Last Update : 23-December-2012, Sunday

 

મુખ્યમંત્રીનો '3D' એક્શન-પ્લાન!

- મન્નુ શેખચલ્લી


જોવાની વાત એ છે કે 'ગુજરાત'ની ચૂંટણી જીત્યા પછી 'ગુજરાત'ના જ 'ગુજરાતી' ભાજપ કાર્યકરો આગળ ભાષણ કરવાનું હોય તો પણ મુખ્યમંત્રીજી 'હિન્દી'માં ભાષણ ફટકારે છે!
કેમ? કારણ કે આખા દેશની ટીવી ચેનલોમાં પબ્લિસીટી લેવાની ને!
બધા કહે છે કે મુખ્યમંત્રીજી તો હવે 'પ્રધાનમંત્રીજી' બની જવાના છે! એ તો બને ત્યારે બને, પણ હાલમાં એમનો એક્શન પ્લાન શું હશે? એક કલ્પના...
***
મુખ્યમંત્રીજી સૌથી પહેલાં તો મંત્રીમંડળની રચના કરશે. આ માટેનો પ્લાન સિમ્પલ છે. દરેક મિનિસ્ટરની સીટ ઉપર મુખ્યમંત્રીજની 3D ઇમેજ બેઠી હશે! મંત્રીજી તો બાજુમાં 'ઉભા'હશે...
***
મુખ્યમંત્રીજીએ કહ્યું છે કે હું તો ગુજરાતનો ચોકીદાર છું!
આ હિસાબે આખા ગુજરાતમાં આપણને રાતના સમયે ગલીઓમાં મુખ્યમંત્રીજીની 3D ઇમેજો ચોકી કરતી દેખાશે.!
***
હવે તો પ્રજાજનોને પણ ચૂંટાયેલા ૧૧૫ ધારાસભ્યોને મળવા જવાની જરૃર નથી. કારણ કે ગાંધીનગરમાં એ સૌ ધારાસભ્યોના નિવાસસ્થાને મુખ્યમંત્રીજીની 3D ઇમેજ તમારી રજૂઆત સાંભળવા બેઠી હશે!
***
અને તમારે ખુદ મુખ્યમંત્રીજીને મળવું છે! એની પણ ચિંતા ના કરશો.
મુખ્યમંત્રીજી હવે અમેરિકામાં હોય કે ઇંગ્લેન્ડમાં (વિઝા મળી જશે ને!) તેમની 3D ઇમેજ ગાંધીનગરમાં હજરાહજુર બેઠી હશે!
***
અચ્છા, પેલાં ૫૦ લાખ ઘર બાંધવાના છે ને? એ જરા પ્રોબ્લેમ છે. કારણ કે ૫૦ લાખ ઘર બાંધવા માટે એટલી બધી 'જમીન'ક્યાંથી લાવવી?
એટલે હવે મુખ્યમંત્રીજી આપણને 3D ઘર બાંધી આપશે! (જે માત્ર અંધારામાં જ દેખાશે... હેહેહે...)
***
જોકે સૌથી વધુ રાહત હવે સરકારી કર્મચારીઓને થઇ જશે...
કારણ કે દર મહિને યોજાતા સત્તર જાતના ઉત્સવોમાં મુખ્યમંત્રીજીની 3D ઇમેજ જ આવવાની .. એટલે મંડપો અને ખુરશીઓ ખાલી પડી હોય તોય સાહેબને ખબર નહિ પડે!
(પછી સાહેબના ' 3D ચોકીદારો'છોને ચોકી કર્યા કરતા!)
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved