Last Update : 22-December-2012, Saturday

 

દેશનું અર્થતંત્ર સુધારા તરફ
ઓક્ટોબરમાં સીધા વિદેશી રોકાણમાં ૬૫ ટકાનો વધારો

જોકે પ્રથમ સાત મહિનામાં એફડીઆઇમાં ૨૭ ટકાનો ઘટાડો નોંધાયો છે

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૧
રિટેલમાં એફડીઆઇને મંજૂરી ડિસેમ્બરમાં આપવામાં આવી હતી. પરંતુ તે પહેલાં જ દેશમાં સીધા વિદેશી રોકાણનો પ્રવાહ વધ્યો છે તેની પ્રતીતિ એના પરથી આવે છે કે ઓક્ટોબરમાં જ સીધુ વિદેશી રોકાણ વધીને ૧.૯૪ અબજ ડોલરે પહોંચી ગયું હતું. વાર્ષિક ધોરણે જોઇએ તો ગત વર્ષના આ મહિને રોકાણ માત્ર ૧.૧૬ અબજ ડોલર જ હતું. આમ આ ગાળામાં રોકાણમાં ૬૫ ટકાનો વધારો થયો છે.
એપ્રિલ-ઓક્ટોબર દરમિયાન સીધા વિદેશી રોકાણની આવકમાં આશરે ૨૭ ટકાનો ઘટાડો થયો હતો. અગાઉના વર્ષના આ ગાળામાં સીધા વિદેશી રોકાણ ૨૦.૨૯ અબજ ડોલર થયું હતું કેમ કે પ્રાથમિક મહિનામાં વિદેશી રોકાણની આવક ઘણી ઓછી રહી હતી. પરંતુ ઓક્ટોબરમાં તેમાં ઘણી તેજી દેખાઇ હતી.
સપ્ટેમ્બરમાં જે ક્ષેત્રોમાં મોટાપાયે એફડીઆઇ આકર્ષવામાં આવી હતી તેમાં સેવા ક્ષેત્ર (૩.૬ અબજ ડોલર), હોટેલ અને ટુરિઝ્મ (૩.૧૧ અબજ ડોલર), મેટાલર્જિકલ (૧.૨૧ અબજ ડોલર), બાંધકામ (૬૯.૧ કરોડ ડોલર) અને ઓટોમોબાઇલ (૭૪.૩ કરોડ ડોલર)નો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં સૌથી વધુ સીધા વિદેશી રોકાણ મોરિશિયસ (૬.૭૫ અબજ ડોલર), જાપાન (૧.૫૨ અબજ ડોલર), સિંગાપોર (૧.૨૪ અબજ ડોલર) અને નેધરલેન્ડ (૧.૦૫ અબજ ડોલર)નો સમાવેશ થાય છે. બ્રિટનમાંથી સૌથી ઓછું ૬૧.૧ કરોડ ડોલર જ રોકાણ આવ્યું હતું. સપ્ટેમ્બરમાં એફડીઆઇની આવક બમણાથી વધીને ૪.૬૭ અબજ ડોલર થઇ હતી.
હાલમાં દેશને તેના બંદરો, હવાઇમથકો અને ધોરીમાર્ગો જેવા માળખાગત ક્ષેત્રની પુનર્રચના માટે આગામી પાંચ વર્ષમાં આશરે એક ટ્રિલિયન ડોલરની જરૃર છે. તે જોતાં દેશ માટે વિદેશી રોકાણ અત્યંત જરૃરી છે. જો તેમાં ઘટાડો થાય તો ચુકવણીની તુલાને અસર થાય તેમ છે.
૨૦૧૧-૧૨માં સીધા વિદેશી રોકાણની આવક ૩૬.૫૦ અબજ ડોલર રહી હતી. જે વર્ષ ૨૦૧૦-૧૧માં ૧૯.૪૨ અબજ ડોલર જેટલી નીચી રહી હતી. વર્ષ ૨૦૦૯-૧૦માં ૨૫.૮૩ અબજ ડોલર થઇ હતી. આ વર્ષમાં હજુ નવેમ્બરને આવરી લેતાં પાંચ મહિના બાકી હોવાથી તે ગત વર્ષ જેટલું પહોંચે છે કે કેમ તે જોવાનું રહ્યું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ફેસબુક વોલ નક્કી કરશે તમારા ઇન્ટરવ્યુનો કોલ
સ્તન-પ્રદર્શનને બદલે પગ-પ્રદર્શનની ફેશન
પગરખાંની પરખમાં સાવચેતી રાખો
'જિમ'વગર ફિટ એન્ડ ફાઇન ફિગર
સૂકી ત્વચાને સુંવાળી રાખતાં પ્રસાધનો
 

Gujarat Samachar glamour

હું બગડેલો નવાબ નથીઃ સૈફ
હું પાક્કી પંજાબી છુંઃ ઈશા
મારી પસંદ શાહરૃખ જઃ અસિન
સલમાને દીપિકાને 'કિક' આપી
અર્જુન-ચિત્રાંગદાની ફિલ્મના પ્રમોશન માટે કોન્ડમ કંપનીની લોભામણી ઓફર
લગ્નનો કોઈ ઈરાદો નથીઃ જેક્લિન
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved