Last Update : 23-December-2012, Sunday

 

પ્રથમ મૂંગી ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર; પ્રથમ બોલતી આલમઆરા
બોલીવુડની સેંચુરી ઃ ૧૯૧૩ થી ૨૦૧૨ સુધીની રંગારંગ યાત્રા

 

- દર વર્ષે ૧૧૦૦ જેટલી ફિલ્મો બને છેઃ ૧૦૦ વર્ષની સફરે ઘણાં પરિવર્તન કર્યા

 

૩ મે ૧૯૧૩ના દિવસે બનેલી પ્રથમ હિંદી ફિલ્મ રાજા હરીશચંદ્રથી શરૃ થયેલી બોલીવુડ ફિલ્મોની ગાથાને ૧૦૦ વર્ષ થવા આવ્યા છે. અહીં ૧૯૧૩ થી દશ દાયકા દર્શાવાયા છે. ૧૯૧૩ની ૩ મે ના રોજ દર્શાવાયેલી રાજા હરીશચંદ્ર મુંબઈના કોરોનેશન થિયેટરમાં રજુ થઈ હતી. તે દિવસોમાં રાજા હરીશચંદ્ર ૨૩ દિવસ ચાલી હતી. આમ તો, ધ લાઈફ ઓફ ક્રિસ્ટ પ્રણેતા કહી શકાય કેમ કે ધુંડીરાજ ગોવિંદ ફાળકેએ જ્યારે આ ફિલ્મ જોઈ ત્યારે ભારતમાં પણ આવી ફિલ્મ બનાવવાનું સપનું જોયું હતું. ફાળકે ઉપરાંત જમશેદજી મદન, ધીરેન ગાંગુલી, નીતીન બોસ વગેરે પણ ફિલ્મો બનાવતા હતા. ૧૯૧૩ થી ૧૯૨૨ના ગાળામાં મહિલાઓ ફિલ્મોમાં કામ કરવા માટે કોઈ પહેલ કરતી ન હોતી. આ પ્રથમ દાયકા દરમ્યાન રાજા હરીશચંદ્ર, લંકા દહન અને બિલેત ફેરાત બની હતી.
ત્યારબાદનો ૧૯૨૩ થી ૧૯૩૨ના દાયકાની વાત કરીએ તો સમયમાં મુખ્યત્વે નળ દમયંતી માયા મરિછન્દર, આલમઆરા જેવી ફિલ્મો બની હતી. આ સમયને ફિલ્મ દુનિયાની શરૃઆતનો ખરો સમય કહી શકાય. ધાર્મિક વિષય અને સામાજીક વિષયો પર આ સમય દરમ્યાન ફિલ્મો બની હતી. ત્યારના સમયમાં પ્રથમ બોલતી ફિલ્મ આલમઆરા બની. ત્યારે ફિલ્મો દ્વારા પૈસો કમાવવાના ધંધાના પણ બીજ રોપાયા હતા. આલમઆરામાં સાત ગીતો હતા. આદેશર ઈરાનીના નિર્દેશન હેઠળ આ ફિલ્મ બની હતી. આ સમય દરમ્યાન ફિલ્મો બનાવનારામાં બાબુરાવ પેન્ટર, ધીરેન ગાંગુલી, ચંદુલાલ શાહ, વી. શાંતારામનો સમાવેશ થાય છે.
૧૯૩૩ થી ૧૯૪૨ દરમ્યાનનો દશકો દેવદાસ, સિકંદર, અછૂત કન્યા સાથે સંકળાયેલો છે. આ દશકાને સિનેમાનો સ્ટુડીયો પુત્ર પણ કહે છે. વીરેન્દ્રનાથ સરકાર દ્વારા સ્થાપિત ન્યુ-થિયેટર્સ, ચાર ભાગીદાર દ્વારા સ્થાપિત પ્રભાત સ્ટુડીઓ અને હિમાંશુ રાયની બોમ્બે ટોકીઝ બની હતી. શરદચંદ્રની વાર્તા દેવદાસ પરથી ફિલ્મ આ સમય દરમ્યાન બની હતી. તે સમયમાં કે.એલ. સહગલ સ્ટાર હતા અને દેવિકા રાની અભિનેત્રી હતા. અશોકકુમાર ત્યારે સિનેમામાં આવ્યા. સોહરાબ મોદીની સિકંદર અને મહેબુબ ખાનની ૧૯૪૦માં ઔરત બની હતી. કહે છે કે મધર ઈન્ડિયાના બી અહીં રોપાયા હતા.
ત્યારબાદ ૧૯૪૩ થી ૧૯૫૨ નો ગાળો કિસ્મત, મહલ, આવારાનો હતો. ભારતની આઝાદી અને ભાગલાના સમય ગાળામાં અશોકકુમાર છવાઈ ગયા હતા. ત્યારે ફિલ્મોમાં અભિનેતા અને હિરોના નામ ચમકવા લાગ્યા હતા. ૧૯૪૭માં દિલીપ કુમારની જુગ્નુ બની, 'આગ'માં રાજકપુર છવાયા. ત્યારબાદ અંદાજ બની જેમાં ગ્લેમર ગર્લ નરગીસ ઉપસી આવી હતી.
૧૯૫૩ થી ૧૯૬૨નો સમય ગાળો સમાજવાદ સાથે વણાયેલો હતો એમ કહી શકાય. જેમાં દો બીઘા જમીન, મધર ઈન્ડિયા, મુગલ-એ-આઝમ બની હતી. આઝાદી બાદની સમસ્યાઓ ફિલ્મોમાં સમાવાતી હતી. દો બીઘા જમીન, જીસ દેશમેં ગંગા બહતી હૈ, નયા દૌર વગેરે છવાઈ ગઈ હતી. સામંતવાદ અને પુંજીવાદ પરની ફિલ્મ મધર ઈન્ડિયા આજે પણ ચર્ચામાં છે. આ સમય દરમ્યાન ગુરૃદત્તે પ્યાસા, કાગજ કે ફૂલ બનાવીને ફિલ્મ જોનારાઓનો વર્ગ વધારી દીધો હતો.
૧૯૬૩ થી ૧૯૭૨નો સમય ગાળો ચીન અને પાકિસ્તાન સાથેના યુધ્ધનો દશકો હતો. ત્યારે ચેતન આનંદની હકીકત યુધ્ધ અને માનવીય એંગલને ભેગા કર્યા હતા. મનોજકુમારની ફિલ્મો શહીદ, ઉપકાર, પૂરબ ઔર પશ્ચિમમાં દેશભક્તિ અને ભારતીય સંસ્કૃતિ દર્શાવાતી હતી. ભારતમાં ઉભરતા મધ્યમવર્ગને ફિલ્મોમાં સમાવાતો હતો. દેવાનંદની ગાઈડ આવી. ૧૯૬૫માં ફિલ્મફેર એવોર્ડ શરૃ થયા હતા. ઋષિકેશ મુકરજીની આનંદ પણ આ સમયમાં આવી હતી. ત્યારે અમિતાભની એંગ્રી યંગમેન વાળી ફિલ્મ તૈયાર થઈ રહી હતી. ગાઈડ, તીસરી મંઝીલ, ભુવન શોમ ફિલ્મો આ સમયમાં બની હતી.
૧૯૭૩ થી ૧૯૮૨ના ગાળાને એંગ્રી યંગમેનનો સમયગાળો કહી શકાય. જેમાં દેશને સદીનો મહાનાયક અમિતાભ બચ્ચન મળ્યો. આ દશકામાં નસીરૃદ્દીન શાહ, ઓમપુરી, સ્મિતા પાટીલ, શબાના આઝમી જેવા કલાકારો ફિલ્મોમાં આવ્યા. આ દશકામાં વેરાઈટી ફિલ્મો આવી જેમાં મુખ્યત્વે દિવાર, શોલે, વગેરેનો સમાવેશ થાય છે.
૧૯૮૩ થી ૧૯૯૨નો સમય ગાળો પોપ્યલુર ફિલ્મો સાથે સંકળાયેલો રહ્યો હતો. જાને ભી દો યારો, અર્ધસત્ય, સલામ બોમ્બે છવાઈ ગઈ હતી. જ્યારે ત્રણ ખાન આમિર, સલમાન, શાહરૃખનો પ્રવેશ થયો હતો. કયામત સે કયામત તક અને મૈંને પ્યાર કિયા જેવી ફિલ્મોનો દશકો હતો. જેમાં મિસ્ટર ઈંડીયા, અર્ધસત્ય, મૈંને પ્યાર કિયા ફિલ્મો મોખરે હતી.
૧૯૯૩ થી ૨૦૦૨નો દાયકો ભારતમાં તેજીનો દાયકો હતો. દેશમાં ઉદારીકરણનો બજારમાં પ્રવેશ થયો હતો. રાજશ્રીની હમ આપકે હૈ કૌન આવી અને આદિત્ય ચોપડાની દિલવાલે દુલ્હનીયા લે જાયેગે યુવા દિલોમાં છવાઈ ગઈ હતી. ત્રણ ખાન બંધુઓની રોમાંટીક ભૂમિકાઓના આ દશકો હતો. આ દશકામાં દિલવાલે દુલ્હનીયાં લે જાયેંગે, સત્યા, દિલ ચાહતા હૈ જેવી ફિલ્મો બની હતી.
૨૦૦૨ થી ૨૦૧૨નો સમયગાળમાં શરૃથી આ માયાનગરી લોકોના દિલ-દિમાગ પર છવાઈ ગઈ હતી. ફિલ્મ બનાવતી એ ફેમીલી બિઝનેસ નહોતો રહ્યો. વ્યક્તિગત સ્તરે નવોદિતા ફિલ્મ બનાવવા લાગ્યા હતા અને છવાઈ ગયા હતા. જ્યારે ફિલ્મો થિયેટરમાંથી ડ્રોઈંગરૃમમાં આવી ગઈ હતી. આ સમયમાં મલ્ટીપ્લેક્સ આવ્યા; દર્શકો બદલાયા, સ્ટાર પુત્રો અને ખાન બંધુઓની બોલબોલા વધી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 

 

 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved