Last Update : 22-December-2012, Saturday

 

‘ઘરનું ઘર’વાળા જ ઘરભેગા!

- મન્નુ શેખચલ્લી


કોંગ્રેસની તો ‘દશા’ બગડી ગઈ!
મતદારોએ એમને ઘરેભેગા થવાની ‘દિશા’ બતાડી દીધી!
જે ‘ઘરનું ઘર’ વહેંચવા નીકળ્યા હતા એ જ બિચારા ‘ઘરભેગા’ થઈ ગયા!
* * *
એમનો ઈરાદો તો ગામડે ગામડે મફત ‘પ્લોટ’ વહેંચવાનો હતો, પણ આ તો ગાંધીનગરમાં જે મફતિયા ‘પ્લોટ’ મળશે એમાં જ સંતોષ માનવો પડશે...
* * *
સપનાં તો ‘લૅપ-ટોપ’ આપવાનાં બતાડ્યાં હતાં પણ હવે કોના ‘લૅપ’ (ખોળા)માં માથું નાંખીને રડશે?
* * *
અર્જુન મોઢવાડિયા, શક્તિસંિહ ગોહિલ અને સિઘ્ધાર્થ પટેલ... આ ત્રણ જે કોંગ્રેસ માટે ‘ઘરના માણસ’ જેવા હતા એ બિચારાને જ ‘ઘેર બેસવાનો’ વારો આવ્યો!
અને પેલા ‘પારકા ઘરવાળા’ શંકરસંિહ? એ હવે ‘ઘરધણી’ થઈ જવાના!
* * *
નરહરિ અમીને બહુ મોકાના ટાઈમે ભાજપ જોડે હાથ મિલાવી લીધા! એ જ વખતે કોંગ્રેસે સમજી લેવાની જરૂર હતી કે ‘ઘર ફૂટ્યે ઘર જાય!’
* * *
અમે તો પહેલેથી જ કહેતા હતા કે આ ઘરનું ઘર બનાવવામાં કંઈ માલ નથી. ખરેખરો માલ તો ‘ઘરજમાઈ’ બનવામાં છે! બોલો, ખોટી વાત છે?
* * *
પહેલાં કહેવત હતી કે ‘ઘેર ઘેર માટીના ચૂલા’
પણ હવે કોંગ્રેસીઓની કહેવત છે કે ‘‘યાર, ચૂલામાં ગયું ઘરનું ઘર!’’
* * *
જુની કહેવત ઃ ‘‘નિશાળમાંથી નીસરી જવું પાધરું ઘેર’’
નવી કહેવત ઃ ‘‘મતગણતરીમાંથી નીસરી જવું પાધરું ઘેર!’’
* * *
પણ અમદાવાદના ભવ્ય કોંગ્રેસ કાર્યાલયના બિલ્ડીંગ પાછળ જે ‘ઘરના ઘર’નું સેમ્પલ હાઉસ બનાવ્યું છે એનું હવે શું કરવાનું? કેટલાંક સૂચન...
- કોઈ ‘આમ આદમી’ને રહેવા આપી દો, નહંિતર ક્યાંક પેલી ‘આમ આદમી પાર્ટી’વાળા જ એમાં ધૂસી જશે!
- એ સેમ્પલ હાઉસને ૨૦૧૨ની ગમખ્વાર ઘટનાના ‘સ્મારક’ તરીકે સાચવી રાખવામાં આવે!
- જોકે ભવિષ્યનાં કોંગ્રેસ હાઉસના નેતાઓને ‘હેરિટેજ’ (વારસા)માં પણ આપી શકાય!
- બાકી, ગઈકાલે છપાયેલા ફોટામાં તમે જોયું જ છે... થોડા વાંદરાઓ તપાસ કરવા આવ્યા હતા! એમને આપી દેવું છે? (કમ સે કમ નરહરિ અમીનની જેમ કૂદકો મારીને ભાગી તો નહિ જાય!)
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

ફેસબુક વોલ નક્કી કરશે તમારા ઇન્ટરવ્યુનો કોલ
સ્તન-પ્રદર્શનને બદલે પગ-પ્રદર્શનની ફેશન
પગરખાંની પરખમાં સાવચેતી રાખો
'જિમ'વગર ફિટ એન્ડ ફાઇન ફિગર
સૂકી ત્વચાને સુંવાળી રાખતાં પ્રસાધનો
 

Gujarat Samachar glamour

હું બગડેલો નવાબ નથીઃ સૈફ
હું પાક્કી પંજાબી છુંઃ ઈશા
મારી પસંદ શાહરૃખ જઃ અસિન
સલમાને દીપિકાને 'કિક' આપી
અર્જુન-ચિત્રાંગદાની ફિલ્મના પ્રમોશન માટે કોન્ડમ કંપનીની લોભામણી ઓફર
લગ્નનો કોઈ ઈરાદો નથીઃ જેક્લિન
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved