Last Update : 22-December-2012, Saturday

 

ફેસબુક વોલ નક્કી કરશે તમારા ઇન્ટરવ્યુનો કોલ

- કંપનીઓ હવે સોશ્યલ નેટવર્કિંગ દ્વારા પ્રોફાઇલ પરથી વ્યક્તિત્વ વિશ જાણી લે છે. શું લાઇક કર્યું છે અને કઈ કોમેન્ટ કરી છે એ આધારે લાયકાત નક્કી કરવામાં આવે છે.

ફેસબુક કોઈ વ્યક્તિને કેટલી હદ સુધીની અસર કરી શકે એ પ્રશ્નના અનેક સંદર્ભ અને જવાબ મેળવી શકાય. એમાં પણ ફેસબુકની સવાર-સાંજ 'સાધના' કરનારા વિશેની ઘણીખરી જાણકારી તેને ઓળખતા ન હો તો પણ પ્રોફાઇલ અને વોલ પરથી મેળવી શકાય છે. ફેસબુક જેવી વેબસાઇટ તમને પ્રોફાઇલ સિક્યોર કરવાના ઘણા વિકલ્પ આપે છે, પણ એનો ઉચિત ઉપયોગ કરતા હજી આપણે નથી શીખ્યા. કદાચ એનો જ ઉપયોગ એક નહીં તો બીજી રીતે થઈ રહ્યો છે. અમદાવાદ હવે કોર્પોરેટ કલ્ચર માટે ધમધમતું ક્ષેત્ર બની ગયું છે.
પહેલો ફાયદો તો શહેરીજનોને જ મળે એ ચોક્કસ છે. અમદાવાદમાં ભણતર ક્ષેત્રે પણ છેલ્લા અમુક વર્ષમાં અનેકગણો વિકાસ થયો છે. ટોચની સંસ્થાઓ ઉપરાંત નવા સાહસના વિદ્યાર્થીઓ પણ હરીફાઈમાં યોગદાન આપી રહ્યા છે. જોકે કોપોેરેટ ઉપરાંત અન્ય કંપનીઓ હવે નોકરી મેળવવા ઇચ્છુક વ્યક્તિ વિશેની યોગ્ય જાણકારી મેળવવામાં માને છે.
સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ હવે એક વિશેષ માધ્યમ તરીકે કામ કરે છે. રિઝ્યુમ કે સી.વી.માં જે જાણકારી આપવામાં આવતી હોય છે એના ઉપરાંત પણ વ્યક્તિત્વ વિશેની તમામ જાણકારી ફેસબુક પ્રોફાઇલ અને વોલ પરથી મળી રહે છે. એક નવા અભ્યાસ મુજબ ૯૦ ટકાથી વધુ પ્રમાણમાં કંપનીઓ તમારી પ્રોફાઇલ ચેક કરીને જ ઇન્ટરવ્યુ માટે બોલાવે છે. તમે કંપનીની નોકરી મેળવવા માટે કેટલા લાયક છો એની જાણકારી ફેસબુક પ્રોફાઇલ પરથી તેઓ મેળવી જ લેતા હોય છે. એમાં તમારા સ્ટેટસ, શું શેર કર્યું છે, તસવીરો, ફેસબુકમાં કેટલા સક્રિય છો, શું 'લાઇક' કર્યું છે અને કઈ પ્રકારની 'કોમેન્ટ' કરી છે એ તમામના આધારે લાયકાત નક્કી કરવામાં આવે છે.
આ અભ્યાસ મુજબ જો તમે કોમેન્ટ આપવામાં ખૂબ જ નકારાત્મક કે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હોય, જ્યાં નોકરી કરતા હતા એના વિશેની કોઈ અપમાનજનક ટિપ્પણી કરી હોય અથવા અંગત તસવીરો પણ બેરોકટોક ફેસબુક પર શેર કરી હોય તો તમને ઇન્ટરવ્યુનો કોલ આવવાની શક્યતા લગભગ નહીંવત થાય છે. આ ઉપરાંત કોઈ સામાજિક મુદ્દે તમારો વ્યક્તિગત અભિપ્રાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અપમાનજનક હોય તો પણ એ નુકસાનકારક ગણાય છે.
ફેસબુક પર તમે કઈ પ્રકારના પેજને લાઇક કર્યા છે અને કેવા શોખ ધરાવો છો એની પણ જાણકારી કંપનીઓ નોંધે છે. ફેસબુક પ્રોફાઇલના આધારે જ ૫૦ ટકા જેટલા કેન્ડિડેટને ના મોકલી દેવામાં આવે છે એમ પણ આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું. ફેસબુક ઉપરાંત કંપનીઓ ટ્વિટર, ગુગલ પ્લસ, લિન્ક્ડઇન, ઇન્સ્ટાગ્રામ અને ફ્લિકર જેવા સોશ્યલ મિડિયાનો પણ ઉપયોગ કરે છે. કોઇ પણ કર્મચારીની ભરતી કરતા પહેલા તેના વિશે પુરી માહિતી મેળવવી લેવી જરૃરી હોય છે તેથી હવે મોટા ભાગની કંપનીઓ કર્મચારીઓની ભરતી પ્રક્રિયા દરમિયાન તેમના સોશ્યલ એકાઉન્ટની માહિતી માગે છે અને તેના આધારે કર્મચારીની ચાલ ચલગત ચકાસવામાં આવે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ફેસબુક વોલ નક્કી કરશે તમારા ઇન્ટરવ્યુનો કોલ
સ્તન-પ્રદર્શનને બદલે પગ-પ્રદર્શનની ફેશન
પગરખાંની પરખમાં સાવચેતી રાખો
'જિમ'વગર ફિટ એન્ડ ફાઇન ફિગર
સૂકી ત્વચાને સુંવાળી રાખતાં પ્રસાધનો
 

Gujarat Samachar glamour

હું બગડેલો નવાબ નથીઃ સૈફ
હું પાક્કી પંજાબી છુંઃ ઈશા
મારી પસંદ શાહરૃખ જઃ અસિન
સલમાને દીપિકાને 'કિક' આપી
અર્જુન-ચિત્રાંગદાની ફિલ્મના પ્રમોશન માટે કોન્ડમ કંપનીની લોભામણી ઓફર
લગ્નનો કોઈ ઈરાદો નથીઃ જેક્લિન
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved