ વન ડેમાં ૪૪.૮૩ની સરેરાશથી ૧૮,૪૨૬ રન ફટકાર્યા હતા. જેમાં ૪૯ સદી અને ૯૬ અડધી સદીઓ સામેલ હતી. તેંડુલકરે નિવૃત્તિ જાહેરાત કરતાં પોતાની કારકિર્દી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને ભારતીય ટીમને ૨૦૧૫માં યોજાનારા વર્લ્ડ કપ માટે તૈયાર કરવાની સલાહ પણ આપી હતી. ગત વર્ષે ભારતને ઘરઆંગણે વર્લ્ડ કપ વિજય અપાવવામાં પણ તેંડુલકરે ઘણી મહત્વની ભુમિકા ભજવી હતી.
તેંડુલકરે કારકિર્દીની પ્રથમ વન ડે ૧૯૮૯માં પાકિસ્તાન સામે જ રમી હતી અને આ વખતે તેને પાકિસ્તાન સામેની વન ડે શ્રેણી રમીને વિદાય લેવાની તક હતી. જો કે છેલ્લા કેટલાક સમયના ખરાબ ફોર્મને કારણે બોર્ડે જ તેંડુલકરને સામે ચાલીને વન ડેમાંથી નિવૃત્તિ લેવાની ફરજ પાડી હોવાની જોરદાર ચર્ચા ચાહકોમાં ચાલી રહી છે. તેંડુલકરે પાકિસ્તાન સામેની શ્રેણી પહેલા જે પ્રકારે ખસી જવાનો નિર્ણય લીધો તે સમય પણ પ્રશ્નાર્થ સર્જે તેવો છે. સામાન્ય રીતે મૌન રહેવાનો પ્રયાસ કરતાં બોર્ડના સચિવ જગદાલેએ આ વખતે સામે ચાલીને મીડિયા સમક્ષ એવી સ્પષ્ટતા કરી હતી કે, આ કંઇ અચાનક લેવાયેલો નિર્ણય નથી. તેંડુલકરે તો ટીમ પસંદ થાય તે પહેલા અમને આ બાબતની જાણ કરી દીધી હતી.
જો તેંડુલકરને વન ડેમાંથી નિવૃત્તિ જ લેવી હતી તો તેણે ટીમ સિલેક્શનના એકાદ દિવસ પહેલા જાહેરાત કરવાની જરૃર હતી તેવી ચર્ચા પણ કેટલાક વર્તુળોમાં ચાલી હતી. બીસીસીઆઇ પણ બ્રેડમેન પછી ક્રિકેટ ઇતિહાસમાં સૌથી મહાન ક્રિકેટર તેંડુલકરને વન ડેમાં વધુ સારી રીતે શ્રેણી બાદ ખેલાડીઓના ખભા પર બેસાડીને યાદગાર નિવૃત્તિ આપી શક્યું હોત તેવી ચર્ચા પણ ચાહકો કરતાં હતા.

તેંડુલકરની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

-

મેચ

ઇનિંગ

નો.આ.

રન

શ્રેષ્ઠ

સરેરાશ

૫૦

૧૦૦

કેચ

વિકેટ

ટેસ્ટ

૧૯૪

૩૨૦

૩૨

૧૫૬૪૫

૨૪૮*

૫૪.૩૨

૬૬

૫૧

૧૧૪

૪૫

વનડે

૪૬૩

૪૫૨

૪૧

૧૮૪૨૬

૨૦૦*

૪૪.૮૩

૯૬

૪૯

૧૪૦

૧૫૪

ટી-૨૦

૦૧

૦૧

૦૦

૧૦

૧૦

૧૦.૦૦

૦૦

૦૦

૦૧

૦૧

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved