Last Update : 23-December-2012, Sunday

 

મ્યાનમારના રાષ્ટ્રપતિ રત્નાગિરિમાં કિંગ થિબોની કબરની મુલાકાતે ગયા

અંગ્રેજોએ બર્માના છેલ્લા રાજાને દેશનિકાલ કર્યા બાદ તેઓ રત્નાગિરિમાં મૃત્યુ પામ્યા હતા

(પી.ટી.આઇ.) મુંબઇ, તા.૨૨
મ્યાનમારના રાષ્ટ્રપતિ થેઇન સેઇને આજે મહારાષ્ટ્રના કોંકણના દરિયા કિનારે રત્નાગીરીમાં આવેલી મ્યાનમારના છેલ્લા રાજાની કબરની મુલાકાત લીધી હતી. એક શતાબ્દી અગાઉ મ્યાનમારના છેલ્લા રાજા 'કિંગ થિબો' દેશનિકાલ બાદ રત્નાગીરીમાં નિર્વાસિત તરીકે રહ્યા ંહતાં.
રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, ''ગઇકાલે સાંજે મુંબઇ આવેલાં મ્યાનમારના રાષ્ટ્રપતિ આજે સવારે રત્નાગીરી પહોંચ્યા હતાં અને આ કબરની મુલાકાતે ગયાં હતાં.'' બપોરબાદ મુંબઇ પરત ફર્યા બાદ તુરંત જ તેઓ સ્વદેશ રવાના થયાં હતાં.
બ્રિટિશ કોલોનિયલ ફોર્સિસના હાથે પરાભવ બાદ વર્ષ ૧૮૮૫માં 'કિંગ થિબો'નો દેશનિકાલ થયાં બાદ તેમણે પરિવાર સાથે રત્નાગિરીમાં આશરો લીધો હતો અને તેમના મોત બાદ ત્યાં જ દફનાવાયા હતાં. થિબોની હાર સાથે જ થર્ડ એંગ્લો- બર્મીસ વોરમાં રાજાશાહીનો અંત આવ્યો હતો અને તે વખતે મ્યાનમારના બર્માના નામે ઓળખાતું હતું, તે રાષ્ટ્ર છેક વર્ષ ૧૯૪૮ સુધી બ્રિટિશ એમ્પાયરના શાસન હેઠળ રહ્યું હતું.
દેશનિકાલ સાથે અંગ્રેજોએ થિબો અને તેમના પત્ની રાણી સુપાયલતને જરૃરી માણસો અને કાર ઉપરાંત વૈભવી રહેઠાણ આપ્યું હતું પરંતુ તેઓને ઘરની બહાર નીકળવા દેવાયા નહોતાં.
'થિબો પેલેસ' આજે પણ રત્નાગીરીમાં છે. જો કે, રાજાની એક દિકરી એવી વ્યક્તિ સાથે ભાગી ગઇ હતી જે તેમને પસંદ નહોતી, તેથી રાજાને હૃદયરોગનો હૂમલો આવ્યો હતો અને વર્ષ ૧૯૧૬માં ૫૭ વર્ષની વયે જ થિબોનું મોત થયું હતું.
રાજાના મોત બાદ તેના કેટલાંક પરિવારજનો મ્યાનમારના પરત ચાલ્યાં ગયાં હતા અને કેટલાંક ભારતમાં જ રહી ગયાં હતાં. વધુ એક યોગાનુયોગ પણ અંગ્રેજ કામનો એ છે કે, ભારતના છેલ્લા મોગલ બાદશાહ બહાદુરશાહ ઝફરને અંગ્રેજ સરકારે દેશનિકાલ કરી તે વખતના બર્મા (બ્રહ્મદેશ)ના રંગૂન- મોકલી આપ્યાં હતાં અને વર્ષ ૧૮૬૨માં તેમના મોત બાદ ત્યાં જ દફનાવાયા હતાં.
વડા પ્રધાન મનમોહન સિંહ આ વર્ષની શરૃઆતમાં મ્યાંમરની મુલાકાતે ગયાં હતાં ત્યારે બહાદુર શાહ ઝફરની કબરની મુલાકાતે ગયાં હતાં.
રત્નીગીરીની બે કલાકની મુલાકાત દરમિયાન મ્યાનમારના રાષ્ટ્રપતિ સરકારી આરામગૃહમાં તેમના સ્વર્ગિય રાજાનાં વંશજોને પણ મળ્યાં હતાં. રત્નાગીરીના એક અધિકારીએ કહ્યું હતું કે, ''આ મુલાકાતમાં રાષ્ટ્રપતિ ભાવુક બન્યા હતાં અને તેમના ખબર પુછી મ્યાનમારની મુલાકાતે આવવાનું આમંત્રણ આપ્યું હતું.''
બાદમાં તેઓ મુંબઇ પરત આવી બપોરે એક વાગ્યે સ્વદેશ પરત જવા રવાના થયાં હતાં.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved