Last Update : 22-December-2012, Saturday

 

સૂકી ત્વચાને સુંવાળી રાખતાં પ્રસાધનો

- મેકઅપ કરતા પહેલા એક્સફોલિએશન કરવાથી ત્વચા પરના મૃત કોષો દૂર થાય છે. એક્સફોલિએશન કર્યા પછી તરત જ વિટામીન 'સી'યુક્ત મોઈશ્ચરાઈઝર લગાવો.

શિયાળાની સુકી આબોહવા ત્વચાની શત્રુ મનાય છે. તેમાંય મૂળભૂત રીતે શુષ્ક ત્વચા ધરાવતી માનુનીઓ તો આ મોસમમાં ચામડીને સુંવાળી રાખવા રીતસર ઝઝુમે છે. જોકે સૌંદર્ય નિષ્ણાતો કહે છે કે નાની નાની બાબતોની કાળજી લઈને તમે માત્ર ત્વચાને સુંવાળી જ નથી રાખી શકતા પણ યોગ્ય સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરીને મેકઅપ પણ કરી શકો છો.
તમારી ત્વચાને સારા ક્લિન્ઝરથી ક્લિન કરો. અઠવાડિયામાં એક વખત સ્ક્રબિંગ કરો. એક્સફોલિએશન કરવાથી ત્વચા પરના મૃત કોષો દૂર થાય છે. એક્સફોલિએશન કર્યા પછી તરત જ વિટામીન 'સી' યુક્ત મોઈશ્ચરાઈઝર લગાવો.
જો તમે મેકઅપ કરવા માગતા હો તો આટલી ટ્રીટમેન્ટ કર્યા પછી મેકઅપ લગાવો. અલબત્ત, મોઈશ્ચરાઈઝરને પાંચેક મિનિટ સુધી ચહેરા પર રહેવા દો. તે ત્વચામાં સારી રીતે શોષાઈ જાય પછી જ મેકઅપ એપ્લાય કરો.
શુષ્ક ત્વચા માટે ઓઈલ-બેઝ્ડ ફાઉન્ડેશનનો ઉપયોગ કરો. વોટર-બેઝડ ફાઉન્ડેશન કે પાવડર કોમ્પેક્ટ વાપરવાનું ટાળો. આઈ-શેડો અને બ્લશર પણ ક્રીમી જ વાપરો.
ત્વચા સુકાઈ જવાને કારણે આંખ નીચેના કુંડાળા અને નેણના ખૂણા પાસેની ત્વચામાં ઝડપથી કરચલી દેખાય છે. આ સ્થિતિ ટાળવા સ્કિન હાઈડ્રેટ કરે એવી સારી ગુણવત્તા ધરાવતી અંડર-આઈ ક્રીમ વાપરો.
રાત્રે સુતી વખતે હળવાં મેક-અપ રિમુવર અથવા ક્રીમી ક્લિનઝરથી મેકઅપ દૂર કરો.
ત્વચાની જેમ વાળની સંભાળ માટે નિયમિત રીતે હૂંફાળા નાળિયેર તેલથી વાળમાં મસાજ કરો. શેમ્પૂ અને કંડિશનર સારી ગુણવત્તાના જ વાપરો. ઠંડીના દિવસોમાં કેશને બ્લો ડ્રાય કરવાનું ટાળો. તડકામાં બહાર જાઓ તો માથા ઉપર સ્કાર્ફ બાંધી રાખો.
ત્વચાને સુંવાળી રાખવા બાહ્ય સારવાર જેટલી જ જરૃરી છે આંતરિક સંભાળ. રોજના આઠ ગ્લાસ પાણી પીઓ. ફળો, ફળોના રસ, બદામ, અખરોટ જેવાં તૈલીય સુકા મેવા ત્વચાને શુષ્ક થતાં બચાવે છે. મેકઅપ કરતા પહેલા ચહેરાને સાફ કરવો જરૃરી છે જેથી ચહેરા પર રહેલા અન્ય તત્વોનો નાશ પામે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ફેસબુક વોલ નક્કી કરશે તમારા ઇન્ટરવ્યુનો કોલ
સ્તન-પ્રદર્શનને બદલે પગ-પ્રદર્શનની ફેશન
પગરખાંની પરખમાં સાવચેતી રાખો
'જિમ'વગર ફિટ એન્ડ ફાઇન ફિગર
સૂકી ત્વચાને સુંવાળી રાખતાં પ્રસાધનો
 

Gujarat Samachar glamour

હું બગડેલો નવાબ નથીઃ સૈફ
હું પાક્કી પંજાબી છુંઃ ઈશા
મારી પસંદ શાહરૃખ જઃ અસિન
સલમાને દીપિકાને 'કિક' આપી
અર્જુન-ચિત્રાંગદાની ફિલ્મના પ્રમોશન માટે કોન્ડમ કંપનીની લોભામણી ઓફર
લગ્નનો કોઈ ઈરાદો નથીઃ જેક્લિન
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved