Last Update : 23-December-2012, Sunday

 

ઇન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધી આંદોલનકારીઓની અભૂતપૂર્વ સુનામી ઃ મોડીરાત્રે ઘરની બહાર
સોનિયાને પ્રદર્શનકારીઓને મળવા આવવું પડયું

ગેંગરેપ સામે પ્રજાનો આક્રોશ ઃ રાષ્ટ્રપતિ ભવન સામે લોકો ઉપર ટીઅરગેસ, પાણીનો મારો



નવીદિલ્હી, તા.૨૨
પાટનગર દિલ્હીમાં ગેગરેપ વિરોધી પ્રદર્શનકારીઓના અભૂતપૂર્વ અને પ્રચંડ આક્રોશ વધી ગયો હતો. સોનિયા ગાંધીના નિવાસસ્થાન બહાર પણ પ્રદર્શનકારીઓએ ઘેરો ઘાલ્યો હતો. મોડી રાત્રે આ આક્રોશને પગલે સોનિયા ગાંધીને નિવાસસ્થાનમાંથી બહાર આવી પ્રદર્શનકારીઓને મળવાની ફરજ પડી હતી. તેમણે પ્રદર્શનકારીઓને ફરીથી સવારે મુલાકાત આપવાનું વચન આપ્યું હતું. દિલ્હી ગેંગરેપનો ભોગ બનેલી યુવતિ માટે ન્યાયની માંગણી કરી રહેલા પ્રદર્શનકારો પાટનગર દિલ્હીના રાઈસીના હિલ ખાતે પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરતા પોલીસે ટીયરગેસ તેમજ વોટર કેનનનો મારો ચલાવ્યો હતો.
પ્રદર્શનકારો યુવતી માટે યોગ્ય ન્યાયની માંગણી કરી રહ્યાં હતા. પોલીસના અનેક પ્રયત્નો છતાં યુવાનો રાયસીના હિલ ખાતેથી ખસ્યા ન હતા. સમગ્ર દિવસ દરમ્યાન ઘરણા, પ્રદર્શન અને બેરીકેડ ફગાવીને વડાપ્રધાન કાર્યાલય અને રાષ્ટ્રપતિ ભવન તરફ આગળ વધવાનો પ્રયાસ સતત ચાલુ રાખ્યો હતા સરકાર તેમજ પોલીસની નિષ્ક્રિયતા સંદર્ભે યુવાનો અને યુવતિઓ છેલ્લા બે દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ રાષ્ટ્રપતિ ભવન તરફ સરઘસાકારે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને વિખેરવા માટે ટીયરગેસના કેટલાક શેલ છોડયા હતા અને વોટર કેનનનો મારો ચલાવ્યો હતો. પોલીસે ટોળાને વિખેરવા ટીયર ગેસના ૧૨૫થી વધુ સેલ છોડયા હતા. જોકે જનરલ વી.કે. સિંહના વડપણ હેઠળ આગળ વધી રહેલા યુવાનોનો જુસ્સો તોડવામાં પોલીસને સફળતા મળી નહતી. સેનાના નિવૃત્ત વડા વી.કે. સિંહ ઈન્ડિયા ગેટ ખાતે યુવાનોને મળ્યા હતા. તેમણે પોતાના પ્રવચન દરમ્યાન સંપૂર્ણ વ્યવસ્થા પ્રણાલી ભાંગી પડી હોવાનો અને ચાલુ બસમાં થયેલા બળાત્કારના બનાવને વખોડયો હતા યુવાન પોલીસના કલહમાં ૩૦ યુવાન, યુવતી તેમજ એક ટ્રાફીક પોલીસ ઘવાયા હતા. યુવાનોએ બેરીકેડ ખસેડીને આગળ ધપવા પ્રયાસ કર્યો હતો. યુવાનોએ નોર્થ-સાઉથ બ્લોક તેમજ તેની આસપાસનો વિસ્તાર ખાલી કરવા ઈન્કાર કરી દીધો હતો. યુવાનો સુત્રોચ્ચાર કરતા પોતાના સ્થળ પર જ બેસી ગયા હતા. પોલીસે રેપીડ એક્શન ફોર્સ (આર.એ.એફ.)ના જવાનોને હાજર રાખીને સ્થિતિ વણસે નહી તે માટે પ્રયાસો હાથ ધર્યા હતા.યુવાનોના પ્રયાસો સામે પોલીસ કુમકમાં વધારો કરી દેવાયો હતો. દિવસ દરમ્યાન ચાર વખત વોટર કેનનનો મારો ચલાવાયો હતો. લાઠીચાર્જ અને ટીયરગેસના શેલનો મારો ચલાવાયો હતો. સામા પક્ષે યુવાનોએ પથ્થર મારો અને પોલીસ સામે સંઘર્ષ કરતા ૩૦ જેટલા દેખાવકારો તેમજ કેટલાક પોલીસ ઘવાયા હતા. તેમ છતાં મોડી સાંજ સુધી યુવાનો ખસ્યા ન હતા. લોકોનો રોષ જોતા વડાપ્રધાને ગૃહપ્રધાન સુશિલ કુમાર શિંદેને તેમના નિવાસ સ્થાને બોલાવીને મહિલાના રક્ષણ માટે યોગ્ય પગલા ભરવા જણાવ્યું હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved