Last Update : 24-December-2012, Monday

 

મોદી વિધાનસભામાં કેશુભાઈને ઉપાધ્યક્ષ બનાવશે

 

- કેશુભાઈના માન મર્યાદાની ચિંતા

 

- લાંબા સમયથી ખાલી રહેતી વિપક્ષની પ્રથમ હરોળની પ્રથમ બેઠકમાં કેશુભાઈને સ્થાન મળવાની શક્યતા

 

 

અમદાવાદ, રવિવાર
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રી મંડળમાં મંત્રીઓ કોણ હશે, અધ્યક્ષ કોણ હશે એ નક્કી નથી, પરંતુ લાંબા સમયથી ખાલી રહેતું ઉપાધ્યક્ષનું પદ આ વખતે ભરાઈ જશે એવું ભાજપના કાર્યકરો માને છે. કેશુભાઈ પટેલનું ગૃહમાં સન્માન જળવાઈ રહે તે માટે કેશુભાઈ પટેલને ઉપાધ્યક્ષ બનાવી વિપક્ષની પાટલીમાં પ્રથમ બેઠક, ચેમ્બર, લાલ લાઈટવાળી ગાડી મળી રહે તેની મુખ્યમંત્રી ખેવના કરશે.
છેલ્લા છ-એક માસથી કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિરોધમાં બહાર આવ્યા છે. પ્રથમ પક્ષમાં રહીને મહાગુજરાત જનતા પાર્ટી દ્વારા આયોજીત સંમેલનોમાં હાજર રહી, કેશુભાઈ પટેલે મોદી સરકાર વિરુદ્ધ બોલવાનું શરૃ કર્યું હતું પરંતુ ત્યારે પણ નરેન્દ્ર મોદીએ કોઈ પ્રતિભાવ વ્યક્ત કર્યો ન હતો. ત્યારબાદ ભાજપમાંથી રાજીનામું આપ્યું અને નવો પક્ષ 'ગુજરાત પરિવર્તન પાર્ટી' રચ્યો. ગુજરાતમાં રથયાત્રા યોજીને પ્રજા સમક્ષ મોદી સરકારની નિષ્ફળતાઓ અંગે ઉગ્ર ભાષણો કર્યા. નરેન્દ્ર મોદી માટે અનેક શબ્દપ્રયોગો કર્યા હતા. છતાં મોદીએ કે ભાજપના આગેવાનોએ કોઈ પ્રતિભાવ આપ્યો ન હતો. ચૂંટણીમાં ભાજપને પરાસ્ત કરવા ઉમેદવારો મુક્યા - સાથે ચૂંટણી લડયા. પરંતુ પરિણામો જાહેર થતાં કેશુભાઈ પટેલ પોતે જીત્યા, એક બેઠક ભાજપના જ કાર્યકર એવા ધારી બેઠક પરથી નલીન કોટડીયા જીત્યા. ૧૦૦ બેઠકો જીતીને મુખ્યમંત્રી બનવાના કેશુભાઈના ઓરતા અધુરા રહ્યા. પરંતુ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પરિણામો જાહેર થતાં જ પ્રથમ પોતાના માતુશ્રીને પગે લાગવા ગયા અને બીજા કેશુભાઈને પગે લાગી આશિર્વાદ મેળવ્યા.
આ ઘટના પછી ભાજપના આગેવાનો માને છે કે નરેન્દ્રભાઈ ગુજરાત વિધાનસભામાં કેશુભાઈનું માન અને મર્યાદા જળવાઈ રહે તેની ચિંતા કરશે. ઉપાધ્યક્ષનું પદ વિરોધ પક્ષને મળતું હોય છે. પરંતુ બે ટર્મથી આ પદ ખાલી જ રાખવામાં આવે છે. ટ્રેઝરી બેંચની સામે વિરોધ પક્ષની પ્રથમ હરોળમાં પ્રથમ ચેર ઉપાધ્યક્ષની હોય છે. ૧૧ વર્ષથી ખાલી રહેતી જગ્યા આ વખતે ભરાશે અને તેમાં કેશુભાઈ પટેલને બેસવાની તક આપવામાં આવશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved