Last Update : 24-December-2012, Monday

 

વન મિનિટ પ્લીઝ

 

રાષ્ટ્રીય
* રાજ્યસભામાં બઢતીમાં અનાતમ બિલનું સમર્થન કરનાર ભાજપ પક્ષની અંદર જ અનામતનો વિરોધ કરી રહેલાઓનો રોષ સહન કરી રહ્યો છે. ઉતરપ્રદેશના ફિરોઝાબાદ ખાતે પક્ષની એક સભામાં વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની હાજરીમાં એક યુવાને ંમંચ પર ધસી આવીને પક્ષ વિરોધી સૂત્રોચ્ચાર કર્યો. પોતાને પક્ષના સમર્પિત કાર્યકર ગણાવતા આ યુવાને પોતાનું કાળુ જેકેટ ઉતારીને જોશી સામે વિરોધ પ્રગટ કરવા ફરકાવ્યું.
* ગુરુ ગોવિંદ સિંહના બે પુત્રોના બલિદાનના પ્રતિકરૃપે વાર્ષિક રીતે યોજના 'શહીદી જોર મેલા'નો ૨૫ ડિસેમ્બરે પંજાબના ફતેહગઢ સાહિબ ખાતે પ્રારંભ થશે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ ધાર્મિક સમારોહમાં ભાગ લેવા દેશના દરેક ખૂણેથી અને વિદેશમાંથી પણ દસ લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભાગ લેવા આવવાની ધારણા છે.
* હિમાચલ પ્રદેશના ઠંડોડા ગામમાં એક દિપડા પર કૂતરા ભારે પડયા! આસપાસના વિસ્તારોમાં કેટલાય લોકોને ઘાયલ કરી ચૂકેલો આ દીપડો ફરી વખત હુમલો કરવાની ફિરાકમાં હતો પરંતુ ગામના કૂતરાના ઝુંડે તેના પર વળતો હુમલો કરતા દીપડો એક વૃક્ષ પર ચડી ગયો અને આશરે બે કલાક સુધી નીચે ઉતરવાનું નામ જ ન લીધું. બાદમાં તક મળતા દીપડો ત્યાંથી નાસી છૂટયો.
* દેશના ત્રણ રાજ્યોની હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓને બઢતી આપીને સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આમાં મદ્રાસ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એમ યુસુફ ઇકબાલ, ઓડિશા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વેંકટ ગોવડા અને કર્ણાટક હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમજીત સેનનો સમાવેશ થાય છે. હાલ સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયમૂર્તિ સહિત ૨૫ જજ કાર્યરત છે જ્યારે મંજુર સંખ્યા ૩૧ છે.

 

આંતરરાષ્ટ્રીય
* સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે એક નવી એપ્લિકેશન લોન્ચ કરી છે જેમાં પિક્ચર્સ અને મેેેસેજ મોકલ્યાની દસ સેકન્ડમાં તે અદ્રશ્ય થઈ જશે. આ એપ્લિકેશનમાં એક વખત ૧૦થી ૧૦ સેકન્ડનો ટાઇમ સેટ કર્યા બાદ મેસેજ નક્કી કરેલા સમયે ગાયબ થઈ જશે જેને કોઈ પણ વપરાશકર્તા ફરી જોઈ નહીં શકે. આ એપ્લિકેશનથી વાંધાજનક તસ્વીરો આપ-લે કરતા લોકો ફાવી જશે.
* યુરોપના યુક્રેન દેશમાં કાતિલ ઠંડીથી ઠુંઠવાઈને ૮૩ જણાના મૃત્યુ થયા છે. માઇનસ ૨૩ ડિગ્રી તાપમાન અને ભારે બરફવર્ષાથી સમગ્ર દેશ જાણે બરફની જાડી ચાદર નીચે ઢંકાઈ ગયો છે. દેશની હોસ્પિટલોમાં ૫૦૦થી વધુ લોકો સારવાર લઈ રહ્યા છે. બેઘર લોકો માટે હજારો હૂંફ આપતા આશરા તૈયાર કરાયા છે જ્યાં તેમને ગરમ ખોરાક અને સુવા માટે હુંફાળી જગ્યા પૂરી પડાય છે.
* બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન માર્ગારેટ થેચર શસ્ત્રક્રિયાથી બરોળ દૂર કરાવ્યા બાદ હોસ્પિટલમાં પુનઃસ્વાસ્થ્ય મેળવી રહ્યા છે. બ્રિટનના સૌ પ્રથમ મહિલા વડાપ્રધાન બનેલા ૮૭ વર્ષના થેચર છેલ્લા થોડા વર્ષોથી આરોગ્યને લગતી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. છેલ્લા ઘણાં સમયથી તેમણે જાહેરમાં આવવાનું બંધ કર્યું છે.
* બાંગ્લાદેશની યુદ્ધ ગુના અંગેના ટ્રિબ્યુનલે બ્રિટિશ સામયિક 'ધ ઇકોનોમિસ્ટ' પર ટ્રિબ્યુનલના મુખ્ય ન્યાયાધીશ અને એક વકીલ વચ્ચેની વાતચીત અને ઇમેલ હેક કરવાનો આરોપ મૂક્યો છે. ૧૯૭૧ના પાકિસ્તાનથી સ્વતંત્ર થવાના યુદ્ધ દરમિયાન આગજની, બળાત્કાર સહિતના જુલમો કરવા બદલ ૧૦ રાજકારણીઓ પરના આરોપો પુરવાર કરવા ટ્રિબ્યુનલ પ્રયાસ કરી રહ્યું છે. બાંગ્લાદેશનો દાવો છે કે ૭૧ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સૈનિકોએ અમુક સ્થાનિક સહયોગીઓ સાથે મળીને ૩૦ લાખ બાંગ્લાદેશીઓની હત્યા કરી હતી અને આશરે બે લાખ મહિલા પર બળાત્કાર ગુજાર્યા હતા.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved