Last Update : 23-December-2012, Sunday

 

પાકિસ્તાનની ટીમ ૨૬મીએ અમદાવાદ આવી જશે
ભારત અને પાકિસ્તાન ટ્વેન્ટી-૨૦નો ચાહકોમાં બેતાબીથી ઈંતેજાર

ટિકિટોનું વેચાણ યોગ્ય રીતે થાય તેવી ચાહકોની માંગ ઃ મોટેભાગે ૨૪મીથી થશે

અમદાવાદ, શનિવાર
પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે બે ટ્વેન્ટી-૨૦ અને ત્રણ વન ડેની શ્રેણી રમવા આવી પહોંચી હતી. બેંગલોરમાં ૨૫ ડિસેમ્બરે અને અમદાવાદમાં ૨૮ ડિસેમ્બરે તેઓ અનુક્રમે ટ્વેન્ટી-૨૦ રમશે. પાકિસ્તાનની ટીમ ૨૬ ડિસેમ્બરે બપોરે અમદાવાદમાં આવી પહોંચનાર છે.પાકિસ્તાન ભારતની ભૂમિ પર અરસપરસ જ રમતા હોય તેવું પાંચ વર્ષ પછી બની રહ્યું હોઇ ક્રિકેટ ચાહકો ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની શરમજનક હાર ભૂલી ગયા છે.
આમ પણ ટ્વેન્ટી-૨૦નું ફોરમેટ ચાહકોમાં અતિ પ્રિય હોઇ ઈંગ્લેન્ડ સામે રમાયેલી બે ટ્વેન્ટી-૨૦માં પણ ભારે રસ જોવા મળ્યો હતો.
હવે પાકિસ્તાન સામેની ટ્વેન્ટી-૨૦ હોય પછી તો પૂછવું જ શું? અમદાવાદની ટ્વેન્ટી-૨૦ને હવે છ દિવસની જ વાર છે ત્યારે ચાહકો ભાજપના વિજયને નજીકનો ભૂતકાળ માનીને ટ્વેન્ટી-૨૦ની ઈંતેજારીમાં જ ડુબી ગયા છે.
અમદાવાદની ટ્વેન્ટી-૨૦ની ટિકિટોના વેચાણની મોટેભાગે જાહેરાત ૨૪ ડિસેમ્બરથી થવાની છે તે ચાહકો જાણતા નહીં હોઇ અત્યારથી જ ચાહકો મીડિયાના કાર્યાલય પર ફોન કરવા માંડયા છે. ઘણા છેક મોટેરા સ્ટેડિયમ સુધી ધક્કો ખાય છે.
આ વખતે રૃા. ૨૫૦થી માંડી રૃા. ૫૦૦૦ની ટિકિટ રાખવામાં આવી છે. જોકે અગાઉ ગયા વર્ષે વર્લ્ડકપની ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે તેમજ અગાઉ અમદાવાદમાં આઈપીએલની મેચો રમાતી હતી ત્યારે નામ પુરતી જ ગણતરીની મિનિટો ટિકિટ કાઉન્ટર ખુલ્લા રહેતા હોઇ ચાહકો ભારે રોષે ભરાયા હતા. થોડીઘણી સસ્તી ટિકિટો બલ્કમાં વેચી નાંખીને કાળાબજાર થતા હોય છે. અપર, લોઅર પેવેલિયનની ટિકિટ તો વેચાવા જ જાણે નીકાળાતી ના હોય તેવી ફરિયાદ થઇ હતી.
ચાહકો આ વખતે એવી આશા રાખે છે કે ગુજરાત ક્રિકેટ એસોસિએશન વિશેષ નજર રાખીને તમામ સ્ટેન્ડની ટિકિટોનું વેચાણ પારદર્શક રીતે થાય તેમ આયોજન કરે.
ભારત અને પાકિસ્તાન ટ્વેન્ટી-૨૦ હોઇ તેમજ સાંજે ૫થી ૮.૩૦ સુધીમાં જ મેચ પૂરી થઇ જવાની હોઇ ચાહકો તેને 'મેગા હિટ' બનાવશે તે તો નક્કી જ છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved