Last Update : 23-December-2012, Sunday

 

ગુજરાતમાં એક દિવસમાં ત્રણ બળાત્કારના કિસ્સા

દિલ્હીના બળાત્કારનો વાઇરસ રાજ્યમાં

 

 

હાલોલમાં બે વર્ષની માસૂમ બાળા ઉપર, દાહોેદમાં ટીનેજર ઉપર ખેતરમાં, ભરૃચમાં ચાલુવાનમાં વિદ્યાર્થીની ઉપર બળાત્કાર

અમદાવાદ, શનિવાર
દિલ્હીમાં બળાત્કારનો ચેપ જાણે ગુજરાતમાં લાગ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં એક જ દિવસમાં ત્રણ બળાત્કારના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જેમાં પંચમહાલ જિલ્લાના ગોધરાના હાલોલમાં બે વર્ષની બાળા પર નેપાળના નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો તેમજ દાહોદ જિલ્લાના અભલોડ ગામમાં ટીનેજર ઉપર ખેતરમાં બળાત્કાર ગુજાર્યા બાદ તેણીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગેની જાણ થતાં અમદાવાદ આવેલા માતા-પિતા વતન આવીનો નરાધમ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઉપરાંત ભરૃચ ખાતે એક વિદ્યાર્થીની ટયુશન જતી હતી ત્યારે વાનના ચાલકે ઉપર તેણીની ઉપર વાનમાં જ બળાત્કાર ગુજાર્યો હતો.
ઉપરાંત ગોેધરાની એક પ્રાથમિક શાળામાં ધોરણ -૫માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર ચાલું ક્લાસે છેડતી કરવાના બનાવના પગલે સમગ્ર પંથકમાંં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ પંચમહાલ જિલ્લાના હાલોેલ ખાતે મૂળ નેપાળનાં જ એક પરિવારને ત્યાં કેશવ જોશી નામનો નેપાળી યુવક વીરપુર ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. તે મહેમાન તરીકે રોકાવા આવ્યો હતો. ગુરુવારે મોડી રાત્રે બાળકીને ઉપાડીને નિર્જન વિસ્તારમાં લઇ ગયો હતો ત્યાં પેન્ટથી બાળકીનાં હાથ-પગ બાંધી દીધા હતા અને પ્રથમ તેેણીની પર પાશવી બળાત્કારનોે પ્રયાસ કર્યો હતો બાદમાં સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કર્યુ હતું. આ અંગે પોલીસ આરોપી સામે બળાત્કારનો ગુનોં નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય એક બનાવમાં દાહોજ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં ખેતરમાં ટીનેજર કામ કરતી હતી. ત્યારે એકલતાનો લાભ ઉઠાવીને બાજુના ગામ મુલબારમાં રહેતા દિનેશે તેણીની ઉપર સંભોગ કર્યો હતો.
ઉપરાંત ભરૃચમાં રહેતી એક વિદ્યાર્થીની પાંચ બત્તી વિસ્તારમાં ટયુશન ક્લાસીસમાં જતી હતી ત્યારે મક્તમપુરામાં રહેતા મારૃતી વાન ચાલક કિરીટ કનુંભાઇ મિસ્ત્રીએ વિદ્યાર્થીની ઉપર બળાત્કાર ગુજાર્યો હોેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જો કે આ બનાવ માર્ચ મહિનામાં બન્યોે હતો પરંતુ આ હિચકારી ઘટનાની માતા પિતાને તાજેતરમાં જાણ થતાં અંતે આજે ફરિયાદ નોંધવી છે.
ગોધરા જિલ્લાનાં લૂણાવાડા તાલુકાનાં ખારોલ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ક્લાસમાં અભ્યાસ કરતી હતી ત્યારે એક યુવકે વિદ્યાર્થિનીનો હાથ પકડીને ક્લાસમાંથી બહાર લઇ ગયો હતો અને તેનાં પપ્પા બોલાવે છે એમ કહી અડપલા કર્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થિની તેનાં ઘરે ગઇ અને પિતાને આ અંગે ફરિયાદ કરતાં ગુસ્સે ભરાયેલા પિતાએ આવું દુષ્કૃત્ય કરનાર નરાધમ યુવકને શોધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ન મળતા પિતાએ આ અજાણ્યા નરાધમ યુવક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી અને પોલીસે આ યુવકની શોધ-ખોળ હાથ ધરી છે.

વડોદરાની ટિનેેજરને બે સંતાનોની માતા બનાવી
વડોદરા, તા.૨૨
ટીનેજરને બે સંતાનોની માતા બનાવવાનો ચોંકાવનારો કિસ્સો વડોદરામાં પ્રકાશમાં આવ્યો છે, જેને કારણે ચકચાર મચી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર આઠ વર્ષ પૂવે ટીનેજરને ભગાડી જનાર રીક્ષા ડ્રાયવરની મકરપુરા પોલીસે ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો છે. આ અંગેની વિગત એવી છે કે, રીક્ષા ડ્રાયવીંગ કરતો આસીફ શેખ (ઉ.વ.૩૦) આઠ વર્ષ પૂર્વે સગીર વયની કિશોરીને ભગાડી ગયો હતો. સગીરા પુખ્ય થતાં બંન્નેએ નિકાહ કરી લીધો હતો. આઠ વર્ષના દાપત્યજીવન દરમિયાન બે સંતાનોના પણ જન્મ થયા છે.પરંતુ, આઠ વર્ષ પૂર્વે જ્યારે આસીફ સગીરાને બગાડી ગયો તે સમયે તેના પિતાએ મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં આસીફની ધરપકડ બાકી હોઇ મકરપુરા પોલીસે આસીફને પકડયો હતો. મૂળ ફરિયાદમાં પોલીસે બળાત્કારની કલમનો ઉમેરો કર્યો હતો. આસીફને જેલમાં મોકલી અપાયો છે. જેલમાંથી મુક્ત થવા માટે આસીફે સેશન્સ કોર્ટમાં જામીન અરજી મુકી છે. જેની વધુ સુનવણી આગામી ૨૪મી તારીખ પર મુલત્વી રાખવામાં આવી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved