Last Update : 22-December-2012, Saturday

 

પરિણામો પછી

 
 


ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં લાગલગાટ ત્રીજી વાર નરેન્દ્ર મોદીની અને સતત પાંચમી વાર ભાજપની જીત થઇ. સત્તાધારી પક્ષવિરોધી લાગણીનું પરિબળ રાજકારણમાં સામાન્ય ગણાય છે, પરંતુ મુખ્ય મંત્રી એ પરિબળને, કોંગ્રેસની અસરકારક સહાયથી, ખાળી શક્યા. કોંગ્રેસની બેઠકસંખ્યામાં મામુલી વધારો થયો, પણ રાજકીય પ્રભાવ અને મોદીને હંફાવવાની વાસ્તવિક તક સાવ ગુમાવી દેવા બદલ તેનાં કદ-વજન મોટા પાયે ઘટ્યાં. તેની વિભાજિત નેતાગીરીમાંથી અર્જુન મોઢવાડિયા, શક્તિસંિહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલ જેવા ત્રણ અગ્રણીઓ પોતાના જૂના મતવિસ્તારોમાંથી ચૂંટણી પણ જીતી શક્યા નહીં, તે હકીકત કોંગ્રેસની વાસ્તવિક સ્થિતિ અને તેની નેતાગીરી વિશે ઘણું કહી જાય છે. હવેની વિધાનસભામાં વિરોધ પક્ષની પાટલીઓ પર આ ત્રણમાંથી કોઇ નહીં હોય, ત્યારે કોંગ્રેસના અગ્રણી તરીકે એક માત્ર શંકરસંિહ વાઘેલા જોવા મળશે. ભલે બે બેઠક સાથે પણ ગુજરાત પરિવર્તન પક્ષના કેશુભાઇ પટેલ પણ ભાજપની સામેની પાટલીએ જોવા મળશે. દૂરથી આ વિધાનસભાનું દર્શન કરતાં શું દેખાશે? એ જ કે ભાજપના એક વર્તમાન મુખ્ય મંત્રી સામે એક ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને બીજા ભૂતપૂર્વ અગ્રણી બિરાજમાન છે. આ પરિણામો પછી, કેસરિયો રંગ તને લાગ્યો, એવું નવી ગુજરાત વિધાનસભાને કહેવું હોય તો કહી શકાય.
લાગલગાટ ત્રીજી ચૂંટણી જીતવી એ કોઇ પણ નેતા માટે મોટી સિદ્ધિ કહેવાય. ભાજપમાં મોદી આ સિદ્ધિ મેળવનારા પહેલા નેતા છે. કોંગ્રેસમાં નજીકના ભૂતકાળમાં શીલા દીક્ષિત આ સિદ્ધિ મેળવી ચૂક્યાં છે. એટલે, જીતેલા ઉમેદવારને સર્વાંગસંપૂર્ણ અને બત્રીસ લક્ષણા ગણાવવા માટે આતુર એવાં વિશ્વ્લેષણો અને સમીક્ષાઓ વાંચતી વખતે સાવધાની રાખવાની જરૂર છે. મુખ્ય મંત્રી મોદી પોતે આ વિજયથી ખુશ છે, પણ હવામાં નથી. કારણ કે તેમના માટે આ જીત હવે પછી કરવાની આકરી મહેનતની શરૂઆત છે. આ જીત પછી તેમણે રાજ ભોગવવાનું નથી, પણ દિલ્હીમાં લડવા માટેની તૈયારી કરવાની છે. મુખ્ય મંત્રી સહિત સૌ જાણે છે કે તેમની લડાઇ સૌથી પહેલાં તેમના પક્ષની નેતાગીરી સાથે રહેશે. ગુજરાતની જીત અને ૧૧૫ બેઠકોને કારણે મોદીને રાહત મળી હોય તો એ વાતની કે પક્ષમાં તેમની સામે થનારો વિરોધ આ પરિણામોથી ઘણી હદે કાપી શકાશે. પક્ષનાં આંતરિક સમીકરણો ઘ્યાનમાં રાખીને જ અરુણ જેટલી જેવા નેતાએ મોદીની ત્રીજી જીતને બદલે, ગુજરાતમાં ભાજપની સતત પાંચમી જીતને આગળ કરવાનું વધારે પસંદ કર્યું હતું. ગુજરાતમાં પ્રચાર વખતે મુખ્ય મંત્રી મોદીએ અગાઉના ભાજપકાળને ભુલાવીને ફક્ત પોતાનાં ૧૧ વર્ષની જ વાત કરી હતી. જેટલીએ મોદીના વડાપ્રધાનપદ વિશેના પ્રશ્નોના જવાબ ટાળવા માટે તેમની જીતને બદલે ભાજપના જીતના સિલસિલાને વધારે મહત્ત્વ આપ્યું.
મોદીએ પોતાનું વિજય પ્રવચન હંિદીમાં આપીને પોતાની જીત કેરળથી કાશ્મીર સુધીના લોકોની હોવાનું જણાવ્યું. તેમના સમર્થકોને આ વાત સાંભળીને શેર લોહી ચડે, પણ તેમાં રહેલી દેખીતી અતિશયોક્તિ અને મહત્ત્વાકાંક્ષા વાસ્તવિકતાથી દૂર હોવાનું, કોઇ પણ સ્વસ્થ વ્યક્તિ સમજી શકે. ગુજરાત મોડેલને દેશભરમાં લાગુ કરવાના તેમના ઉત્સાહમાં કેન્દ્રસ્થાને ‘વિકાસ’ નહીં, પણ પોતાનું ‘કેપ્ટનપદ’ છે, એ સમજવા અસામાન્ય બુદ્ધિની જરૂર નથી. આ ચૂંટણીથી કમ સે કમ ભાજપમાં ૨૦૧૪ની ચૂંટણીના કેપ્ટન તરીકે તેમનું સ્થાન મજબૂત બન્યું છે. અલબત્ત, એક્ઝિટ પોલનાં પરિણામ પ્રમાણે જો તેમને ૧૩૦થી વઘુ બેઠકો મળી હોત તો ભાજપની બાકીની નેતાગીરીને ભોંય ભારે પડી ગઇ હોત. કારણ કે આંતરિક વિરોધને સાંખી ન લેવાની મોદીની ખાસિયતથી એ સૌ પરિચિત છે.
લાગલગાટ ત્રીજા વિજયને મોદી-મેજિક કરતાં કોંગ્રેસનો પરાજય કહેવાનું વઘુ યોગ્ય જણાય છે. આ વખતે કોઇ મેજિક કામ કરતો ન હતો. મુખ્ય મંત્રીએ છેલ્લા દિવસ સુધી આકરી મહેનત કરી હતી અને પોતાની છબીથી વિપરીત જઇને અનેક પ્રકારનાં સમાધાન કરવાં પડ્યાં હતાં. કારણ કે તેમની સામેનો ચણભણાટ આ વખતે સૌથી વધારે હતો. પરંતુ કોંગ્રેસ આ તકનો લાભ લઇ ન શકી. આંતરકલહમાં અને કેન્દ્રસ્તરેથી થતા દોરીસંચારમાં રાજ્યસ્તરે પક્ષની કોઇ અસરકારક વ્યૂહરચના કે એક ચહેરો પ્રગટી શક્યાં નહીં. કોંગ્રેસની ઘરનું ઘર સહિતની યોજનાઓને મળેલો પ્રતિસાદ જોતાં શરૂઆતમાં ઉત્સાહવર્ધક કોંગ્રેસમાં ઉત્સાહનું વાતાવરણ પેદા થયું હતું, પરંતુ ચૂંટણી આગળ વધતી ગઇ તેમ મુખ્ય મંત્રી પાસે કોઇ સબળ અને મતદારોનું ઘુ્રવીકરણ થાય એવો મુદ્દો ન હોવા છતાં, કોંગ્રેસ પ્રત્યેનો અભાવ ઘણે અંશે કામ કરી ગયો. મોદીમેજિક હોત તો તેમના પાંચ મંત્રીઓ ને ભાજપના પ્રમુખ હાર્યા ન હોત. પરંતુ આ ચૂંટણીમાં કોંગ્રેસ મોદીના શાસનનો અસરકારક વિકલ્પ આપી શકી નહીં. પરંપરાગત રીતે કોંગ્રેસના ગણાતા મતદારોનું પણ કોંગ્રેસની નબળી નેતાગીરીથી ભ્રમનિરસન થઇ ગયું હોવાથી, મજબૂત લડત આપવાની પૂરતી તક હોવા છતાં, કોંગ્રેસે એ તક ગુમાવી દીધી અને મોદીને લાગલગાટ ત્રીજો વિજય ભેટ આપ્યો.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ફેસબુક વોલ નક્કી કરશે તમારા ઇન્ટરવ્યુનો કોલ
સ્તન-પ્રદર્શનને બદલે પગ-પ્રદર્શનની ફેશન
પગરખાંની પરખમાં સાવચેતી રાખો
'જિમ'વગર ફિટ એન્ડ ફાઇન ફિગર
સૂકી ત્વચાને સુંવાળી રાખતાં પ્રસાધનો
 

Gujarat Samachar glamour

હું બગડેલો નવાબ નથીઃ સૈફ
હું પાક્કી પંજાબી છુંઃ ઈશા
મારી પસંદ શાહરૃખ જઃ અસિન
સલમાને દીપિકાને 'કિક' આપી
અર્જુન-ચિત્રાંગદાની ફિલ્મના પ્રમોશન માટે કોન્ડમ કંપનીની લોભામણી ઓફર
લગ્નનો કોઈ ઈરાદો નથીઃ જેક્લિન
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved