Last Update : 22-December-2012, Saturday

 

વિકિલિક્સ ૨૦૧૩માં દરેક દેશનાં રહસ્યો બહાર પાડશે ઃ અસાંજેની ચેતવણી

લોકોને સત્ય જણાવવું, એ જ સાચી લોકશાહી, પછી ભલે સંઘર્ષ કરવો પડે

લંડન, તા. ૨૧
લંડન ખાતે ઈક્વેડોરના દૂતાવાસમાં રાજ્યાશ્રય મેળવેલ વિકિલિક્સના સ્થાપક જૂલિયન અસાન્જેએ જાહેરાત કરી હતી કે તેઓ આવતા વર્ષે દુનિયાના દરેક દેશોને સાંકળતા દસ લાખ દસ્તાવેજો પ્રગટ કરશે.
બળાત્કાર અને જાતીય સતામણીના આરોપોના મામલે બ્રિટન અસાન્જેનું પ્રત્યાર્પણ સ્વીડનને કરવા માંગે છે ત્યારે લંડન ખાતેના ઈક્વેડોરના દૂતાવાસે અસાન્જેને છ મહિનાથી રાજ્યાશ્રય આપેલ છે. ઈક્વેડોરના દૂતાવાસની બાલ્કનીમાં રહીને જ બહાર રહેલાં આશરે એકસો જેટલા સમર્થકોને ક્રિસમસ નિમિત્તે સંબોધતા અસાન્જેએ કહ્યું હતું કે વિકિલિક્સ પાસે પ્રગટ કરવા માટે દસ લાખથી વધુ દસ્તાવેજો તૈયાર છે જે વિશ્વના એકેએક દેશને અસર કરશે.
ઓસ્ટ્રેલિયાના આ ભૂતપૂર્વ કમ્પ્યુટર હેકરે પોતાને આશરો આપવા બદલ ઈક્વેડોરના પ્રમુખ રાફેલ કોરિઆનો આભાર માન્યો હતો અને અમેરિકા તેમજ અન્ય પશ્ચિમી દેશોની સરકારની ઝાટકણી કાઢી હતી. તેણે કહ્યું હતું કે વ્હાઈટ હાઉસ સાચી લોકશાહી નથી પરંતુ લોકોને સત્યથી સજ્જ કરવા એ સાચી લોકશાહી છે. જો કે ૪૧ વર્ષીય અસાન્જેએ એવી સ્પષ્ટતા કરી હતી કે પરિસ્થિતિનું નિરાકરણ લાવવા તે કોઈ પણ સાથે વાટાઘાટો કરવા તૈયાર છે.
ઈક્વેડોરના રાજદૂતે એક લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ જુલિયન અસાન્જેને રાજ્યાશ્રય આપવાનું ચાલુ રાખશે. ગત ઓગષ્ટ બાદ અસાન્જેએ પ્રથમ વખત જાહેરમાં દેખા દીધી હતી. દૂતાવાસના જણાવ્યા મુજબ છેલ્લા છ માસથી અસાન્જેની તબિયત સારી નથી. પરંતુ બ્રિટને તેને સેફ પેકેજ આપવાની તેમજ હોસ્પિટલે પહોંચાડવાની ના પાડી દીધી છે.
ઉલ્લેખનીય છે કે વિવિદાસ્પદ દસ્તાવેજો ઈન્ટરનેટ પર રજૂ કરનાર અસાન્જે પાછળ દુનિયાભરના દેશો પડી ગયા છે. સ્વીડનમાં અસાન્જે પર બળાત્કાર અને જાતીય સતામણીનો આરોપ મૂકાયો છે. બ્રિટન અસાન્જેનું પ્રત્યાર્પણ સ્વીડનને કરવા માંગે છે પરંતુ અસાન્જેને ભય છે કે સ્વીડન સત્તાવાળાઓ તેને અમેરિકાને સોંપી દેશે. અમેરિકા અસાન્જેને ગુપ્ત લશ્કરી અને રાજદ્વારી દસ્તાવેજો જાહેર કરવા બદલ આજીવન કારાવાસ અથવા મૃત્યુદંડની સજા ફરમાવે તેવો અસાન્જેને ડર છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ફેસબુક વોલ નક્કી કરશે તમારા ઇન્ટરવ્યુનો કોલ
સ્તન-પ્રદર્શનને બદલે પગ-પ્રદર્શનની ફેશન
પગરખાંની પરખમાં સાવચેતી રાખો
'જિમ'વગર ફિટ એન્ડ ફાઇન ફિગર
સૂકી ત્વચાને સુંવાળી રાખતાં પ્રસાધનો
 

Gujarat Samachar glamour

હું બગડેલો નવાબ નથીઃ સૈફ
હું પાક્કી પંજાબી છુંઃ ઈશા
મારી પસંદ શાહરૃખ જઃ અસિન
સલમાને દીપિકાને 'કિક' આપી
અર્જુન-ચિત્રાંગદાની ફિલ્મના પ્રમોશન માટે કોન્ડમ કંપનીની લોભામણી ઓફર
લગ્નનો કોઈ ઈરાદો નથીઃ જેક્લિન
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved