Last Update : 23-December-2012, Sunday

 

સગીર કામવાળી પર અત્યાચારના કેસમાં અભિનેત્રી હુમા ખાનને જેલની સજા

કામવાળીની દીકરીને જાણ બહાર પુણે લઈ જઈ અભિનેત્રીએ આઠેક મહિના ત્રાસ ગુજાર્યાનું પુરવાર

(પીટીઆઈ) થાણે,તા.૨૨
પુણેમાં ઘરકામ માટે આવતી કિશોર વયની છોકરીની મારપીટ અને ત્રાસ આપવાના કેસમાં કોર્ટે થોડો સમય ફિલ્મોમાં નાની-મોટી ભૂમિકા ભજવી ચૂકેલી ચરિત્ર અભિનેત્રી હુમાખાનને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે.
વર્ષ ૨૦૦૭માં પોતાની કામવાળીની ૧૨ વર્ષની પુત્રીનું અપહરણ કરવા અને આઠેક મહિના સુધી તેના પર ત્રાસ ગુજારવાના મામલે એડિશનલ સેશન્સ જજ એ.વાગ્વાસેએ ૪૨ વર્ષની હુમાખાનને દોષીત ઠેરવી સજા ફટકારી હતી. ઉપરાંત હુમા ખાનને ૧૨ હજાર રૃપિયાનો દંડ પણ કર્યો હતો.
વર્ષ ૨૦૦૮માં આ મામલે પોલીસે હુમાખાન ઉપરાંત શમિઉદ્દિન શેખ નામના એક આરોપીની ધરપકડ પણ કરી હતી, શેખે આ કિશોરી પર કેટલીક વાર બળાત્કાર કર્યાનો આક્ષેપ પણ થયો હતો. જો કે, અપૂરતા પૂરાવાના કારણે કોર્ટે શેખને આરોપ મુક્ત કર્યો હતો.
અતિરિક્ત સરકારી વકીલ હેમલતા દેશમુખે ખાનને મહત્તમ સજાની માગ કરી હતી.
વર્ષ ૨૦૦૭માં નેપાળી નાગરિક રેશમા હુમા ખાનના મીરા રોડ ખાતેના ઘરે ઘરકામ કરતી હતી. જૂન, ૨૦૦૭માં ખાન પુણેના ઉંદરી ખાતે કૈલાશ કંચન એપાર્ટમેન્ટ ખાતે રહેવા ગઈ હતી, શેખ પણ ત્યાંજ રહેતો હતો.
ખાન રેશમાને જાણ કર્યા વગર જ તેની બાર વર્ષની કિશોર વયની પુત્રીને પુણે લઈ ગઈ હતી. પુણેમાં આ છોકરીને મારપીટ કરીને ગજા ઉપરાંત ઘરકામ કરાવાતું હતું અને દર મહિને ખાન રેશમાને દોઢ હજાર રૃપિયા આ કામ બદલ મોકલાવતી હતી.
હુમા ખાને ૮૦ના દાયકાના અંતથી ૯૦ના દાયકાની શરૃઆતમાં દસેક વર્ષ સુધી ફિલ્મોમાં નસીબ અજમાવવાનો પ્રયત્ન કર્યો હતો. સલમાન ખાન અભિનીત ફિલ્મ 'મૈને પ્યાર કિયા'માં દુધવાળીની ભૂમિકાથી થોડી જાણીતી થયેલી ખાને વીસ જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ ફિલ્મોમાં પગ ન જમાવી શકેલી હુમાખાન બાદમાં પુણેમાં શેખના પડોસમાં રહેવા ગઈ હતી, જ્યાં આ છોકરીને આઠેક મહિના ગોંધી રાખી મારપીટ કરી ગજા ઉપરાંત ઘરકામ કરાવાતું હતું. આ આરોપ સાબીત થતાં હુમા ખાનને ત્રણ વર્ષની કેદ અનેે ૧૨ હજાર રૃપિયાનો દંડ ફટકારાયો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved