Last Update : 24-December-2012, Monday

 

ડિસેમ્બર વલણ વર્ષાંતના સપ્તાહમાં સેન્સેક્ષ ૧૯૦૪૪થી ૧૯૫૫૫, નિફટી ૫૭૭૭થી ૫૯૨૨ વચ્ચે અથડાશે

રોકાણકારોનો વિશ્વાસ પુનઃ કાયમ કરવા સેબી, સરકાર તરફથી વધુ પગલાં જરૃરી ઃ F&O ના જુગારને નહીં રોકાણને પ્રોત્સાહન જરૃરી

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શનિવાર
શેરબજાર માટે હાલ તુરત તેજી પ્રેરક પરિબળો મોટાભાગના આવી જતાં ગત અઠવાડિયું મુંબઇ શેરબજારોમાં ઇન્ડેક્ષ બેઝડ કરેકશનનું નીવડયું. ગુજરાતમાં આખરે સબળ નેતૃત્વ પૂરૃ પાડનાર અને આર્થિક વિકાસ માટે દેશ-દુનિયાને ઉત્તમ ઉદાહરણ આપનાર મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને વિજયી બનાવી પ્રજા મત સબળ નેતૃત્વ થકી આર્થિક વિકાસ માટે જ રહેશે એવું હેટ્રિક જીત મેળવનાર મુખ્ય પ્રધાને પૂરવાર કરી બતાવ્યું. પક્ષ ગમે તે હોય સબળ નેતૃત્વ નહીં, આર્થિક વિકાસ નહીં તો તમ નહીં એવું હિમાચલ પ્રદેશના પરિણામોથી પણ પૂરવાર થઇ ગયું. સર્વજન હિત નહીં વિચારનાર, અમલ નહીં કરનાર હવે શિક્ષિત બની રહેલી યુવા પેઢી જાકારો જ આપશે એવું પૂરવાર થયું.
આર્થિક વિકાસ માટે અગાઉ આકરાં નિર્ણયો નહીં લઇ શકનાર મનમોહન સિંહ સરકારે નાણાપ્રધાન પી. ચિદમ્બરમના પુનરાગમન બાદ એકાએક ઝડપી અણગમતા છતાં આકરાં નિર્ણયો લઇને અર્થતંત્રને પુનઃ ઝડપી વિકાસનાં પંછે લઇ જવાના પ્રયાસો તો કર્યા છે, પરંતુ આર્થિક કૌભાંડો અને મોંઘવારીના નેગેટીવ પરિબળોએ હજુ રીટેલ રોકાણકારોનો વિશ્વાસ પુનઃ કાયમ કરી શકાયો નથી. પ્રાઇમરી માર્કેટમાં પાછલા દિવસોમાં સરકારે પીએસયુ ડીસઇન્વેસ્ટમેન્ટનો ધમધમાટ લાવી અને ભારતી ઇન્ફ્રાટેલના આઇપીઓ થકી એકલા ડીસેમ્બરમાં જ રૃા.૧૩૦૦૦ કરોડનું ફંડ એકત્ર કરવામાં સફળતા મેળવાઇ.
પરંતુ પીએસયુ કંપનીઓમાં એલઆઇસી હોય કે અન્ય લોકલ નાણા સંસ્થાઓના ગજવામાંથી રોકાણ કરાવી ડીસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંક પાર પાડવાની થઇ રહેલી કવાયત કૃત્રિમ બની રહી રીટેલ રોકાણકારોને બજારમાં પરત નહીં લાવી શકે. પ્રાઇસ બેન્ડના નામૈ પડાવાતું ઊંચુ પ્રીમિયમ અને સેબી ચેરમેન યુ.કે. સિન્હાએ કહ્યું એમ આઇપીઓમાં મર્ચન્ટ બેંકરોએ કંપનીના યોગ્ય મૂલ્યાંકન થકી ભાવ નિર્ધારણની નિષ્ઠા બતાવવી જરૃરી રહેશે. આ સાથે સેકન્ડરી માર્કેટમાં પાછલા વર્ષોમાં એફ એન્ડ ઓના જુગાર-કેસીનોને અપાયેલા વધુ પડતા પ્રોત્સાહન-અતિરેકના દુષ્પરિણામ અનેકે ભોગવવા પડયા છે, અને લાંબા સમયથી બજારમાં ટ્રેડીંગ વોલ્યુમ વિનાની છવાયેલી નિરસતા સાથે સારી કંપનીઓના શેરોના પણ રોકાણ મૂલ્યમાં થયેલા ધોવાણે અનેકને અકળાવી દીધા હતા. એફએન્ડઓના જુગારમાં થયેલી પાયમાલીએ ડીલીવરીના શેરો પણ ફૂંકી મારવાનો વખત આવ્યો હતો. જેથી એફએન્ડઓને ઉતેજન ઓછું મળે, ફાઇનાન્સો, માર્જીન ફંડીંગ કરનારાઓની લલચામણી ઓફરો અટકે એ દિશામાં પગલાં લેવા અને રોકાણકારો સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના વિકાસમાં સહભાગી બની મધ્યમથી લાંબાગાળાના રોકાણકાર બની માતબર ઊંચુ મેળવવાની આદત કેળવે એ જરૃરી છે.
હવે ડીઝલના ભાવ વધારો, પેન્શન, ઇન્સ્યોરન્સ બિલની મંજૂરીની તૈયારી ઃ કરેકશન રોકાણની સોનેરી તક હશે
મલ્ટિ બ્રાન્ડ રીટેલ ક્ષેત્રે ૫૧ ટકા સીધા વિદેશી રોકાણ-એફડીઆઇને અને બેંકિંગ કાયદા સુધારા બિલને મંજૂર કરીને બેંકિંગ ક્ષેત્રે નવા લાઇસન્સો અને મર્જર-અમાલ્ગમેશનનો માર્ગ મોકળો કરી દીધા બાદ અન્ય અટવાઇ પડેલા આર્થિક સુધારાના બિલ પૈકી પેન્શન, ઇન્સ્યોરન્સ બિલ મંજૂર થવા અપેક્ષીત છે, પરંતુ સંસદનું શીયાળુ સત્ર પૂરૃ થતા પૂર્વે સમગ્ર દેશને ઝંઝોળી મૂકનારી બળાત્કારની દુર્ઘટના અને નોકરીમાં બઢતીમાં અનામત મામલે શક્ય છે, કે ઇન્સ્યોરન્સ-પેન્શન બિલ માટે બજેટ સત્ર સુધી રાહ જોવી પડે. વર્તમાન શીયાળુ સત્ર લંબાવવાના અથવા સ્પેશ્યલ સત્રના સંજોગોમાં જ ટૂંકાગાળામાં આર્થિક સુધારા આગળ વધી શકશે. અલબત હવે રાજ્યોની ચૂંટણીઓના પરિણામો આવી ગયા હોઇ વધતા સબસીડી બોજને ઘટાડવા ડીઝલના ભાવમાં નવો વધારો કરવામાં આવે તો નવાઇ ન પામશો, ટૂંકમાં હવે ડીઝલના અપેક્ષત ભાવ વધારા, એફએન્ડઓના ડીસેમ્બર વલણના આગામી સપ્તાહમાં અંત અને પછી શરૃ થનારી કોર્પોરેટ પરિણામોની સીઝન અને ત્યારબાદ બજેટ સત્રની કવાયત શરૃ થનારી હોઇ બજારમાં કોઇ પણ ઘટાડા રોકાણની ઉતમ તક હશે સમજજો સરકાર રાજકોષીય ખાંધને ઘટાડવા સાથે બજેટ પૂર્વે અર્થતંત્રની તબિયત બની શકે એટલી સુધારી દેશને પુનઃઝડપી વિકાસના પંથે લઇ જવા અને વર્ષે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીઓ પૂર્વે શેરબજારોમાં તેજીનો ધમધમાટ લાવી દઇ વર્ષે ૨૦૧૩ ઐતિહાસિક તેજીનું પૂરવાર કરે તો પણ નવાઇ નહીં હોય. જેથી રોકાણકાર બની સારા શેરોમાં રોકાણની તક ઝડપથી રહી.
યુ.એસ.ની. ફિસ્કલ કલીફ ગૂંચ, ડીસેમ્બર વલણના અંતનાં સપ્તાહ આરંભિક આંચકા બાદ ઘટાડે સપોર્ટ મળશે
ટૂંકાગાળામાં અત્યારે સ્થાનિક પરિબળો સાથે આંતરરાષ્ટ્રીય મોરચે યુ.એસ. ફિસ્કલ કલીફની ગૂંચ વણ ઉકેલાયેલી રહી હોઇ અમેરિકામાં ૬૦૦ અબજ ડોલરના જંગી નવા વેરા બોજ અને ખર્ચ કાપનું મોટું જોખમ ઝળૂંબી રહ્યું હોઇ એની નકારાત્મક અસર વૈશ્વિક બજારો સાથે મુંબઇ શેરબજારોમાં સપ્તાહના અંતે જોવાઇ છે. ડીસેમ્બર અંત સુધીમાં ફિસ્કલ કલીફ ઉકેલાઇ જવાની અપેક્ષા છતાં અનિશ્ચિતતાએ અને આગામી સપ્તાહમાં ડીસેમ્બર વલણનો અંત હોઇ બજારની નવા સપ્તાહમાં શરૃઆતમાં ઇન્ડેક્ષ બેઝડ આંચકા અપેક્ષીત છે. પરંતુ માર્ગ તેજીનો જ હોઇ ઘટાડે બજાર સપોર્ટ મેળવશે એ પણ નક્કી છે. નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૯૦૪૪થી ૧૯૫૫૫ અને નિફટી ૫૭૭૭ થી ૫૯૨૨ વચ્ચે અથડાતા જોવાશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved