Last Update : 23-December-2012, Sunday

 

વાંદરામાં ચોંકાવનારી ઘટનામાં
કોલેજિયને કોલેજમાં જ ગર્લફ્રેન્ડને ચાકૂથી જખમી કર્યા બાદ આત્મહત્યા કરી

બન્ને વચ્ચે પ્રેમ પ્રકરણની ચર્ચા પણ પોલીસ ફ્રેન્ડશિપ હોવાનું કહે છે ઃ યુવતીએ સંબંધ તોડી નાંખતાં યુવકે કરેલું કૃત્ય

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૨૨
વાંદરા (પૂર્વ)માં આવેલી એક કોલેજમાં કથિત પ્રેમ પ્રકરણને પગલે ૨૧ વર્ષીય યુવકે તેની સાથે જ ભણતી ૨૧ વર્ષીય યુવતી પર ચાકૂનાં આઠથી નવ વાર કરીને ગંભીરપણે જખમી કરી નાંખી હતી. ત્યારબાદ પોતે પણ પેટમાં ચાકૂ મારીને આત્મહત્યા કરી લેતા કોલેજમાં સનસનાટી સાથે આતંક ફેલાઇ ગયો હતો. હાલમાં આ યુવતી ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં સારવાર લઇ રહી છે.
વાંદરા (પૂર્વ)ની ખેરવાડી સ્થિત ચેતના કોલેજમાં આજે સવારે ૮.૩૦ વાગ્યે બનેલા આ હીચકારા બનાવમાં નિખીલ બનકરે પાયલ બલસારા પર ચાકૂ વડે હુમલો કરીને તેને જખમી કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.
ખેરવાડી પોલીસ સ્ટેશનનાં સિનીયર પી.આઇ એ.એસ ચવાણે 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે નિખીલ અને પાયલ ચેતના કોલેજમાં બીએએમએસનાં ત્રીજા વર્ષમાં એક જ ક્લાસમાં ભણતા હતા. બન્ને વચ્ચે સારી મિત્રતા હતી પરંતુ પાયલ નિખીલ સાથે ફ્રેન્ડશીપ રાખવા માંગતી ન હતી. આથી નિખીલ ચાકૂ લઇને જ કોલેજ આવ્યો હતો.
પાયલ ત્રીજે માળે આવેલા તેના ક્લાસમાં તેની અન્ય ત્રણ બહેનપણી સાથે સીડી ચઢી રહી હતી ત્યારે જ નિખીલ ચાકૂ સાથે અહીં ધસી આવ્યો હતો અને તેની પર ચાકૂનાં ૮થી ૯ વાર કરતા તે ગંભીરપણે જખમી થઇને દાદરામાં જ ઢળી પડી હતી. બીજીતરફ નિખીલે પણ તેના પેટમાં ચાકૂના વાર કરતા તે પણ લોહીલુહાણ થઇને ફસડાઇ પડયો હતો. આ બનાવને પગલે અહીં દોડધામ સાથે ગભરાટ ફેલાઇ ગયો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું. સારવાર અર્થે બન્નેને ગુરુનાનક હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં બપોરે બે વાગ્યે નિખીલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
પોલીસે બન્ને વચ્ચે મિત્રતા હોવાનું જણાવ્યું છે પરંતુ સૂત્રોનું કહેવું છે કે બન્ને વચ્ચે પ્રેમસંબંધ હતા. પરંતુ કોઇ કારણસર પાયલે નિખીલ સાથે સંબંધ તોડી નાંખ્યા હતાં.
બન્નેનાં સંબંધને પગલે કોલેજ અને પોલીસ સ્ટેશનમાં પણ તેમનું કાઉન્સિલિંગ કરાયું હતું, એમ સૂત્રોએ વધુમાં કહ્યું હતું.
પાયલ મીરારોડની રહેવાસી છે તેના પિતા બિઝનેસમેન છે. પરંતુ તે તેના કાલીનામાં રહેતા મામા સાથે રહેતી હતી જેથી કોલેજ જવામાં સગવડ રહે. જ્યારે નિખીલ વાંદરામાં જ રહેતો હતો. તેના પિતા સેલ્સટેક્સ ઓફિસર છે, એમ પોલીસે કહ્યું હતું.
ખેરવાડી પોલીસ આ અંગે ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved