Last Update : 22-December-2012, Saturday

 

દિલ્હીમાં ગેંગરેપનો વિરોધ વધ્યો
પીડિતાને વેન્ટિલેટર સપોર્ટ ખેંચાયોઃ હાલત સુધરી, તમામ આરોપી પકડાયા

દિલ્હી હાઇકોર્ટે પોલીસને ઠપકો આપ્યોઃ પીડિતાને તમામ મદદની સરકારની ખાતરી

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૧
દિલ્હીમાં ગેંગરેપનો ભોગ બનેલી ૨૩ વર્ષીય વિદ્યાર્થિની માટે સંપૂર્ણ દેશમાંથી સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ ઘટનાનો જોરદાર વિરોધ ચાલી રહ્યો છે. તેની વચ્ચે આ કેસના વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવતાં તમામ આરોપીઓ પકડાઇ ગયા છે. વિદ્યાર્થિનીને વેન્ટિલેટર સપોર્ટ ખેંચી લેવામાં આવ્યો છે. તે હવે પોતાની રીતે શ્વાસ લઇ રહી છે. પરંતુ ઇન્ફેક્શન થવાનું જોખમ છે. સરકારે આ મામલે ઝડપથી આરોપનામું ફાઇલ કરવાની અને દોષિતોને મહત્તમ સજા અપાવવાની ખાતરી આપી છે. આ મુદ ચર્ચા કરવા માટે ગૃહ બાબતો અંગેની સંસદની સ્થાયી સમિતિએ ૨૭ ડિસેમ્બરે એક બેઠક બોલાવી છે જ્યારે આરોગ્ય મંત્રાલયે પીડિતાની સારવાર માટે તમામ ખર્ચ ઉપાડવાની ખાતરી આપી છે. એ ઉપરાંત દિલ્હી હાઇ કોર્ટે બળાત્કાર જે વિસ્તારમાં થયો તે વિસ્તારમાં પેટ્રોલિંગ કરતાં પોલીસ અધિકારીઓ અને આ મુદે લેવામાં આવેલાં પગલાં વિશેની વિગતો માગી હતી. કેસમાં તપાસની પ્રગતિના મામલે કોર્ટે નારાજગી જાહેર કરી પોલીસને ઠપકો આપ્યો હતો.
સંસદીય સમિતિની બેઠકમાં દિલ્હીના પોલીસ કમીશનર અને કેન્દ્રીય ગૃહ સચિવને હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું છે. આ સમિતિમાં વિવિધ પક્ષોના ૩૦ સભ્યો સામેલ છે. ડિરેક્ટર જનરલ ઑફ હેલ્થ સર્વિસિઝ જગદીશ પ્રસાદે જણાવ્યું હતું કે વિદ્યાર્થીના તમામ મહત્વના અંગો સામાન્ય કામગીરી કરી રહ્યા છે. તેના આરોગ્યની દેખરેખ માટે ડોક્ટરોની એક ટીમ નીમવામાં આવી છે. તેના આંતરડાને ટ્રાંસપ્લાન્ટ કરવા સહિત માટેનો ખર્ચ સરકાર ઉઠાવશે. એવું સાંભળવા મળ્યું છે કે આવી સર્જરી ભારતમાં નહિ પણ ઇંગ્લેન્ડમાં શક્ય છે. અમે આ શક્યતા પણ ચકાસીશું.
પીડિતાને ન્યાય અપાવવાના મામલે મહિલા સંગઠનોનો વિરોધ આજે વધી ગયો હતો. તેમણે દિલ્હીમાં અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શનો યોજ્યા હતા. રાષ્ટ્રપતિ ભવન પાસે જઇ રહેલાં પ્રદર્શનકારીઓને પોલીસે અટકાવ્યા હતા.
રવિવારે રાત્રે બનેલી આ ઘટનામાં છટ્વા આરોપી અક્ષય ઠાકુરની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે દેશમાં બળાત્કારની ઘટનાને અટકાવવા માટે વધુ ફાસ્ટ ટ્રેક કોર્ટો સ્થાપવાની માગણી કરી હતી.
પીડિતાની હાલત અંગે ડોક્ટરે જણાવ્યું હતું કે હાલમાં તેની હાલત સ્થિર છે. તેણે સુધારાના થોડાક સંકેતો બતાવ્યા છે. હાલમાં તેને વેન્ટિલેટર સપોર્ટ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. હવે તે પોતાની રીતે શ્વાસ લઇ રહી છે. ડોક્ટરોએ સફદરજંગ હોસ્પિટલથી પ્રદર્શનકારીઓને દૂર રહેવાની અપીલ કરી છે.
આ કેસના છટ્વા આરોપી અક્ષય ઠાકુરની બિહારના ઔરંગાબાદમાં તેના નિવાસસ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી. આમ આ કેસના સંપૂર્ણ આરોપી પકડાઇ ગયા છે. સરકારે આમાં ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરવાની ખાતરી આપી છે.

 

રાજકીય પક્ષોએ છેલ્લા પાંચ વર્ષમાં રેપના ૨૦ આરોપીઓને ટિકિટ આપી

છેડતી સહિતના ગુનામાં સામેલ ૨૬૦ પુરુષોને પણ ચૂંટણી જંગમાં ઉતાર્યાનો અભ્યાસમાં ઉલ્લેખ
નવી દિલ્હી, તા. ૨૧
દિલ્હીમાં ૨૩ વર્ષની યુવતી પર ચાલુ બસે સામુહિક બળાત્કારની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડી રહ્યા છે. ત્યારે બળાત્કારના ૨૦ જેટલા આરોપીઓએ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ચૂંટણીમાં ઝંપલાવ્યું હોવાનું એક અભ્યાસમાં જાણવા મળ્યુ છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્સ (એડીઆર)ના અભ્યાસમાં જણાવ્યા મુજબ ગયા રવિવારની રાત્રે ૨૩ વર્ષીય યુવતી પર ચાલુ બસે બળાત્કાર અને ત્યારબાદ તેના પર હુમલાની ઘટનાનો દેશના રાજકીય પક્ષો જોરશોરથી વિરોધ કરી રહ્યાં છે. જેમાં વડાપ્રધાન મનમોહનસિંહ, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને વિરોધપક્ષોના સાંસદો પણ સામેલ છે.
બીજીબાજુ એડીઆરના અભ્યાસ મુજબ ઘણા પક્ષોએ બળાત્કારના આરોપીઓને ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. ૨૦૦૭થી અત્યાર સુધીમાં રાજકીય પક્ષોએ રાજ્યોની વિધાનસભામાં આવા ૨૦ આરોપીઓને ટિકીટ આપી હતી. બળાત્કારનો વિરોધ કરવા મેદાનમાં ઉતરેલા રાજકારણીઓએ આજયમ્પ અપરાધના આરોપીઓને જ ક્યારેક ચૂંટણી જંગમાં ઉતાર્યા હતાં.
અહેવાલમાં જણાવ્યા મુજબ રાજકીય પક્ષોએ મહિલાઓની છેડતી સહિતના આરોપોમાં સંડોળાવેલા ૨૬૦ પુરુષોને ટિકિટ આપી હતી. અહેવાલ તૈયાર કરવાની કામગીરીમાં જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે ગુનાઇત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપવાનું રાજકીય પક્ષોએ ટાળવું જોઈએ અને બળાત્કારના આરોપી સાંસદોને સત્તામાંથી દૂર કરવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે ૨૩ વર્ષીય યુવતીના ગેંગરેપની ચકચારી ઘટનાના વિરોધમાં રાજધાનીમાં મહિલા સંગઠનો અને સામાન્ય નાગરિકોના દેખાવો વધી રહ્યા છે. આવા સમયે પ્રકાશમાં આવેલા આ અભ્યાસ અહેવાલથી બળાત્કાર જેવી ઘટનાઓ રોકવાના મુદ્દે રાજકીય પક્ષોની ગંભીરતા સામે સવાલો ઊભા થયા છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ફેસબુક વોલ નક્કી કરશે તમારા ઇન્ટરવ્યુનો કોલ
સ્તન-પ્રદર્શનને બદલે પગ-પ્રદર્શનની ફેશન
પગરખાંની પરખમાં સાવચેતી રાખો
'જિમ'વગર ફિટ એન્ડ ફાઇન ફિગર
સૂકી ત્વચાને સુંવાળી રાખતાં પ્રસાધનો
 

Gujarat Samachar glamour

હું બગડેલો નવાબ નથીઃ સૈફ
હું પાક્કી પંજાબી છુંઃ ઈશા
મારી પસંદ શાહરૃખ જઃ અસિન
સલમાને દીપિકાને 'કિક' આપી
અર્જુન-ચિત્રાંગદાની ફિલ્મના પ્રમોશન માટે કોન્ડમ કંપનીની લોભામણી ઓફર
લગ્નનો કોઈ ઈરાદો નથીઃ જેક્લિન
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved