Last Update : 22-December-2012, Saturday

 
દિલ્હીની વાત
 

બજારો ઠુંઠવાયા
નવી દિલ્હી, તા.૨૧
એક તરફ ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે તો બીજી તરફ બજારો પણ ઠુંઠવાઈ ગયા હોય એમ દેખાઈ રહ્યું છે. ચાંદીના ભાવો આજે ગગડયા હતા તો સોનું પણ તૂટયું હતું અને સેન્સેક્સ પણ તુટયો હતો. કહે છે કે વૈશ્વિક નરમ બજારોની અસર ભારતના માર્કેટ પર વર્તાઈ રહી છે. સ્થાનિક સ્તરે એનડીએના શાસન વખતની કંપનીઓ સામે સીબીઆઈએ ચાર્જશીટ ફાઈલ કરતા તેની અસર વર્તાઈ હતી. ટેલિકોમ જાયન્ટ ભારતી એરટેલનો ભાવ ત્રણ ટકા તૂટયો હતો.
ભાજપ - કોંગ્રેસ બંને ખુશ...
ગુજરાત અને હિમાચલ પ્રદેશના પરિણામોથી દેશની બંને મુખ્ય પાર્ટી કોંગ્રેસ અને ભાજપ ખુશખુશાલ છે. ગુજરાતમાં સતત ત્રીજીવાર નરેન્દ્ર મોદી જીતતા ભાજપ ઉત્સાહમાં છે, પરંતુ કોંગ્રેસને એ બાબતની રાહત છે કે તે મોદીની આંધી રોકી શક્યા છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ જીતી છે વિરભદ્રસિંહ સામે ભ્રષ્ટાચારના આરોપો તેમજ યુપીએ સરકાર સામે પણ કૌભાંડોના આક્ષેપો છતાં તેણે જીત મેળવી છે. જોકે રાજકીય સમિક્ષકો આ પરિણામો ૨૦૧૪ના લોકસભાના ટ્રેન્ડના સંકેત તરીકે નથી જોતા. લોકસભાના જંગમાં જે મુદ્દા હશે તે સાવ અલગ પ્રકારના હશે. નિરીક્ષકો એમ પણ કહે છે કે ૨૦૧૩માં જે વિધાનસભાની ચૂંટણીઓ આવશે તેની અસર ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ પર પડશે. આ લોકો એમ પણ કહે છે કે ગુજરાત અને હિમાચલની ચૂંટણીઓ અનુક્રમે નરેન્દ્ર મોદી અને વિરભદ્રસિંહની ઈમેજ પર લડાઈ છે તેનાથી ભાજપ - કોંગ્રેસને કોઈ ફર્ક પડયો નથી.
વડાપ્રધાન પદ અને મહત્વકાંક્ષા
વડાપ્રધાન બનવાની નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષા અંગેની ચર્ચાએ ભાજપના ટોચના નેતાઓની મુઝવણમાં વધારો કર્યા છે. હકીકત તો એ છે કે પક્ષના કેટલાક લોકોને એ રાહત છે કે મોદી મોટા માર્જીનથી નથી જીત્યા નહીંતર તેમની વડાપ્રધાન બનવાની મહેચ્છાને બુસ્ટ મળત ટોચના અનેક નેતાઓ આ અંગે બહુ મોડો કે બહુ વહેલો નિર્ણય લેવા માગતા નથી. મહત્વકાંક્ષાઓ વચ્ચેની સ્પર્ધા અને જોડાણવાળા પક્ષો સાથેના સંબંધો નિર્ણયની આડે આવે છે. પક્ષના નેતાઓ કહે છે કે ૨૦૧૪માં તેમનો પક્ષ સત્તા પર આવશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. પક્ષના પ્રવક્તા શાહનવાઝ હુસેને આપેલા સ્ટેટમેન્ટ પરથી પક્ષના મૂડની ખબર પડે છે. શાહનવાઝે કહ્યું હતું કે ભાજપ પાસે અનેક નેતાઓ છે. વડાપ્રધાન પદનો ઉમેદવાર કોણ છે તે હાલમાં કહેવું યોગ્ય નથી...
બિગ બ્રધર આરએસએસ ચુપ
નરેન્દ્ર મોદીના હેટ્રીક વિજય પછી નાગપુર સ્થિત બિગ બ્રધર (આરએસએસ) શા માટે મૌન ધારણ કરીને બેઠું છે ? રાજ્યસભાના વિપક્ષના નેતા અને ગુજરાતના સાંસદ અરૃણ જેટલી શા માટે મોદીની તરફેણમાં નથી બોલતા ? વડાપ્રધાન પદની મહેચ્છા રાખતા અડવાણી પણ આ મુદ્દે મૌન રાખીને બેઠા છે. અડવાણીને આરએસએસ સાથે બહુ સંબંધો નથી કેમ કે આરએસએસ તેમની નિવૃત્તિ ઈચ્છે છે.
શપથ સમારોહમાં કોણ આવશે તે પર નજર
સૂત્રો કહે છે કે નરેન્દ્ર મોદીના શપથ સમારોહમાં આવવા બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારને આમંત્રણ મોકલાયું છે. પરંતુ નીતીશ અને મોદી વચ્ચેના વણસેલા સંબંધો બાદ હવે નીતીશ આવશે કે કેમ તે અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે. સૂત્રો એમ પણ કહે છે કે મમતા બેનરજી તેમજ જયલલિયાને પણ આમંત્રણ મોકલાયા છે. પરંતુ મહત્વનો પ્રશ્ન એ છે કે શું તે લોકો હાજર રહેશે ? કોણ હાજર રહે છે તે પરથી રાજકીય પક્ષોમાં મોદીની સ્વીકાર્યતા કેટલી છે તે જાણવા મળશે તેમજ તેના પરથી ખ્યાલ આવશે કે ૨૦૧૪માં ભાજપની સાથે કોણ રહેશે...
૨૦ વર્ષની સત્તા વિહોલી કોંગ્રેસ
એન્ટી-ઈન્કમબન્સી ટ્રેન્ડનો સામનો કરનાર નરેન્દ્ર મોદીએ પ્રો-ઈન્કમબન્સી નામનો નવો શબ્દ રમતો મુક્યો છે. રાજકીય તખતા પર એવા ઘણા રાજકારણીઓ છે કે જે એન્ટી ઈન્કમબન્સીને નાખીને પ્રો-ઈન્કમબન્સી કલબમાં જોડાયા છે. તેની પાછળનું કારણ સુવારુ વહિવટ અને વિકાસ છે. આમાંના કેટલાક નેતાઓ અવસાન પામ્યા છે તો કેટલાક જીવે છે અને સત્તા પર છે. દિવંગત જ્યોતિબાસુએ પશ્ચિમ બંગાળ પર ૧૯૭૭ થી ૨૦૦૦ ના વર્ષ સુધી શાસન કર્યું હતું. જ્યારે બિહારમાં ક્રિષ્ન સિંહે ૧૯૫૦ થી ૧૯૬૨ અને લાલુ-રાબડીના શાસને ૧૯૯૦ થી ૨૦૦૩ સુધી શાસન કર્યું હતું. નરેન્દ્ર મોદી સહિતના છ મુખ્ય પ્રધાનો આ તબક્કે સત્તા પર છે. મોદી સિવાયના આ મુખ્ય પ્રધાનોમાં તરૃણ ગોગાઈ, શિલા દિક્ષીત, નવીન પટનાયક, રમનસિંહ શિવરાજ સિંહ ચૌહાણ, ઓકરમ ઈબડીસિંહનો સમાવેશ થાય છે. મોદી ૧૩મા રાજકારણી છે કે જે સતત ત્રીજી ટર્મ માટે ચૂંટાયા છે. મોદીની કલગીમાં વધુ એક પીંછુ પણ ઉમેરાયું છે. ગુજરાતમાં સાતમું એવું રાજ્ય છે કે જેણે કોંગ્રેસને ૨૦ વર્ષ સત્તાથી દૂર રાખી છે. કોંગ્રેસને ચિંતા એ વાતની છે કે તે બિહાર, તમિળનાડુ, ઉત્તર પ્રદેશ, બંગાળ, સિક્કીમ અને ત્રિપુરામાં સત્તા પર નથી. આ વિસ્તારો લોકસભાની કુલ ૨૩૦ બેઠકો કવર કરે છે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ફેસબુક વોલ નક્કી કરશે તમારા ઇન્ટરવ્યુનો કોલ
સ્તન-પ્રદર્શનને બદલે પગ-પ્રદર્શનની ફેશન
પગરખાંની પરખમાં સાવચેતી રાખો
'જિમ'વગર ફિટ એન્ડ ફાઇન ફિગર
સૂકી ત્વચાને સુંવાળી રાખતાં પ્રસાધનો
 

Gujarat Samachar glamour

હું બગડેલો નવાબ નથીઃ સૈફ
હું પાક્કી પંજાબી છુંઃ ઈશા
મારી પસંદ શાહરૃખ જઃ અસિન
સલમાને દીપિકાને 'કિક' આપી
અર્જુન-ચિત્રાંગદાની ફિલ્મના પ્રમોશન માટે કોન્ડમ કંપનીની લોભામણી ઓફર
લગ્નનો કોઈ ઈરાદો નથીઃ જેક્લિન
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved