Last Update : 24-December-2012, Monday

 

વિધાનસભાની ચૂંટણી પૂર્વે નરહરિ અમીન ભાજપમાં જોડાતા
ગુજરાત યુનિ.ની સિન્ડીકેટમાં કોંગ્રેસ પાસે માત્ર બે સભ્યો !

૧૧ સભ્યો સાથે ભાજપનું વર્ચસ્વ છતાં યુનિ.નો હવાલો કોને સોંપાશે તેના પર નજર ઃ કોંગ્રેસે હવે પુનઃગઠન કરવું પડશે

અમદાવાદ,રવિવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના નેતા નરહરિ અમીને અચાનક ભાજપમાં જોડાવવાની જાહેરાત કરી હતી. તેમની સાથે તેમના તમામ ટેકેદારો પણ ભાજપમાં જોડાઇ ગયા છે.થોડા સમય પહેલા જ યુનિવર્સિટીની સિન્ડીકેટની ચૂંટણીમાં કુલ ૧૩ બેઠકોમાંથી ૧૦ બેઠકો કોંગ્રેસે કબજે કરી હતી. પરંતુ અમીનના રાજીનામાની સાથે જ મોટાભાગના સિન્ડીકેટ સભ્યોએ પણ રાજીનામા આપી ભાજપમાં જોડાતાં હવે કોંગ્રેસ યુનિવર્સિટીના રાજકારણમાં સભ્યસંખ્યાની દ્રષ્ટિએ લઘુમતિમાં આવી ગઇ છે. હાલ કોંગ્રેસ પાસે માત્ર બે સભ્યો રહ્યા છે જયારે ભાજપ પાસે કુલ ૧૩માંથી ૧૧ સભ્યો થઇ ગયા છે. આ સ્થિતિમાં કોંગ્રેસે હવે યુનિવર્સિટીના રાજકારણમાં પણ પુનઃગઠન કરવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા રાજયની સૌથી મોટી ગુજરાત યુનિ.ની સિન્ડીકેટની ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના નેતા નરહરિ અમીન અને અધ્યાપક મંડળના દિગ્વિજય ગોહિલે મળીને સિન્ડીકેટની ૧૩માંથી ૧૦ બેઠકો કબજે કરી લીધી હતી. કુલ ૧૦ બેઠકોની ચૂંટણી થઇ હતી. જેમાંથી કોંગ્રેસને ૭ અને ભાજપને માત્ર ૩ બેઠકો મળી હતી.સિન્ડીકેટની કુલ ૧૩ બેઠકોમાથી ૧૦ કોંગ્રેસ પાસે અને ૩ ભાજપ પાસે રહી હતી.આમ,સિન્ડીકેટ પર સંપૂર્ણપણે કોંગ્રેસનો કબજો હતો. કોંગ્રેસના નરહરિ અમીનની સાથે અન્ય સિન્ડીકેટ સભ્યો પણ ભાજપમાં જોડાઇ ગયા છે. જેના કારણે હાલ કોંગ્રેસ પાસે સિન્ડીકેટમાં હિમાંશુ પટેલ અને ઇન્દ્રવિજય એમ, માત્ર બે સભ્યો રહ્યા છે. જયારે નરહરિ અમીન સહિત કુલ ૮ સભ્યો ભાજપમાં જોડાતા ભાજપની સંખ્યા હવે ૧૧ પર પહોંચી ગઇ છે.
આ સાથે યુનિવર્સિટીના રાજકારણમાં અનેક નવા સમીકિરણો ઉભા થાય તેમ છે. હાલ ભાજપ દ્વારા નરહરિ અમીનને યુનિવર્સિટીનો હવાલો સોંપવામાં આવે છે કે નહી તેના પણ શિક્ષણવિદ્દો નજર રાખી રહ્યા છે. વર્તમાન કુલપતિ સામે દારૃ સહિતના અનેક આક્ષેપો કરીને વિરોધનો વંટોળ ઉભો કરનારા નરહરિ અમીને હવે આજ કુલપતિના વાહ વાહ કરવી પડે તેવી સ્થિતિની પણ શકયતાં છે. બીજીબાજુ કોંગ્રેસના સભ્યો કહે છે નરહરિ અમીને કોંગ્રેસમાંથી સિન્ડીકેટ સભ્ય તરીકે નોમીનેટ થયા હોવાથી તેમણે નૈતિક્તાના ધોરણે રાજીનામુ આપવું જોઇએ. આ સિવાય ભાજપમાંથી યુનિવર્સિટીનો હવાલો નરહરિ અમીનને સોંપવામાં આવશે તેની આશંકા ધરાવતાં ભાજપના કેટલાક સભ્યોમાં અત્યારથી જ કચવાટ શરૃ થઇ ગયો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved