Last Update : 24-December-2012, Monday

 

ગુજરાત સરકારના ૫૦થી વધુ અધિકારીઓની બદલીના ભણકારા

અડધો ડઝન જેટલા મહત્ત્વનાં સ્થાનો ખાલી ઃ બદલીનો દોર ક્યારે? CS રિટાયર થશે ત્યારે કે વાઈબ્રન્ટ પહેલાં ? તે અંગે સસ્પેન્સ

(પ્રતિનિધિ ધ્વારા) ગાંધીનગર, રવિવાર
ગુજરાત સરકારમાં ૫૦ થી વધુ અધિકારીઓની બદલી થશે. અડધો ડઝન જેટલા મહત્ત્વના ખાતાં ખાલી છે અને બીજાં ત્રણ ડઝનથી વધુ અધિકારીઓ જેઓ ચૂંટણી પહેલાં અન્ય જગ્યાએ ખસેડાયા હતા તેઓનો તબાદલો થશે. આ દૌર વાઈબ્રન્ટ મહોત્સવ પહેલા થશે કે પછી તે ચર્ચાનો વિષય છે.
જે અડધો ડઝન જેટલા અગત્યના પદો ખાલી છે તેમાં બંદરો અને પરિવહન, મહેસૂલ, આયોજન, પંચાયત, આદિજાતિ જેવા વિભાગો સમાવિષ્ટ છે. વધારાનો ચાર્જ આપીને અત્યારે વિભાગોમાં વહીવટ થઈ રહ્યો છે. બંદરો અને પરિવહન વિભાગનો ચાર્જ શહેરી વિકાસ વિભાગ સંભાળતા અગ્રસચિવ આઈ.પી. ગૌતમ પાસે છે. મહેસૂલનો ચાર્જ ઊર્જા-પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્રસચિવ ડી. જગદીશ પાંડિયન સંભાળી રહ્યાં છે. આયોજન પ્રભાગનો ચાર્જ નાણા સચિવ એસ. અપર્ણા પાસે છે. જ્યારે આદિજાતિ વિભાગનો અને પંચાયત વિભાગનો વધારાનો હવાલો અનુક્રમે રમતગમત અને સાંસ્કૃતિક સચિવ ભાગ્યેશ જહા તથા રાહત કમિશનર પી.કે. પરમાર પાસે છે. તદુપરાંત જીએસીએલનો વહીવટ પણ વધારાનો હવાલો આપીને ઘણા સમયથી ચલાવાય છે.
ચૂંટણી પંચે છેલ્લે છેલ્લે ૪ જિલ્લા કલેક્ટરો - દાહોદ, તાપી, સાબરકાંઠા અને બનાસકાંઠાની બદલી કરી હતી. સરકારે કમને બદલેલા આ અધિકારીઓ તેમના મૂળ સ્થાને પાછા ફરે તેવી શક્યતા છે. ઉપરાંત એક સ્થાને ૩ કરતાં વધુ વર્ષોથી રહ્યાં હોય તેવા જે ડઝન અધિકારીઓ ચૂંટણીને કારણે અન્ય જગ્યાએ ખસેડાયા હતા તેઓની પણ બદલી થવા સંભવ છે. જાન્યુઆરીના અંતે ત્રણ ટોચના અધિકારીઓ સેવા નિવૃત્ત થશે. રાજ્યના મુખ્ય સચિવ અચલ કુમાર જોતિ થશે અને તેમની જગ્યા મોટેભાગે હાલના નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ વરેશ સિન્હા લેશે. સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજિંગ ડિરેક્ટર એસ. જગદીશન તથા ગુજરાત ખનિજ વિકાસ નિમગના એમ.ડી. અને જમીન સુધારણા પ્રભાગનો ચાર્જ સંભાળતા વસંત ગઢવી પણ સી.એસ. સાથે રિટાયર થઈ રહ્યાં છે. એટલે ખાલી પડનારા આ મહત્ત્વના પદો પણ ભરવાનો નવી રકાર વિચાર કરશે.
ચૂંટણી પ્રક્રિયા પૂરી થતાં જ વાઈબ્રન્ટ મહોત્સવની તૈયારીઓની સાથે બદલીવાંચ્છુક અધિકારીઓની દોડાદોડ શરૃ થઈ ગઈ છે. મુખ્ય પ્રધાન તથા સીનિયર પ્રધાનોને અભિનંદનના બુકે આપવા સાથે 'મારોય ખ્યાલ રાખજો' એવો મેસેજ આપનારા અધિકારીઓની હોડ લાગી છે. દિલ્હીના નિવાસી કમિશનર ભરત લાલ સહિતનાં અધિકારીઓના સચિવાલયના બ્લોક નં.-૧ના પાંચમા માળના આંટાફેરા વધી ગયા છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved