Last Update : 23-December-2012, Sunday

 

સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર કેસના આરોપી
વણઝારાને જાન જોખમમાં લાગે છે ઃ તળોજા જેલમાં ગુજરાતમાં ખસેડવાની માગણી

પોતાને 'ઝેડ' સુરક્ષાકવચ આપવાના સુપ્રીમના આદેશનું પાલન નહિ કરાતું હોવાનો પણ આક્ષેપ

મુંબઈ,તા.૨૨
સોહરાબુદ્દીનના બનાવટી એન્કાઉન્ટર કેસમાં જેમની સામે મુંબઈમાં કામ ચલાવાઈ રહ્યું છે તે ગુજરાતની ત્રાસવાદ-વિરોધી ટુકડી (એ.ટી.એસ. સ્કવોડ)ના ભૂતપૂર્વ ડી.આઈ.જી. ડી.જી. વણઝારાએ પોતાનો જાન જોખમમાં હોવાનંુ જણાવ્યું છે.
નવી મુંબઈની તળોજા જેલમાં પોતાની સલામતી અપૂરતી હોવાના મુદ્દે વણઝારાએ ખસેડવાની માગણી કરતી અરજી એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ.એ. ખાનની કોર્ટમાં કરી હતી.
સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ગયા સપ્ટેમ્બરમાં સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની સુનાવણી મુંબઈની કોર્ટમાં ટ્રાન્સફર કરાતાં 'ઝેડ' શ્રેણીની સુરક્ષા મેળવનારા વણઝારાને તળોજા જેલમાં ખસેડવામાં આવ્યા હતા.
વણઝારાના જણાવ્યા મુજબ ગુપ્તચરોના અહેવાલોએ તેમના જાન સામે ખતરો હોવાની હકીકતને સમર્થન આપ્યું હોવા છતાં તેમને એવી જેલમાં રખાયા હતા, જેમાં ગુજરાત અને માલેગાંવના બોમ્બવિસ્ફોટના ઘણાબધા શંકાસ્પદ આરોપીઓ અને અંધારી આલમના ગેન્ગસ્ટરો ઉપરાંત ઈન્ડિયન મુજાહિદ્દીનના સભ્યોને પણ રખાયા છે.
વણઝારાના વકીલ વી.ડી. ગજ્જરે કહ્યંુ હતું કે તેમનો અસીલ સાદીક જમાલ અને ઈશરત જહાંના એન્કાઉન્ટર કેસમાં પણ આરોપી હોવાથી તેને કદાચ ગુજરાતમાં જવું પડશે. શુક્રવારની સુનાવણી અનિર્ણાયક રહી હોવાથી આગામી સુનાવણી ચોથી જાન્યુઆરીએ રખાઈ છે.
ગુજરાત સરકારે પણ સલામતીના મુદ્દે વણઝારાને ત્યાંની કોઈપણ જેલમાં ખસેડવા માટે કોર્ટ સમક્ષ અરજી કરી છે.
વણઝારાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે તેમને અલગ અને એકાંત કોટડીમાં રખાયા છતાં 'ઝેડ' સુરક્ષાકવચ પૂરું પાડવાના કોર્ટના આદેશનું પાલન કરાતું નથી. સલામતીની ઉણપ વિશે ગયા નવેમ્બરમાં જેલરને પત્ર લખ્યા છતાં તેમની સલામતી વધારાઈ નહિ હોવાની ફરિયાદ પણ વણઝારાએ કરી હતી.
વણઝારાએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે તેમને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસની સુનાવણીના સંદર્ભમાં જ્યારે અમદાવાદ જવા માટે સલામતીની જરૃરત મુજબ અંગરક્ષક તથા વાહન પૂરાં પાડવા માટે જેલરને વિનંતી કરી ત્યારે તેમને પૂરાત સલામતી-કવચ વગર અને નિશ્ચિત રેલવે રિઝર્વેશન વગર જવાનું કહેવામાં આવ્યું હતું. આવા સંજોગોમાં પોતે અમદાવાદ જઈ શકે તેમ નહિ હોવાથી તેમને ગુજરાતની કોર્ટ સમક્ષ પોતાને બાકાત રાખવાની અરજી કરવી પડી હતી.
જો કે સીબીઆઈના સરકારી વકીલ એજાઝ ખાન અને સહાયક વકીલ અભિષેક અરોરાએ કહ્યું હતું કે વણઝારાને પૂરતી સલામતી પૂરી પડાઈ હતી અને જેલના અધિકારીઓએ જેલમાં તેની સલામતી અંગે તકેદારી રાખી હતી.
વણઝારા અને બીજા આરોપી અધિકારીઓ રાજકુમાર પંડિયન અને એમ.એન. દિનેશે કોર્ટને વિનંતી કરી છે કે તેઓ આગામી સુનાવણી દરમિયાન વ્યક્તિગત અરજીઓ રજૂ કરશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved