Last Update : 24-December-2012, Monday

 

રૃા. ૧૩૦૦૦ કરોડ ઊલેચવા સાથે પ્રાઈમરી માર્કેટ માટે ડિસેમ્બર ઐતિહાસિક

૨૦૧૧ના ડિસેમ્બરમાં જાહેર ભરણાં મારફત એક પણ પૈસો ઊભો કરાયો નહતો

પ્રાઈમરી ઈક્વિટી માર્કેટ માટે ૨૦૧૨નો ડિસેમ્બર મહિનો ઐતિહાસિક બની રહ્યો છે કારણ આ મહિનામાં પ્રાઈમરી માર્કેટમાં વિવિધ કંપનીઓએ આઈપીઓ, ફોલો ઓન પબ્લિક ઓફરિંગ અને ઓફર ફોર સેલ દ્વારા રૃપિયા ૧૩૦૦૦ કરોડ જેટલી જંગી રકમ બજારમાંથી ઊભી કરી છે જે ડિસેમ્બર મહિનામાં આ અગાઉ ક્યારેય કરાઈ નથી. છેલ્લા દસ વર્ષના આંકડાઓ પર નજર નાખીએ તો આ અગાઉ ૨૦૦૫માં કંપનીઓએ રૃપિયા ૬૯૪૧.૫૧ કરોડ ઊભા કર્યા હતા. ૨૦૧૧ના ડિસેમ્બરમાં તો એક પણ જાહેર ભરણું આવ્યું નહોતું.
શેરબજારના આંકડાઓ પર નજર નાખીએ તો સરકાર હસ્તકની એનએમડીસીમાં ૧૦ ટકા હિસ્સાના વેચાણ મારફત રૃપિયા ૬૦૦૦ કરોડ ઊભા કરાયા છે. બીજી બાજુ ભારતી ઈન્ફ્રાટેલ, કેર રેટિંગ્સ અને પીસી જ્વેલરે આઈપીઓ મારફત રૃપિયા ૫૬૦૦ કરોડ તથા હનીવેલ, આર. પાવર, એસટીઆઈ અને ઈરોસ ઈન્ટરનેશનલે ઓફર ફોર સેલ મારફત રૃપિયા ૧૬૫૦ કરોડ ઊભા કર્યા છે.
કેન્દ્ર સરકારે લીધેલા વિવિધ સુધારા પગલાંઓને કારણે સેકન્ડરી બજારમાં આવેલા ઉછાળાને કારણે પ્રાઈમરી માર્કેટમાં સળવળાટ જોવાયો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા છે. આ ઉપરાંત એફઆઈઆઈ તથા ઘરઆંગણેની નાણાં સંસ્થાઓએ પણ નોંધપાત્ર રકમ ઠાલવતા ડિસેમ્બરમાં આવેલા જાહેર ભરણાંને સફળતા મળી છે.
નાણાં સંસ્થાઓ ડિસેમ્બરમાં પોતાના ચોપડા બંધ કરતા હોવાથી અને આગામી વર્ષ માટે ફાળવણી કરતા હોવાથી સામાન્ય રીતે પ્રાઈમરી માર્કેટ માટે આ મહિનો મંદ રહેતો હોય છે, એમ પણ વર્તુળોએ જણાવ્યું હતું. ડિસેમ્બરના બાકીના સમયમાં બીજા રૃપિયા ૧૦૦૦ કરોડ ઊભા થવાની શકયતા વ્યકત કરાઈ રહી છે. કેન્દ્ર સરકારે હાથ ધરેલા સુધારા કાર્યક્રમને પગલે સેકન્ડરી માર્કેટમાં આવેલા ઉછાળાએ પ્રાઈમરી બજારને ઈંધણ પૂરું પાડયું છે. વર્ષના શરૃઆતના આઠ મહિના સેકન્ડરી બજાર મંદ રહ્યું હતું. વૈશ્વિક મંદીની બજાર પર અસર વર્તાતી હતી. છેલ્લા ૧૦ વર્ષમાં ૨૦૧૧, ૨૦૦૮ તથા ૨૦૦૨ના ડિસેમ્બરમાં પ્રાઈમરી માર્કેટમાંથી એક પણ પૈેસો ઊભો કરાયો નહતો. ચાલુ વર્ષના ડિસેમ્બરમાં અત્યારસુધી ૮ જાહેર ભરણાં આવ્યા છે. સેબીના નિર્દેશ પ્રમાણે કંપનીઓના પ્રમોટરોએ ૨૦૧૩ના જુન સુધીમાં પોતાનું શેરહોલ્ડિંગ ઘટાડવાનું રહેશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved