Last Update : 24-December-2012, Monday

 

રાજકીય તત્ત્વોએ વિરોધ પ્રદર્શનને હાથમાં લેતાં વળાંક
દિલ્હીમાં આંદોલન ગુંડાતત્ત્વોના હાથમાં જતાં હિંસક

હિંસા પાછળ સ્થાપિત હિતોની સંડોવણીનો પોલીસનો દાવો ઃ પ્રદર્શનકારી મહિલાઓની છેડતી ઃ ફાસ્ટટ્રેક તપાસ માટે સરકાર સંમંત

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૩
યુવતી પરના ગેંગરેપની ઘટનાના વિરોધમાં રાજધાની નવી દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પર થયેલા દેખાવો હિંસક બની ગયા હતા. દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને સામે પોલીસે પણ લાઠીચાર્જ, ટિયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. બીજી બાજુ જંતરમંતર ખાતે યોગગુરૃ રામદેવ અને સૈન્યના પૂર્વ વડા જનરલ વી. કે. સિંહના વડપણ હેઠળના વિરોધ પ્રદર્શનમાં પણ પોલીસ સાથે ધર્ષણ ઉભું થયું હતું. દરમિયાન સરકારે બળાત્કાર સહિતના જાતીય અપરાધોની તપાસ ફાસ્ટટ્રેક કરવાની અને પોલીસ બંદોબસ્ત વધારવાની માંગણી અંગે સહમતી દર્શાવી છે. આ કેસની તપાસ માટે દેશના પૂર્વ ન્યાયાધીશ જે. એસ. વર્મા તપાસ પંચની રચના કરાશે. સરકારે બનાવેલી ત્રણ સભ્યોની સમિતિમાં વર્માનો પણ સમાવેશ થયો છે.
ગેંગ રેપના વિરોધમાં ગઈકાલે શાંતિપૂર્વક શરુ થયેલા દેખાવો આજે હિંસક બની ગયા હતા. રાયસીના હિલ્સ તરફના રોડને બધ કરનારી પોલીસ પર બપોરે દેખાવકારોએ પથ્થરમારો કર્યો હતો. જેના કારણે પોલીસને ટિયર ગેસના શેલ અને વોટર કેનનનો મારો ચલાવાની ફરજ પડી હતી. હિંસામાં કેટલાક સ્થાપિત હિતોની સંડોવણીનો પોલીસે દાવો કર્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે, આ હિંસાના કારણે જ પોલીસને લાઠીચાર્જ કરવા સહિતના પગલાની ફરજ પડી હતી. આ કાર્યવાહીમાં પત્રકારો સહિત ૧૦૦થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. જેમાં અધિક ડીસીપી, એક એસીપી અને એક કોન્સ્ટેબલનો સમાવેશ થતો હતો. સ્થિતિ તંગ ના બને તે માટે પોલીસે સવારથી જ દિલ્હીમાં કલમ ૧૪૪ લાગુ કરી દીધી હતી. પોલીસે ટોળાને વિખેરવા ટિયર ગેસના ૨૦૦થી વધુ સેલ છોડયા હતા.
પૂર્વ દિલ્હીના સાંસદ સંદીપ દીક્ષિતના કાર અને સરકારી જીપને ટોળાએ નુકસાન પહોંચાડયું હતું. પ્રદર્શનકારીઓનો ધસારો ઘટાડવા ઇન્ડિયા ગેટ અને રાયસીના હિલ્સની આસપાસના આઠ મેટ્રો સ્ટેશનો આજે બંધ રખાયા હતા. બપોરના સમયે થાળે પડેલી સ્થિતિએ સાંજે ફરીથી હિંસક સ્વરૃપ લીધું હતું. મહિલા દેખાવકારોએ દાવો કર્યો હતો કે કેટલાક પુરુષ દેખાવકારો પીધેલી હાલતમાં હતા અને તેમણે મહિલાઓ સાથે ગેરવર્તન કર્યું હતું.
બીજી બાજુ ઇન્ડિયા ગેટ તરફ જતા અટકાવાયેલા બાબા રામદેવ અને સૈન્યના પૂર્વ વડા વી. કે. સિંહે જંતર-મંતર ખાતે દેખાવો કર્યાહતા સિંહને પોલીસ લાઠીચાર્જમાં ઇજા પહોંચી હતી. દરમિયાન સરકારે મહિલાઓ સામેના રેપ સહિતના જાતીય અપરાધોમાં ફાસ્ટટ્રેક તપાસ અને પોલીસ બંદોબસ્ત વધારવા સહમતી દર્શાવી હતી.

ગેંગરેપના વિરોધનો ઘટનાક્રમ
* સવારે ૧૦.૨૭ ઃ ઈન્ડિયાગેટ પાસેથી હટાવવાનો પ્રયત્ન થતાં પ્રદર્શનકારો સોનિયા ગાંધીને મળવા ગયા.
* ૧૦.૩૪ ઃ દેખાવો કરી રહેલા વિદ્યાર્થીઓની અટકાયત કરીને લઈ જઈ રહેલી બસમાં પંકચર પાડી દેવાયું. છતાં બીજી બસમાં ભરીને દેખાવકારોને દિલ્હીની બહાર લવાયા.
* ૧૦.૩૫ ઃ રાજપથ પર લોકોની અવરજવર અટકાવી દેવાઈ. ઈન્ડિયા ગેટ વિસ્તારની નાકાબંધી કરાઈ અને મીડિયાને પણ દૂર કરાયા.
* ૧૦.૪૫ ઃ કલમ ૧૪૪ લાગુ કરાઈ હોવા છતાં દેખાવકારો ઈન્ડિયાગેટ પર એક્ઠા થવા માંડયાં.
* ૧૧.૦૭ ઃ દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને દેખાવો કરવા રામલીલા મેદાનમાં જમા હતુ. ઈન્ડિયાગેટ પર પ્રદર્શનની મનાઈ ફરમાઈ.
* ૧૧.૧૦ ઃ સોનિયા ગાંધીના નિવાસ સ્થાને પ્રદર્શનકારીઓ સાથેની બેઠકમાં રાહુલ ગાંધી પણ હાજર રહ્યા.
* ૧૧.૧૯ ઃ દેખાવકારો પરના લાઠીચાર્જની દિલ્હીનાં મુખ્યપ્રધાન શીલા દીક્ષિતે ટીકા કરી.
* બપોરે ૧૨.૩૩ ઃ ઈન્ડિયા ગેટ પર પોલીસ અને દેખાવકારો વચ્ચે ફરીથી ધર્ષણ થયું.
* ૦૧.૦૧ ઃ ટોળાને વિખેરવા માટે પોલીસે વોટરકેનનનો ઉપયોગ કર્યો.
* ૦૧.૦૫ ઃ અરવિંદ કેજરીવાલ પણ ઈન્ડિયા ગેટ પાસે દેખાવોમાં જોડાયા પોલીસે

ગેંગરેપની પીડિતાને ફરીથી વેન્ટિલેટર ઉપર રખાઈ
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૩
ગેંગરેપની ૨૩ વર્ષીય પીડિતાની તબિયત કથળતા આજે સાંજે તેને ફરીથી વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી તે શુક્રવારથી આપમેળે શ્વાસ લેતી હતી.
તબીબોના જણાવ્યા મુજબ યુવતીના કેટલાક જરૃરી પરીક્ષણો કરવામાં આવશે તેનું સ્વાસ્થ્ય હજુ પણ ગંભીર છે. તબીબોને તેના શ્વસન તંત્રમાં કેટલીક ખામીઓ જણાતા તેને વેન્ટિલેટર પર મૂકવાનો નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે, યુવતી હાલ નવી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

દેખાવકારોને શાંતિ જાળવવા સોનિયા અને રાહુલની અપીલ
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૩
ગેંગ રેપની ઘટનાનો વિરોધ કરી રહેલા લોકો આજે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળ્યા હતા બને નેતાઓએ દેખાવકારોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. દિલ્હીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા માટે મુખ્યપ્રધાન શીલા દીક્ષિત આજે ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદેને મળ્યા હતા.
રાહુલ ગાંધીએ દેખાવકારોને જણાવ્યું હતું કે, નિર્ણયો લાગણીવશ થઈને લેવાતા નથી અને તેમણે તાર્કિક રીતે વિચારવું જોઈએ. ૧૦, જનપથ ખાતે યોજાયેલી આ બેઠક ૪૦ મિનિટ ચાલી હતી જેમાં રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન આર. પી. એન. સિંહ અને કોંગ્રેસ પ્રવક્તા રેણુકા ચૌધરી પણ જોડાયા હતા.
આરોપીને ઝડપી સજા થાય તે માટે તપાસ ફાસ્ટટ્રેક કરવા માટે જરૃરી પગલા ભરવાની સોનિયાએ ખાતરી કરી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved