Last Update : 23-December-2012, Sunday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૩-૧૨-૨૦૧૨, રવિવાર
માગશર સુદ અગિયારસ (સ્માર્ત) - ગીતા જયંતી-જૈન
મૌની એકાદશી
રાહુ તુલામાં સાંજના ૭ ક. ૩૦ મિ.થી
કર્ક, વૃશ્ચિક, મીન રાશિને રાહુની પ્રતિકૂળતા-પીડા

 

દિવસના ચોઘડિયા ઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા ઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૯ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૨ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૭ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૫ મિ.
નવકારસી સમય (અ) ૮ ક. ૦૭ મિ. (સૂ) ૮ ક. ૦૨ મિ. (મું) ૭ ક. ૫૭ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની મેષ (અ.લ.ઈ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ અશ્વિની બપોરના ૨ ક. ૪૫ મિ. સુધી પછી ભરણી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-ધન, મંગળ-મકર, બુધ-વૃશ્ચિક, ગુરુ-વૃષભ, શુક્ર-વૃશ્ચિક, શનિ-તુલા, રાહુ-તુલા ૧૯ ક. ૩૦ મિ.થી, કેતુ-મેષ ૧૯ ક. ૩૦ મિ.થી, હર્ષલ(યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-મેષ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૯ ક્રોધી સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સં. જૈનવીર સંવત ઃ ૨૫૩૯ ઉત્તરાયણ શિશિરૠતુ, રાષ્ટ્રીય દિનાંક ઃ પો/૨
માસ-તિથિ-વાર ઃ માગશર સુદ અગિયારસને રવિવાર
- મોક્ષદા એકાદશી સ્માર્ત
- ગીતા જયંતી (શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા જયંતી)
- જૈન મૌની એકાદશી
- રાહુ તુલા રાશિમાં સાંજના ૭ ક. ૩૦ મિ.થી.
- કેતુ મેષ રાશિમાં સાંજના ૭ ક. ૩૦ મિ.થી.
- કર્ક (ડ.હ.), વૃશ્ચિક (ન.ય.), મીન (દ.ચ.ઝ.થ.) રાશિની વ્યક્તિ, પેઢી-દુકાન, ઓફિસને, રાજકીય પક્ષને રાહુની પ્રતિકૂળ અસરો ૧૮ મહિના સુધી રહે.
- જૂનાગઢ, વ્રજરાયજીનો ઉત્સવ.
- ખેતીનો નાશ? ઘોર દુર્ભિક્ષ? વરસાદ થાય!
મુસલમાની હિજરીસન ઃ ૧૪૩૪ સફર માસનો ૯ રોજ
પારસી શહેનશાહી વર્ષ ઃ ૧૩૮૨ અમરદાદ માસનો ૮ રોજ દએપદઆદર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજ સાંજથી આપ અઢાર મહિને આઠમા રાહુના બંધનમાંથી મુક્ત થશો પરંતુ આજનો દિવસ આપે ભક્તિપૂજામાં રહી, શાંતિથી પસાર કરી લેવો.

 

વૃષભ ઃ આજનો દિવસ માનસિક તણાવ-ચંિતાનો રહે. ઉતાવળ, ઉશ્કેરાટ-ગુસ્સો કર્યા વગર શાંતિથી પસાર કરવો. પેટ, કમરમાં દર્દપીડા જણાય.

 

મિથુન ઃ વાણીમાં મીઠાશ ને વ્યવહારમાં નમ્રતા રાખવી. સંતાનના વિદ્યા ભણતર, વિવાહ લગ્નના પ્રશ્નમાં ચંિતા રહે. નોકરી-ધંધામાં ઉચાટ રહે.

 

કર્ક ઃ આજથી આપ શનિની નાની પનોતીની સાથે સાથે ચોથા રાહુના બંધનમાં આવો છો તેથી આગામી સમયમાં આપની મુશ્કેલીઓ વધતી જાય.

 

સંિહ ઃ અઢાર મહિને આજે આપ ચોથા રાહુના બંધનમાંથી મુક્ત થશો તેથી હવે આપના કામ એક પછી એક ઉકેલાતા જાય.

 

કન્યા ઃ શનિની ઉતરતી પનોતીની સાથે આજથી રાહુનું પરિભ્રમણ શરૂ થતાં આગામી સમય પ્રતિકૂળતાઓ રહે. કુટુંબના વડીલ વર્ગને બિમારીથી તકલીફ થાય.

 

તુલા ઃ આપની રાશિમાં શનિ-રાહુનું પરિભ્રમણ માનસિક વ્યગ્રતા-અશાંતિ રખાવે. શારીરિક-માનસિક-આર્થીક પ્રશ્ને, નોકરી ધંધાના પ્રશ્ને ચંિતા રહે.

 

વૃશ્ચિક ઃ આજે રાહુ આપની રાશિમાંથી તુલા રાશિમાં પરિભ્રમણ શરૂ કરતાં બારમા રાહુના બંધનમાં તેમજ પનોતીના ચક્કરમાં તકલીફો ભોગવતા જાવ.

 

ધન ઃ અઢાર મહિને આજ સાંજથી આપ બારમા રાહુના બંધનમાંથી મુક્ત થવાના કારણે હવે આગામી સમય આપના માટે સાનુકૂળ થતો જાય.

 

મકર ઃ આજથી શનિની સાથે રાહુનું પરિભ્રમણ શરૂ થતાં અવાર નવાર નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં આરોહ-અવરોહની પરિસ્થિતિ જણાય.

 

કુંભ ઃ શનિ-રાહુનું પરિભ્રમણ તમારા ભાગ્યોદય પ્રગતિમાં રૂકાવટ રખાવે. નોકરી ધંધાના કે અન્ય કાર્યક્ષેત્રમાં જોખમી નિર્ણય કરવા નહીં.

 

મીન ઃ આજથી આપ અઢાર મહિના માટે આઠમા રાહુના બંધનમાં આવ્યો છો. શનિની નાની પનોતી લોખંડના પાયે છે તેથી તન-મન-ધનથી સંભાળવું પડશે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૩-૧૨-૨૦૧૨, રવિવાર

આજથી શરૂ થતા આપના જન્મવર્ષ દરમ્યાન સાંસારીક પ્રશ્નમાં, વિવાહ-લગ્ન-મિત્રતાના પ્રશ્નમાં પ્રેમ-લાગણીના સંબંધમાં આરોહ-અવરોહની પરિસ્થિતિ અનુભવાય. તે સિવાય જાહેર સંસ્થાકીય કામમાં, સંબંધ-વ્યવહારમાં આપે હરિફવર્ગ, ઈર્ષા કરનારનો સામનો કરવો પડે. તે સિવાય...

 

* નોકરી-ધંધામાં વર્ષ પ્રગતિ-સફળતાનું રહે. આટલી મહેનત સાર્થક થતી જણાય. તેમાં પણ જેમના જન્મના ગ્રહયોગ બળવાન હશે તેમને આકસ્મિક ન ધારેલી સફળતા પ્રાપ્ત થાય, ફાયદો-લાભ થાય.

 

* આરોગ્ય સુખાકારી સારી રહેવાથી તમે સ્ફૂર્તિ, તાજગી-સ્વસ્થતાથી તમારા રોજીંદા કામમાં ઘ્યાન આપી શકો. વઘુ પ્રગતિ માટે મહેનત કરી શકો. યુવાન વર્ગને મહેનતનું શુભ ફળ મળે.

 

* કૌટુંબીક ચંિતા રહે. વડીલવર્ગને બિમારી-ચંિતા આવી જાય. સાસરીપક્ષમાં ચંિતા-વિવાદ-બિમારીથી શાંતિ જણાય નહીં.

 

* સ્ત્રીવર્ગને પતિની ચંિતા રહે. પરંતુ પતિ, સંતાનની પ્રગતિ-સુખ સમૃઘ્ધિમાં વધારો થાય.

 

* વિદ્યાર્થીવર્ગને કારકિર્દીના ઘડતર-ભણતર માટેનું વર્ષ રહે.

 

સુપ્રભાતમ્

- દેહધારી સર્વ પ્રાણીઓને ધનની અને જીવનની આશા ઘણી પ્રબળ હોય છે, વૃદ્ધને મન તરૂણ પત્ની તો પ્રાણથી પણ વધારે હોય છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લીલી પોતાના દોસ્ત લલ્લુ સાથે ઘરે પહોંચી. લલ્લુને જોઈને લીલીની મમ્મી ચંપા પ્રશ્નાર્થ ભાવે જોઈ રહી એટલે લીલી બોલી, ‘‘મારો દોસ્ત છે, લલ્લુ !’’
‘‘દીકરી’’, મમ્મી ચંપા બોલી, ‘‘મેં પણ દુનિયા જોઈ છે, ચાર લીટર પેટ્રોલ બાળીને બાઈક ઉપર તને લઈ આવનાર ફક્ત દોસ્ત નથી હોતો.’’

[Top]
 

આજ ની રેસીપી

ટૂર પર સાથે લઈ જવાય એવો નાસ્તો

ચટાકેદાર ભેળપુરી

 

સામગ્રી ઃ ૧૦૦ ગ્રામ મમરા, ૧૦૦ ગ્રામ પૌંઆ, ૫૦ ગ્રામ સીંગદાણા, ૫૦ ગ્રામ દાળિયા, ૧૦૦ ગ્રામ ઝીણી સેવ.

 

પાપડી માટેની સામગ્રી ઃ ૧ કપ રવો, ૧ ચમચો મેંદો, ૧/૨ ચમચી મીઠું, ૧ ચમચો મોણ માટે રિફાઈન્ડ તેલ, ચપટી બેકંિગ પાઉડર, પાપડી તળવા માટે તેલ.

 

મસાલાની સામગ્રી ઃ ૧ ચમચો રિફાઈન્ડ તેલ,૧ ચમચો ચાટ મસાલો, ૧ ચમચી રાઈ, ૮-૧૦ મીઠા લીમડાનાં પાન, ૩ સૂકાં લાલ મરચાં, ચપટી હંિગ, ૧/૨ ચમચી હળદર, મીઠું સ્વાદ મુજબ.

 

રીત ઃ પાપડીનો લોટ બાંધીને ૧૫ મિનિટ રાખી મૂકો. પછી તેની નાની નાની પાપડી વણી તળી લો. હવે આ જ તેલમાં સીંગદાણા પણ તળી લો. તેલમાં ચપટી હળદર નાંખીને પૌંઆ પણ તળી લો.
હવે એક મોટી કડાઈમાં એક ચમચો રિફાઈન્ડ તેલ ગરમ કરો. તેમાં રોઈ અને હંિગ તતડાવી લીમડાનાં પાન અને સૂકાં લાલ મરચાં નાખો. પછી તેમાં હળદર અને મમરા નાખીને એક મિનિટ સુધી હલાવો જેથી હળદર મમરામાં મિક્સ થઈ જાય. તેમાં પૌંઆ, સીંગદાણા, ઝીણી સેવ અને દળિયા મિક્સ કરી મીઠું અને ચાટ મસાલો નાખો. બધી વસ્તુઓ ઠંડી પડે એટલે તેમાં પાપડી મિક્સ કરીને એરટાઈટ ડબ્બામાં ભરી દો અને પ્રવાસમાં સાથે લઈ જાવ.
આ તમે એમ ને એમ પણ ખાઈ શકો છો અથવા જો ઇચ્છા હોય તો સમારેલી ડુંગળી અને ચટણી મિક્સ કરીને ભેળપૂરી બનાવીને પણ ખાઈ શકો છો. ચટણી ઘણી દિવસ સુધી સારી રહે છે. તે સૂકી તથા ભીની બન્ને રીતે બનાવી શકાય છે.

 

સૂકી ચટણી ઃ ૧ વાટકી દળેલી ખાંડમાં ૧/૨ વાટકી આમચૂર પાઉડર મિક્સ કરો. પછી તેમાં ૧ ચમચી મરી પાઉડર ૧ ચમચી મરચું મિક્સ કરીને એક ડબ્બામાં ભરી દો. જ્યારે ઇચ્છા થાય ત્યારે આ સૂકી ચટણીને પાણીમાં ધોળીને સૂકી ભેળમાં નાખી ભેળપૂરીનો આનંદ ઉઠાવો.
ભીના ચટણી માટેની સામગ્રી ઃ ૧૦૦ ગ્રામ ઠળિયા વગરની ખજૂર, ૫૦ ગ્રામ આમલી, ૧૦૦ ગ્રામ ગોળ, ૧ ચમચી સંચળ, ૧ ચમચી સફેદ મરચું, ૧/૨ ચમચી સૂંઠનો પાઉડર, ૧ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી મરચું.

 

રીત ઃ ખજૂર તથા આમલીને સાફ કરી બે ગ્લાસ પાણીમાં પાંચ મિનિટ બાફો. મિશ્રણ ઠંડુ પડે એટલે હેન્ડ મિકસરથી ક્રશ કરી ચાળણીમાં ગાળી લો. હવે ગોળમાં થોડું પાણી નાખી ઉકાળો. ગાળીને ખજૂર-આમલીના મિશ્રણમાં મિક્સ કરી દો. તેને ફરી ગેસ પર મૂકી બધા મસાલા નાખો અને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. જો ગળપણ ઓછું લાગતું હોય તો થોડી ખાંડ નાખો. આ ચટણી એક બોટલમાં ભરીને પ્રવાસમાં સાથે લઈ જાવ અને જ્યારે પણ ભેળપૂરી ખાવાની ઇચ્છા થાય ત્યારે ચટણી નાખીને ખાવ.

[Top]
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved