Last Update : 23-December-2012, Sunday

 
દિલ્હીની વાત
 

રાયસિના હિલ્સ પર યુવાનોની સુનામી
નવિદિલ્હી,તા.૨૨
પાટનગર નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન, વડાપ્રધાન કાર્યાલય, ગૃહ, સંરક્ષણ અને વિદેશ મંત્રાલયો વગેરે મુખ્ય સત્તાકેન્દ્રો જયાં આવેલ છે. એ સ્થળ છે રાયસિના હિલ્સ આજે અહીં લાખો યુવાનો સ્વયંભૂ ઉમટી પડયા હતા. દિલ્હીમાં થયેલી ગેંગરેપની ઘટનાથી હચમચી ઉઠેલા આ યુવાનો ઘટના સામે વિરોધ દર્શાવી રહ્યા હતા, જેના પગલ અહીં ઉશ્કેરાટ ફેલાઇ ગયો હતો. અને તોફાની વાતાવરણ ઉભું થયું હતું. યુવાનો આપમેળે જ ભેગા થયા હતા એટલે એમનું કોઇ નિયમનકાર કે નિયંત્રક નહોતું. તેઓ રાજધાનીના વિવિધ સ્થળોએથી આવ્યા હતા. ઇન્ડિયા ગેટ અને વિજય ચોક ખાતેેે દેખાવો કર્યા કર્યા હતા. એમનો કોઇ રાજકીય કે બિનસરકારી સંગઠનનો અગ્રણી એવો કોઇ નેતા નહોતો તેઓ જબરદસ્ત ગુસ્સામાં હતા. ગેન્ગરેપની ઘટનાથી એમના દેશની છબી ભારે ખરડાઇ હોવાની હકીકત પર તેઓ ભાર મૂકી રહ્યા હતા. તેઓ એટલા બેકાબૂ હતા કે એમણે પોલીસને એમના વિરૃધ્ધ પગલાં લેવા માટે પડકારી હતી. એમણ અવરોધોની તોડફોડ કરી હતી. રાજધાનીમાં ચર્ચાનો મુખ્ય સુર એ હતો કે ''સરકાર આમ જનતાના આવા વ્યાપક ગુસ્સાને અવગણી શકે?''
રાજકારણીઓ સામે પણ ઉકળાટ
નિઃશંકપણે, ચોફેરની બધી ગાળો પોલીસને જ ખાવાની થઇ છે. પરંતુ ગેંગરેપની ઘટનાને વખોડતી વેળા જાતજાતનો વાણીવિલાસ કરતા રાજકીય પક્ષોની ભૂમિકા પણ ટીકાપાત્ર થઇ છે. મહિલાઓ સાથે વિવિધ અત્યાચાર કરી ચૂકેલા નઠારાઓને રાજકીય પક્ષો ચૂંટણીમાં પોતાની ઉમેદવારો બનાવે છે. નેશનલ ઇલેકશન વોચ તેમજ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રાઇટસ દ્વારા સંકલિત રીપોર્ટમાં જણાવાયા અનુસાર રાજકીય પક્ષોએ છેલ્લા પાંચ વર્ષમાં બળાત્કાર હુમલા અને સ્ત્રીઓની અવમાનતા કરનારા ૨૬૦ લોકોને ચૂંટણીમાં ટિકિટ આપીને પોતાના ઉમેદવારો બનાવ્યા હતા. રાજકીય પક્ષોના આવાં નફરત ઉપજાવે એવા કામ કરનારાઓમાં મોખરે છે. કોંગ્રેસ અને ભાજપ દેશના સહુથી મોટા રાષ્ટ્રીય રાજકીય પક્ષો મહત્વનો પ્રશ્ન એ છે કે ધૃણાસ્પદ ગેંગરેપની આ ઘટના પછી રાજકીય પક્ષો પોતાના ઘરને વ્યવસ્થિત કરવા માટે અસરકારક પગલાં લેશે ?
સર્વોચ્ચના ન્યાયમૂર્તિ તોડે છે પરંપરા
ફરજ પરના ન્યાયમૂર્તિઓ જાહેરમાં બોલતા નથી. પરંતુ જ્ઞાાન સુધી મિશ્રા નામના વસર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિએ ગેંગ રેપની ઘટનાથી વ્યથિત થઇને જાહેરમાં નહિ બોલવાની પરંપરા તોડી છે. એક અંગ્રેજી અખબારીને આપેલી મુલાકાતમાં આ મહિલા ન્યાયમૂર્તિએ દેશમાં પોલીસની વિશ્વસનીયતા ઘટી હોવાનું જણાવીને ન્યાય પ્રક્રિયાને ઝડપી બનાવવાની તરફેણ કરી છે. ખાસ તો મહિલા વિરોધી ધૃણાસ્પદ ગુન્હાઓમાં ખરૃ જ. એમ એમણે ઉમેર્યું . ગેંગરેપની ઘટના પછી પોલીસની ભૂમિકા પર દિલ્હી હાઇકોર્ટે પણ ટીકા વરસાવી છે. ત્યારે ૫૦ ટકા પીસીઆર વાન રીપેરીંગ માટે વર્કશોપમાં હોવાથી હંમેશા કોઇ કામ લાગતી નહિ હોવાનું સત્ય સપાટી પર આવ્યુ છે.
પોલીસ તંત્રમાં ફેરફારો ?
કેન્દ્રના ગૃહ સચિવ આર.કે. સિંઘે પોલીસને આપેલી ક્લીન ચીટ સામે ભવાં ચઢાવાયાં છે ત્યારે, દિલ્હીના પોલીસ કમિશનર સહિત તંત્રના ઉચ્ચાધિકારીઓની બદલી થઈ શકે. દિલ્હી પોલીસ કેન્દ્રના ગૃહમંત્રાલય હેઠળ કામ કરે છે. ગેંગરેપની ઘટનાથી એને દિલ્હી સરકારના હસ્તક સોંપવાની માગણી ફરી એકવાર થઈ છે. દેખાવોનો સામનો કરી રહેલા દિલ્હીના મુખ્ય પ્રધાન શીલા દિક્ષિતે એક ટીવી મુલાકાતમાં દિલ્હી પોલીસ પર માછલાં ધોતાં જણાવ્યું કે પોતે શરમથી એટલા હતપ્રભ થઈ ગયાં છે કે ગેંગરેપની ભોગ બનેલી યુવતીને મળવાની એમની હિંમત નથી.
લેફ્ટેનન્ટ ગવર્નર ક્યાં ?
દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નર તેજેન્દ્ર ખન્ના પુત્રી સાથે નાતાલની રજાઓ ગાળવા માટે અમેરિકામાં હોવાનું કહેવાય છે. તેઓ તા.૪ જાન્યુઆરીએ સ્વદેશ પાછા વળવાની શક્યતા છે. દિલ્હી પોલીસ કમિશનરનું રીપોર્ટીંગ એમને થતું હોવાથી એમની ગેરહાજરી વધુ વર્તાય છે. બીજાં રાજ્યોથી અલગ, દિલ્હીમાં પોલીસ અધિકારીઓની બધી બેઠકો લેફ્ટેનન્ટ ગવર્નરના અધ્યક્ષપદે યોજાય છે. અન્ય રાજ્યોમાં રાજ્ય પોલીસ મહાનિર્દેશક રાજ્ય સરકારને રીપોર્ટ કરે છે. દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશ હોવાથી અહીં અલગ માળખું છે. લેફ્ટેનન્ટ ગવર્નરના પ્રિન્સિપલ સેક્રેટરી નૂતન ગુહા વિશ્વાસે, ખન્નાને ગેંગરેપની ઘટના વિષે જાણ કરાઈ હોવા વિષે પૂછતાં કંઈ કહેવાનો ઈન્કાર કર્યો હતો.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved