Last Update : 24-December-2012, Monday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૪-૧૨-૨૦૧૨, સોમવાર
માગશર સુદ બારસ (ભાગવત એકાદશી)શી
વૃધ્ધિ તિથિ અખંડ મસ્ત્ય દ્વાદશી-
સોના, ચાંદીમાં મંદી ? ગીતા જયંતી ભાગવત.

 

દિવસના ચોઘડિયા ઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૯ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૨ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૭ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૬ મિ.
નવકારસી સમય ઃ (અ) ૮ ક. ૦૭ મિ. (સૂ) ૮ ક. ૦૨ મિ. (મું) ૭ ક. ૫૮ મિ.
જન્મ રાશિ ઃ આજે રાત્રે ૧૨ ક. ૩૬ મિ. સુધીમાં જન્મેલ બાળકની મેષ (અ.લ.ઇ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ ભરણી સાંજના ૫ ક. ૪૮ મિ. સુધી પછી કૃતિકા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-ધન, મંગળ-મકર, બુધ-વૃશ્ચિક, ગુરુ-વૃષભ, શુક્ર-વૃશ્ચિક, શનિ-તુલા, રાહુ-તુલા, કેતુ-મેષ હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર- મેષ રાત્રે ૧૨ ક. ૩૬ મિ. સુધી પછી વૃષભ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૯ ક્રોધી સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સં. / જૈનવીર સંવત ઃ ૨૫૩૯
ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક ઃ પો. / ૩/
માસ-તિથિ-વાર ઃ માગશર સુદ બારસ ને સોમવાર. વૃધ્ધિ તિથિ.
- મોક્ષદા એકાદશી, ભાગવત. - અખંડ મસ્ત્ય દ્વાદ્વશી. - ભગવદ્ ગીતા જયંતી, ભાગવત. - બારસ વૃધ્ધિ તિથિ છે. - ક્ષત્રિય નેતાઓને પીડા ? ૧૮ દિવસમાં અનાજના ભાવ વધે ? - સોના ચાંદીમાં મંદી ? ભાવ ઘટે ? ચોળા, સરસવ, તેલ, હીંગમાં મંદી ? બાળકોને પીડા ?
મુસલમાની હિજરીસન ઃ ૧૪૩૪ સફર માસનો ૧૦ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ અમર દાદ માસનો ૯ રોજ આદર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ વેપાર-ધંધાના, નોકરીના કામમાં, સરકારી, રાજકીય, ખાતાકીય કામમાં આજે સ્વસ્થતા, જાગૃતિ, સાવધાની રાખવી પડે.

વૃષભ ઃ નોકરી-ધંધાના કામમાં, કાનૂની કામમાં, સરકારી કામમાં ખર્ચ-ચિંતા રહે. કામમાં રુકાવટ વિલંબ થાય પરંતુ શાંતિ રાખવી.

મિથુન ઃ આપના કૌટુંબીક કામમાં, સંબંધીના કામમાં ચિંતા- મતભેદ જણાય. પોતાની કામગીરીમાં, નોકરી-ધંધામાં કોઇ ભૂલ, નુકસાન થાય નહીં તેનું ધ્યાન રાખવું.

કર્ક ઃ નોકરી-ધંધાના કામમાં ઉચાટ- ઉદ્વેગ રહે. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. પરદેશમાં રહેતા સગા સંબધી- મિત્રવર્ગની ચિંતા રહે.

સિંહ ઃ નોકરી-ધંધાના કામમાં ઉતાવળ કરવા જતા વધુ સમય વ્યથિત થાય. કામમાં ભૂલ થઈ જાય, ખોટો નિર્ણય લેવાઇ જાય. માણસોથી તકલીફ જણાય.

કન્યા ઃ આકસ્મિક ચિંતા- ઉપાધિ - બિમારી નુકસાનીના કારણે નોકરી-ધંધાની મુશ્કેલીના લીધે, નાણાં ભીડના લીધે શાંતિ રાહત જણાય નહીં.

તુલા ઃ માનસિક તણાવ ચિંતા સગા સંબંધી મિત્રવર્ગ, મકાન, વાહન મીલ્કતના પ્રશ્ને અનુભવાય. મિત્રવર્ગની વાતોમાં કામમાં સંભાળવું પડે.

વૃશ્ચિક ઃ પડવા વાગવાથી, બિમારીથી અન્ય બિમારી ચિંતાથી તમારા રોજીંદા કામમાં રુકાવટ, મુશ્કેલી અનુભવો. પરંતુ અન્યનો સહકાર મળી રહે.

ધન ઃ શેરોની લે - વેચમાં, સોના ચાંદી લોખંડના કામકાજમાં, સીઝનલ ધંધામાં કામની વ્યસ્તતા રહે. આકસ્મિક ધંધો આવક થાય કામ ઉકેલાય.

મકર ઃ નોકરી-ધંધાના કામ માટે ઉતાવળે કોઇને મળવાનું થાય. બહારના કે બહારગામના કામનું આયોજન વિચારી શકો. વધારાનો ખર્ચ થાય.

કુંભ ઃ સીઝનલ ભાગીદારીવાળા ધંધામાં, કાયમી ધંધામાં આપને ચિંતા રુકાવટ, મુશ્કેલી જણાય. સરકારી કામમાં વિલંબ થાય, રુકાવટ જણાય.

મીન ઃ કામના ઉકેલથી હળવાશ રાહત આનંદ અનુભવો. રોજીંદા કામ સિવાય અન્ય કામમાં સાનુકુળતા રહે. અન્યના સહકારથી કામ ઉકેલાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૪-૧૨-૨૦૧૨, સોમવાર

આજથી શરૃ થતું આપનું જન્મ વર્ષ યશ પદ ધનમાં વધારો થનારું રહે. તમારા સંબંધોમાં વધારો થાય. જુના સંબંધો તાજા થાય. ધર્મકાર્ય શુભકાર્ય, યાત્રા-પ્રવાસ આ વર્ષમાં થાય, આનંદ રહે. વ્યવહારિક, સામાજીક, કૌટુંબીક પ્રશ્ન ઉકેલાય. અવિવાહિતને વિવાહ લગ્નનું નક્કી થાય. વિશેષમાં -

* નોકરી-ધંધામાં વર્ષ આનંદ-ઉત્સાહનું રહે. રુકાવટવાળા પ્રશ્નો ઉકેલ આવવાથી આપની પ્રગતિની શરૃઆત થાય. તમારી આવક, સુખ સંપત્તિમાં વધારો થાય.

* વર્ષારંભે પત્નીને બિમારી- ચિંતા- વિવાદના લીધે આપને શાંતિ જણાય નહીં. જેમના સાંસારીક જીવનમાં વિવાદ ચાલતો હોય તેમને આ વર્ષમાં સમાધાનના કે છુટાછેડાનો પ્રશ્ન ઉકેલાતા હળવાશ અનુભવાય.

* પેટ-કમરની બિમારી, ડાયાબીટીશ, સાંધામાં, હાડકામાં ઘસારો, ખસ ખુજલીના લીધે રોજીંદા કામમાં તકલીફ પડે.

* સ્ત્રીવર્ગને કૌટુંબીક જસ મળે નહીં. પીયરપક્ષમાં પોતાની ઉપેક્ષા થતી જણાય. પરંતુ પતિ સંતાનથી રાહત રહે.

* વિદ્યાર્થીવર્ગને ભણવામાં પ્રગતિ-સફળતાથી આત્મવિશ્વાસ વધે.

 

સુપ્રભાતમ્

- દેહધારી સર્વ પ્રાણીઓને ધનની અને જીવનની આશા ઘણી પ્રબળ હોય છે, વૃદ્ધને મન તરૂણ પત્ની તો પ્રાણથી પણ વધારે હોય છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લીલી પોતાના દોસ્ત લલ્લુ સાથે ઘરે પહોંચી. લલ્લુને જોઈને લીલીની મમ્મી ચંપા પ્રશ્નાર્થ ભાવે જોઈ રહી એટલે લીલી બોલી, ‘‘મારો દોસ્ત છે, લલ્લુ !’’
‘‘દીકરી’’, મમ્મી ચંપા બોલી, ‘‘મેં પણ દુનિયા જોઈ છે, ચાર લીટર પેટ્રોલ બાળીને બાઈક ઉપર તને લઈ આવનાર ફક્ત દોસ્ત નથી હોતો.’’

[Top]
 

આજ ની રેસીપી

ટૂર પર સાથે લઈ જવાય એવો નાસ્તો

ચટાકેદાર ભેળપુરી

 

સામગ્રી ઃ ૧૦૦ ગ્રામ મમરા, ૧૦૦ ગ્રામ પૌંઆ, ૫૦ ગ્રામ સીંગદાણા, ૫૦ ગ્રામ દાળિયા, ૧૦૦ ગ્રામ ઝીણી સેવ.

 

પાપડી માટેની સામગ્રી ઃ ૧ કપ રવો, ૧ ચમચો મેંદો, ૧/૨ ચમચી મીઠું, ૧ ચમચો મોણ માટે રિફાઈન્ડ તેલ, ચપટી બેકંિગ પાઉડર, પાપડી તળવા માટે તેલ.

 

મસાલાની સામગ્રી ઃ ૧ ચમચો રિફાઈન્ડ તેલ,૧ ચમચો ચાટ મસાલો, ૧ ચમચી રાઈ, ૮-૧૦ મીઠા લીમડાનાં પાન, ૩ સૂકાં લાલ મરચાં, ચપટી હંિગ, ૧/૨ ચમચી હળદર, મીઠું સ્વાદ મુજબ.

 

રીત ઃ પાપડીનો લોટ બાંધીને ૧૫ મિનિટ રાખી મૂકો. પછી તેની નાની નાની પાપડી વણી તળી લો. હવે આ જ તેલમાં સીંગદાણા પણ તળી લો. તેલમાં ચપટી હળદર નાંખીને પૌંઆ પણ તળી લો.
હવે એક મોટી કડાઈમાં એક ચમચો રિફાઈન્ડ તેલ ગરમ કરો. તેમાં રોઈ અને હંિગ તતડાવી લીમડાનાં પાન અને સૂકાં લાલ મરચાં નાખો. પછી તેમાં હળદર અને મમરા નાખીને એક મિનિટ સુધી હલાવો જેથી હળદર મમરામાં મિક્સ થઈ જાય. તેમાં પૌંઆ, સીંગદાણા, ઝીણી સેવ અને દળિયા મિક્સ કરી મીઠું અને ચાટ મસાલો નાખો. બધી વસ્તુઓ ઠંડી પડે એટલે તેમાં પાપડી મિક્સ કરીને એરટાઈટ ડબ્બામાં ભરી દો અને પ્રવાસમાં સાથે લઈ જાવ.
આ તમે એમ ને એમ પણ ખાઈ શકો છો અથવા જો ઇચ્છા હોય તો સમારેલી ડુંગળી અને ચટણી મિક્સ કરીને ભેળપૂરી બનાવીને પણ ખાઈ શકો છો. ચટણી ઘણી દિવસ સુધી સારી રહે છે. તે સૂકી તથા ભીની બન્ને રીતે બનાવી શકાય છે.

 

સૂકી ચટણી ઃ ૧ વાટકી દળેલી ખાંડમાં ૧/૨ વાટકી આમચૂર પાઉડર મિક્સ કરો. પછી તેમાં ૧ ચમચી મરી પાઉડર ૧ ચમચી મરચું મિક્સ કરીને એક ડબ્બામાં ભરી દો. જ્યારે ઇચ્છા થાય ત્યારે આ સૂકી ચટણીને પાણીમાં ધોળીને સૂકી ભેળમાં નાખી ભેળપૂરીનો આનંદ ઉઠાવો.
ભીના ચટણી માટેની સામગ્રી ઃ ૧૦૦ ગ્રામ ઠળિયા વગરની ખજૂર, ૫૦ ગ્રામ આમલી, ૧૦૦ ગ્રામ ગોળ, ૧ ચમચી સંચળ, ૧ ચમચી સફેદ મરચું, ૧/૨ ચમચી સૂંઠનો પાઉડર, ૧ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી મરચું.

 

રીત ઃ ખજૂર તથા આમલીને સાફ કરી બે ગ્લાસ પાણીમાં પાંચ મિનિટ બાફો. મિશ્રણ ઠંડુ પડે એટલે હેન્ડ મિકસરથી ક્રશ કરી ચાળણીમાં ગાળી લો. હવે ગોળમાં થોડું પાણી નાખી ઉકાળો. ગાળીને ખજૂર-આમલીના મિશ્રણમાં મિક્સ કરી દો. તેને ફરી ગેસ પર મૂકી બધા મસાલા નાખો અને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. જો ગળપણ ઓછું લાગતું હોય તો થોડી ખાંડ નાખો. આ ચટણી એક બોટલમાં ભરીને પ્રવાસમાં સાથે લઈ જાવ અને જ્યારે પણ ભેળપૂરી ખાવાની ઇચ્છા થાય ત્યારે ચટણી નાખીને ખાવ.

[Top]
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved