Last Update : 23-December-2012, Sunday

 

 

હાઇટેક યુગમાં મંત્રીઓ પણ શુકન-અપશુકનમાં માને છે
ગુજરાતના મંત્રી નિવાસસ્થાનોમાં ૧૩ નંબરનો બંગલો જ નથી !

મોદી બંગલા નં.૧માં રહેતા નથી, બંગલા નં.૨૬માં રહે છે બંગલા નં.૧માં રહે તેણે સત્તા છોડવી પડયાનો ઇતિહાસ

અમદાવાદ, શનિવાર
૨૧મી સદીનાં હાઇટેક યુગમાં પણ ગુજરાતનાં મંત્રીઓ પણ શુકન-અપશુકન માને છે. ગાંધીનગર ખાતે જે મંત્રીઓનાં બંગલા આવેલા છે, જેને મંત્રીઓનું નિવાસસ્થાન કહે છે ત્યાં બંગલા નં.૧૩ જ નથી. કેમકે ૧૩નાં આંકને અપશુકનિયાળ માનવામાં આવે છે. ઉપરાંત, ક્યા નંબરનાં બંગલામાં રહેવું તે અંગે પણ શુકન-અપશુકન માનવામાં આવે છે. જેમકે બંગલા નં.૨૬માં રહેતા મંત્રી, મુખ્યમંત્રી બની જાય છે અને બંગલા નં.૧માં રહેનાર મુખ્યમંત્રીને ગાદી ગુમાવવાનો સમય આવે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગરમાં આવેલા મંત્રીઓનાં નિવાસસ્થાનમાં બંગલા નં.૧૧, બંગલા નં.૧૨ પછી બંગલા નં.૧૩ આવવો જોઇએ તેને બદલે બંગલા નં.૧૨ પછી બંગલા નં.૧૨-એ આવે છે અને પછી તરત જ બંગલા નં.૧૪ આવી જાય છે.
સાથે જ બંગલા નંબર અંગેની રસપ્રદ વિગતો જોઇએ તો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ બંગલા નં.૧માં નથી રહેતા. આ બંગલો મુખ્યમંત્રી તરીકે તેમને ફાળવાયેલો અધિકૃત બંગલો છે અને તેને બદલે તેઓ બંગલા નં.૨૬માં રહે છે. જોકે, બંગલા નં.૧ પણ તેઓની પાસે જ છે, જે માત્ર મુલાકાતીઓને મળવા માટે છે.
બંગલા નંબર અંગનો ઇતિહાસ એવો છે કે વર્ષ-૧૯૮૫માં માધવસિંહ સોલંકી હતા ત્યારે તેમની બાજુમાં બંગલા નં.૨૬માં અમરસિંહ ચૌધરી રહેતા હતા. તે સમયે અનામત આંદોલનમાં માધવસિંહે સત્તા છોડવી પડી હતી અને અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી બન્યા હતા.
જ્યારે વર્ષ-૧૯૯૦માં ચીમનભાઇ પટેલ મુખ્યમંત્રી હતા અને બંગલા નં.૧માં રહેતા હતા ત્યારે બાજુમાં બંગલા નં.૨૬માં છબીલદાસ મહેતા રહેતા. વર્ષ-૧૯૯૪માં ચીમનભાઇનું નિધન થયું અને છબીલદાસ મહેતા મુખ્યમંત્રી બન્યા હતા અને તેમણે બંગલો નહોતો બદલ્યો.
વર્ષ-૧૯૯૫માં કેશુભાઇ પટેલ અને સુરેશભાઇ મહેતા આ જ રીતે આજુ-બાજુમાં રહેતા અને ત્યારે બંગલા નં.૨૬માં રહેતા સુરેશ મહેતા મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ-૧૯૯૮માં ફરીથી કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે બંગલા નં.૧ને બદલે બંગલા નં.૨૬માં રહેવાનું રાખ્યું. ત્યારબાદ નરેન્દ્ર મોદીએ કેશુભાઇનો આ ક્રમ તો જાળવી રાખ્યો સાથે બંગલા નં.૧ પણ પોતાની પાસે રાખ્યો છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved