Last Update : 22-December-2012, Saturday

 
 

ભારત અવાનાના સ્થાને મીથુન કે બી.કુમારને અજમાવે તેવી શક્યતા
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

સાંજે ૭.૦૦ વાગ્યાથી મેચનો પ્રારંભ ઈંગ્લેન્ડને શ્રેણ સરભર કરવાની તક

મુંબઇ,તા.૨૧
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતીકાલે મુંબઇમાં બીજી અને શ્રેણીની આખરી ટ્વેન્ટી-૨૦ મેચ રમાશે. ભારતે સતત બીજી જીત સાથે શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ આખરી મેચ જીતીને શ્રેણીમાં બરોબરી મેળવવાના ઇરાદા સાથે રમશે. જો કે, ભારતના દિગ્ગજ ક્રિકેટરો સામે ઈંગ્લેન્ડના યુવા ખેલાડીઓ સાવ વામણાં લાગી રહ્યા છે. આવતીકાલે સાંજે ૭.૦૦ વાગ્યાથી મેચ શરૃ થશે.
કેપ્ટન ધોનીની ટીમે ટેસ્ટમાં કંગાળ દેખાવ બાદ ટ્વેન્ટી-૨૦ના ફોર્મેટમાં આક્રમકતા સાથે પુનરાગમન કર્યું હતુ અને ઈંગ્લેન્ડને સાવ એક તરફ ધકેલી દીધું હતુ. ખાસ કરીને યુવરાજે જે પ્રકારે ઓલરાઉન્ડ દેખાવ કરતાં ભારતને જીત તરફ અગ્રેસર કર્યું તે કાબીલેતારીફ રહ્યું હતુ. ભારતીય ટીમ મેનેજમેન્ટ જો કે ટોપ ઓર્ડરના બેટ્સમેનોના ફોર્મને કારણે ચિંતિત હશે. ભારતની પોઝિટીવ શરૃઆત બાદ ઈંગ્લેન્ડે વિકેટ ઝડપવાનું જારી રાખ્યું હતુ અને આખરે ધોની અને જાડેજાની જોડીએ ભારતને જીતાડયું હતુ.
ભારતીય બોલિંગ પણ ખાસ અસરકારક રહી નહતી. ડિન્ડા તેમજ અવાના જેવા બોલરોમાં અનુભવનો અભાવ જોવા મળતો હતો. ફરી વખત ડેથ ઓવર્સ તરીકે ઓળખાતી આખરી ઓવરો ભારત માટે ચિંતાનું કારણ બન્યું હતુ. હવે ધોની આવતીકાલની મેચમાં મીથુન કે પછી ભુવનેશ્વર કુમારને અજમાવે તો નવાઇ નહી. ભારતીય સ્પિનર અશ્વિને શરૃઆત તો સારી કરી પણ ત્યાર બાદ તેણે ૩૩ રન આપ્યા હતા. જાડેજા અને ચાવલાનો દેખાવ પણ ખાસ પ્રભાવશાળી કહી શકાય તેવો નહતો રહ્યો.કેપ્ટન ધોનીને આવતીકાલે ગંભીર અને રહાને પાસેથી પણ સારી એવી ભાગીદારીની આશા રહેશે.
બીજી તરફ ઈંગ્લેન્ડના યુવા કેપ્ટન મોર્ગન માટે આવતીકાલની મેચ લાસ્ટ ચાન્સ સમાન છે. હાલેસ, સમિત પટેલ, બટલર જેવા બેટ્સમેનોએ સારી બેટિંગ કરી છતાં તેઓ એટલા રન ના કરી શક્યા કે ભારતને ભીંસમાં મુકી શકાય. તેમના માટે પણ મીડલ ઓવર્સમાં અસરકારક સ્પિનરની તલાશ છે. તેઓ આવતીકાલની મેચમાં ટ્રેડવેલની જગ્યાએ લેફ્ટ આર્મ સ્પિનર ડેની બ્રિગ્સને અજમાવવાનું જોખમ ખેડી શકે છે. કેપ્ટન મોર્ગનને પણ પીચ પર ટકીને સારા રન કરવા પડશે. ઓલરાઉન્ડર લુક રાઇટે જોરદાર દેખાવ કર્યો હતો. આ ઉપરાંત સ્ટુઅર્ટ મેકેરે પણ ભારતીય બેટ્સમેનોને પરેશાન કર્યા હતા.
ભારતીય ટીમ ઃ ધોની (કેપ્ટન), ગંભીર, કોહલી, ડિન્ડા, જાડેજા, અશ્વિન, અવાના, ચાવલા, બી.કુમાર, મિથુન, રૈના, રોહિત શર્મા, યુવરાજ,રહાને, રાયડુ.
ઈંગ્લેન્ડની ટીમ ઃ મોર્ગન (કેપ્ટન), રાઇટ, બૈર્સ્ટોવ, બ્રેસ્નેન, બ્રિગ્સ, બટલર, ડર્નબાચ, હાલેસ, જેમ્સ હેરિસ, લંબ, મેકેર, સમિત પટેલ, રૃટ, ટ્રેડવેલ.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ફેસબુક વોલ નક્કી કરશે તમારા ઇન્ટરવ્યુનો કોલ
સ્તન-પ્રદર્શનને બદલે પગ-પ્રદર્શનની ફેશન
પગરખાંની પરખમાં સાવચેતી રાખો
'જિમ'વગર ફિટ એન્ડ ફાઇન ફિગર
સૂકી ત્વચાને સુંવાળી રાખતાં પ્રસાધનો
 

Gujarat Samachar glamour

હું બગડેલો નવાબ નથીઃ સૈફ
હું પાક્કી પંજાબી છુંઃ ઈશા
મારી પસંદ શાહરૃખ જઃ અસિન
સલમાને દીપિકાને 'કિક' આપી
અર્જુન-ચિત્રાંગદાની ફિલ્મના પ્રમોશન માટે કોન્ડમ કંપનીની લોભામણી ઓફર
લગ્નનો કોઈ ઈરાદો નથીઃ જેક્લિન
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved