Last Update : 24-December-2012, Monday

 

ઝવેરીબજારમાં મંદીને બ્રેક લાગી તેજી પાછી ફરી
ચાંદી રૃા. ૩૬૦ વધી ૫૮૦૦૦ને પાર ઃ સોનામાં ૨૬૫નો ઉછાળો

વિશ્વ બજારમાં સોનાના ભાવો નીચામાં રૃા. ૧૬૩૫ ડોલર બોલાયા પછી ઝડપી વધી ૧૬૫૭ ડોલર બોલાતા ઘરઆંગણે પણ ફરી ચમકારો

મુંબઇ સોના- ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓના ભાવો આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. ચાંદીના ભાવો ફછળી આજે કિલોના રૃા. ૫૮ ૫૮ હજારની સપાટીને પાર કરી ગયા હતા. સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના રૃા. ૨૬૫ વધી આવ્યા હતા જ્યારે ચાંદીના ભાવો કિલોના રૃા. ૩૬૦ વધ્યા હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવોને શુક્રવારે એક તબક્કે ઘટીને ઔંશના નીચામાં ૧૬૫૦ ડોલરની અંદર ઉતરી ૧૬૩૫થી ૧૯૩૬ ડોલર બોલાયા હતા તે ફરી વધી આજે છેલ્લે ૧૬૫૭થી ૧૬૫૭/૫૦ ડોલર રહ્યાના સમાચારો હતા. આમ શુક્રવારે સોનાના ભાવો વિશ્વ બજારમાં ઘટીને ચાર મહિનાના તળિયે જતા ઉત્પાદન નીચા ભાવથી ઝડપી ૨૧થી ૨૨ ડોલર ઉછળ્યાના સમાચારો હતા. મુંબઇમાં આજે સોનાના ભાવો ૯૯/૫૦ના રૃા. ૩૦૩૬૫ વાળા વધી રૃા. ૩૦૬૩૦ બંધ રહ્યા હતા. જ્યારે ૯૯/૯૦ના ભાવો રૃા. ૩૦૪૯૫ વાળા વધી રૃા. ૩૦૭૬૦ના મથાળે બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃા. ૫૭૮૩૦ વાળા વધી રૃા. ૫૮ હજારને પાર કરી રૃા. ૫૮૧૯૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવો ઔંશના ૨૯/૬૦થી ૨૯/૬૫ ડોલર વાળા વધીને છેલ્લે ૨૯/૯૫થી ૨૯/૯૭ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર વધી આવતાં તથા ઘરઆંગણે ડોલરના ભાવો પણ વધી રૃા. ૫૫ને પાર કરી મજબૂત રહેતા ઘરઆંગણે સોના-ચાંદીની ઇમ્પોર્ટ ડોલરમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉપરાંત આવકો પણ ટાંચી રહેતાં હાજર બજારમાં આજે બંને કિંમતી ધાતુઓમાં નીચા ભાવોનો નવી વેચવાલી અટકી માનસ લેવાનું રહ્યું હતું. મુંબઇમાં મોડી સાંજે ચાંદીના ભાવો રૃા. ૫૮૨૦૦ તથા કેશમાં ભાવો રૃા. ૫૭૯૦૦ બોલાઇ રહ્યા હતા. સોનાના ભાવો મોડી સાંજે ૯૯/૫૦ના રૃા. ૩૦૬૫૦ તથા ૯૯/૯૦ના રૃા. ૩૦૮૦૦ બોલાઇ રહ્યા હતા. જ્યારે સોનાના ૧૦ તોલાના બિસ્કીટના ભાવો શુક્રવારે નીચામાં રૃા. ૩ લાખ ૫૭ હજાર બોલાતા હતા તેમાં આજે ભાવો રૃા. ૩ લાખ ૫૯ હજાર બોલાતાં આજે બિસ્કીટના ભાવોમાં રૃા. ૨૦૦૦નો ઉછાળો આવ્યો હતો. વિશ્વ બજારમાં હવે અમેરિકામાં શ્રીમંતો પર વેરાઓ વધારવા તથા અટકાવી ખર્ચાઓ ઘટાડવા અંગેની ફિસ્કલ ક્લીફની યોજના અંગે અમેરિકામાં રાજકિય પક્ષો વચ્ચે સહમતી સધાય છે કે નહિ તેના પર વિશ્વ બજારની નજર રહી છે. આ યોજના અંગે સહમતી સધાશે તો વિશ્વ બજારમાં ડોલર મજબૂત બનશે અને સોનાના ભાવો ફરી ઘટશે અને જો આ સહમતી નહિ સધાયતો વિશ્વ બજારમાં ડોલરના ભાવો ઘટશે અને સોનાના ભાવો વધી જશે એવી શક્યતા જાણકારો બતાવતા હતાં.
દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો રૃા. ૧૬૦ વધી ૯૯/૫૦ના રૃા. ૩૦૮૩૦ તથા ૯૯/૯૦ના રૃા. ૩૧૦૩૦ રહ્યાના સમાચારો હતા જ્યારે ત્યાં ચાંદીના ભાવો આજે હાજરમાં રૃા. ૧૦૫૦ વધી રૃા. ૫૮૮૦૦ તથા વિકલી ડિલીવરીના ભાવો ૪૧૦ વધી રૃા. ૫૮૧૨૫ રહ્યાના નિર્દેશો હતાં.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved