Last Update : 23-December-2012, Sunday

 

દિલ્હી ગેંગરેપનો ભોગ બનેલી
યુવતીએ નિર્ભીકપણે મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યું

યુવતી અને તેના મિત્રના નિવેદન સરખા ઃ તત્કાલ ન્યાયની માંગ કરી

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૨
દિલ્હીમાં પ્રબળ જીજીવિષા સાથે જીવન-મરણનો જંગ લડી રહેલી ગેંગરેપનો ભોગ બનેલી યુવતીએ મેજીસ્ટ્રેટ (એસ.ડી.એમ.) સમક્ષ પોતાનું નિવેદન નિડરપણે આપ્યું હતું. યુવતીના પુરૃષ મિત્રે આપેલા નિવેદન અને તેના નિવેદનમાં સામ્ય હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. યુવતીના પુરૃષ મિત્રે પણ સામનો કરવા અને યુવતીને બચાવવા પ્રયાસ કરતા બળાત્કારીઓએ તેને પણ મારીને ચાલુ બસમાંથી બન્નેને ફેંકી દીધા હતા. યુવતીએ પોતાના નિવેદનમાં, પોતાની સાથે અભદ્ર ઘાતકી વર્તાવ કરનારાઓને તત્કાલ ન્યાય સમક્ષ લાવવા માંગ કરી હતી.
આ સંદર્ભે દક્ષિણ દિલ્હીના નાયબ પોલીસ વડા છાયા શર્માએ જણાવ્યું હતું કે અમે યુવતીના માબાપના સતત સંપર્કમાં છીએ. તેની હાલત સ્થિર છે અને તેણે સબ-ડિવિઝનલ મેજીસ્ટ્રેટ સમક્ષ તેનું નિવેદન નોંધાવી દીધું છે. તે હવે સ્વતંત્રપણે શ્વાસ લઇ રહી છે. તેણે ખૂબ હિંમત સાથે પોતાનું નિવેદન આપ્યું હતું. જે તેના પુરૃષ મિત્રે અમને આપેલા નિવેદન જેવું જ હતું. આ નિવેદન અમારા માટે ખૂબ જ મહત્વનું સાબિત થશે કેમકે તેની મદદથી અમે આરોપીઓ સામે નક્કર પગલા લઇ શકીશું.
યુવતી પર સફદરજંગ હોસ્પિટલ ખાતે કેટલાક ઓપરેશન કરીને ડોકટરો તેને બચાવી લેવા સતત પ્રયત્ન કરી રહ્યા છે. યુવતિ પણ ભાનમાં આવી ગઇ છે. છેલ્લા બેએક દિવસથી તે પોતાની રીતે શ્વાસોશ્વાસ લઇ શકતી હોવાને કારણે વેન્ટિલેટર હટાવી લેવાયું છે. જોકે હજી તે આઇ.સી.યુ.માં જ સારવાર હેઠળ છે. ગત રવિવારે રાત્રે તેને સફદરજંગ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

 

ગયા રવિવારે દિલ્હીમાં બળાત્કારનો ભોગ બનેલ
૨૩ વર્ષીય પીડિતાની સ્થિતિમાં સુધારો થયો ઃ ડોકટરો
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૨
ગયા રવિવારે નવી દિલ્હીમાં ચાલુ બસમાં બળાત્કારનો ભોગ બનેલી ૨૩ વર્ષીય યુવતીની સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે અને તે માનસિક રીતે અગાઉથી વધુ સ્વસ્થ અને ભવિષ્ય અંગે વધુ આશાવાદી દેખાઇ રહી છે.
યુવતીએ વાતચીત કરી ઃ પાણી અને સફરજનનું જ્યુસ પીધુ
સફદરગંજ હોસ્પિટલમાં પીડિતાની સારવાર કરી રહેલા ડો. વર્માએ એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું કે પીડિતા વેન્ટીલેટર વગર શ્વાસ લઇ શકે છે અને તેના મોટા ભાગનાં રિપોર્ટ સામાન્ય આવ્યા છે.
હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. બી. ડી. અથાનીએ જણાવ્યું હતું કે ગઇકાલ કરતાં આજે તેની સ્થિતિ સારી છે. તેણે આજે પાણી અને સફરજનનું જયુસ પીધુ હતું. ગઇકાલે તેના ડબ્લ્યુબીસી(વ્હાઇટ બ્લડ સેલ) ૧૫૦૦ હતાં જે આજે વધીને ૨૬૦૦ થયા હતાં.
ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેણે આજે વાતચીત કરી હતી. તેના પ્લેટેલેટની સંખ્યામાં ઘટાડો થયો છે તથા બિલિરૃબીનમાં ગઇકાલની સરખામણીમાં વધારો થયો છે. ગઇકાલે બિલિરૃબીન ૫.૧ હતું જે આજે વધીને ૫.૯ થતાં ડોક્ટરોની ચિંતા વધી ગઇ છે. કારણકે તેનાથી લિવરની કાર્યક્ષમતા પર અસર થઇ શકે છે.
ડોક્ટરે જણાવ્યું હતું કે ટોટલ લિમ્ફોસાઇટ કાઉન્ટ(ટીએલસી)માં ઘટાડો થયો છે જેનો અર્થ થાય છે કે તેના શરીરમાં ઇન્ફેક્શન થવાનો ખતરો છે.
રવિવારની ઘટના પછી તેની માનસિક સ્થિતિની સમીક્ષા કરવા આજે પ્રથમ વખત પીડિતાને મનોચિકિત્સક સમક્ષ લાવવામાં આવી હતી. હોસ્પિટલના મનોચિકિત્સક ડો. કુલદીપ કુમારે જણાવ્યું હતું કે યુવતી માનસિક રીતે સંતુલિત દેખાઇ રહી છે. તે હિંમતવાળી છે અને ભવિષ્ય અંગે તેનું વલણ સકારાત્મક છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved