Last Update : 22-December-2012, Saturday

 

ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે...
નવા ચૂંટાયેલા કોંગી ધારાસભ્ય સવિતાબેન ખાંટનું અવસાન

 

ગોધરા,તા.૨૧
પંચમહાલ જિલ્લાની મોરવા હડફ બેઠકના નવા ચુંટાયેલા મહિલા ધારાસભ્ય સવિતાબેન ખાંટનું બ્રેઈન હેમરેજ કારણે આજે સવારે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં અવસાન થતા કોંગ્રેસી કાર્યકરોમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ. દુઃખની વાત એ હતી કે, ગઈકાલે મત ગણતરી શરૃ થતા પહેલા જ તેમની તબિયત લથડી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા.
ત્યારપછી તેમને આઈસીયુમાં વેન્ટીલેટર પર રખાયા હતા. એક તરફ ચુંટણીની મત ગણતરી ચાલતી હતી અને બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર સવિતાબેન મોત સામે જંગ લડી રહ્યા હતા. અફસોસ એ વાતનો છે કે, ચુંટણી જંગમાં તેમનો ભવ્ય વિજય થયો હતો પરંતુ, મોત સામેની લડાઈમાં તેઓ હારી ગયા હતા. સૌથી આઘાતજનક બાબત એ છે કે, જે ચુંટણી જંગમાં વિજયી બનવા તેમણે તેમણે પાછલા અનેક દિવસો સુધી સતત અને સખત મહેનત કરી હતી તેમાં પોતાની જીત થઈ છે તે જાણતા પહેલા જ તેમનુ પ્રાણ પંખેરૃ ઉડી ગયુ હતુ. આજે ગોધરામાં તેમના પાર્થિવ દેહની અંતિમ વિધી કરવામાં આવી હતી. તેમની અંતિમ વિધીમાં હજારો મતદારો, ટેકેદારો અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. સૌએ અશ્રુભીની આંખે તેમને અંતિમ વિદાય આપી હતી.
ગોધરા દાહોદ રોડ પરના વાવડી વિસ્તારમાં રહેતા વેચાતભાઈ ખાંટની પત્ની સવિતાબેન ખાંટ પંચમહાલ જિલ્લાની આદિવાસી અનામત બેઠખ મોરવા હડફ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિધાનસભાની ચુંટણી લડયા હતા. મત વિસ્તારમાં સવિતાબેન અત્યંત લોકપ્રિય નેતા હતા. જેથી ચુંટણીમાં તેમની જીત નિશ્ચીત હતી. જેથી તેઓ ચુંટણીના પરિણામ અંગે નિશ્ચિંત હતા. ગઈકાલે મત ગણતરી હતી અને વહેલી સવારે ૭.૩૦ વાગ્યે તેઓ મત ગણતરી મથક પર જવા માટે સમર્થકો અને કોંગ્રેસી કાર્યકરો સાથે ઘરેથી નીકળ્યા હતા. પરંતુ, રસ્તામાં અચાનક તેમને ચક્કર આવ્યા હતા અને છાતીમાં દુઃખાવો શરૃ થયો હતો. જેથી તેમને તાત્કાલિક ગોધરાના દવાખાને લઈ જવાયા હતા. જ્યાં તેમની તબિયત નાદુરસ્ત જણાતા વધુ સારવાર માટે તેમને વડોદરાની બેન્કર્સ હાર્ટ ઈન્સ્ટીટયૂટમાં શિફ્ટ કરાયા હતા. જ્યાં સિટી સ્કેન, એમઆરઆઈ અને અન્ય પરીક્ષણો બાદ તબીબોને જાણવા મળ્યુ હતુ કે, સવિતાબેન ખાંટને બ્રેઈન હેમરેજ છે અને તેમની તબિયત ક્રિટીકલ છે. જેથી તેમને આઈસીયુમાં વેન્ટીલેટર પર રખાયા હતા. દુઃખની વાત એ હતી કે, એક તરફ ગોધરામાં ચુંટણીની મત ગણતરી ચાલતી હતી અને બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર સવિતાબેન ખાંટ ખાનગી હોસ્પિટલમાં મોતની સામે જંગ લડી રહ્યા હતા. ચુંટણી જંગમાં ઈવીએમ મશીનોમાંથી બહાર પડતા મતોના આંકડા, ચુંટણીમાં તેમની જીત નિશ્ચીત કરી રહ્યા હતા પરંતુ, અફસોસની વાત એ હતી કે, બેભાન અવસ્થામાં હોવાને કારણે તેઓ આવા ખુશીના સમાચારો જાણી શકતા ન હતા. બપોર બાદ ચુંટણીનું પરિણામ જાહેર થયુ હતુ જેમાં કોંગ્રેસના સવિતાબેને ભાજપના હરિફ ઉમેદવાર કરતા ૧૧,૦૦૦ મતોની સરસાઈથી ચુંટણી જીતી લીધી હતી. આ ખબર તેમના માટે અત્યંત ખુશીની હતી પરંતુ, તેઓ પોતાની જીતના સમાચાર સાંભળવા માટે હોંશમાં ન હતા. દરમિયાન આજે સવારે સારવાર દરમિયાન સવિતાબેનનું અવસાન થયુ હતુ. આ ઘટનાની જાણ થતાં જ તેમના પરિવારજનો તથા ટેકેદારોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી. બીજી તરફ મોરવા હડફ વિધાનસભાના મતદારો પણ નિરાશ થયા હતા. બપોરે સવિતાબેનનો પાર્થિવ દેહ ગોધરા લવાયો હતો. જ્યાં તેમની અંતિમ વિધીમાં શામેલ થવા માટે હજારો મતદારો, કોંગ્રેસી કાર્યકરો અને કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ પણ આવ્યા હતા.

 

ચૂંટણીનાં પ્રથમ દિવસે ૧૮૨નો અંક ખંડિત થયો
ગુજરાત વિધાનસભા માટે ૧૮૨નો અંક અપશુકનિયાળ?
ધારાસભ્યનું નિધન થતાં કે લોકસભામાં ચૂંટાતા અથવા રાજીનામું આપી દેતાં ૧૮૨નો અંક પૂર્ણ થતો નથી
અમદાવાદ, તા.૨૧
ગુરુવારે ચૂંટાયેલી નવી વિધાનસભા અમલમાં આવે તે પહેલા જ પંચમહાલ જિલ્લાનાં મોરવાહડફ વિધાનસભા બેઠકનાં ચૂંટાયેલા ઉમેદવાર સવિતા ખાંટનું અવસાન થયું છે. કોંગ્રેસનાં આ વિજેતા ઉમેદવારનાં અવસાનને કારણે ૧૮૨નો અંક ખંડિત થયો છે. ઉલ્લેખનીય છે કે અદ્ભુત ઘટના કહી શકાય તે રીતે ચૂંટણી બાદનાં પ્રથમ દિવસે જ આ ધારાસભ્યનું અવસાન થતાં ગુજરાત વિધાનસભા અમલમાં આવશે તો પણ ૧૮૨નો આંક પૂર્ણ નહીં થાય.
ગુજરાત વિધાનસભાનો જૂનો ઇતિહાસ કહે છે કે ૧૮૨નો આંક ક્યારેય પૂર્ણ થયો નથી અને તેને કારણે ૧૩ની જેમ જ આ ૧૮૨ના આંકને પણ અપશુકનીયાળ માનતા થઇ ગયા છે.
મોરવાહડફ વિધાનસભા બેઠકનાં વિજેતા ઉમેદવાર સવિતાબેન ખાંટને ખબર પણ નહોતી કે તેઓ ચૂંટણીમાં વિજેતા થયા છે અને ધારાસભ્ય બન્યા છે. કેમકે ચૂંટણી પરિણામનાં દિવસે, ગુરુવારે તેઓ કાઉન્ટિંગ મથકે જતાં હતા ત્યારે જ તેમને ચક્કર આવતા પડી ગયા હતા અને બ્રેઇન હેમરેજ થતાં તેમને હોસ્પીટલમાં વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા અને આજે સવારે જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જેને કારણે આ બેઠક ઉપર ફરીથી ચૂંટણી કરવી પડશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ફેસબુક વોલ નક્કી કરશે તમારા ઇન્ટરવ્યુનો કોલ
સ્તન-પ્રદર્શનને બદલે પગ-પ્રદર્શનની ફેશન
પગરખાંની પરખમાં સાવચેતી રાખો
'જિમ'વગર ફિટ એન્ડ ફાઇન ફિગર
સૂકી ત્વચાને સુંવાળી રાખતાં પ્રસાધનો
 

Gujarat Samachar glamour

હું બગડેલો નવાબ નથીઃ સૈફ
હું પાક્કી પંજાબી છુંઃ ઈશા
મારી પસંદ શાહરૃખ જઃ અસિન
સલમાને દીપિકાને 'કિક' આપી
અર્જુન-ચિત્રાંગદાની ફિલ્મના પ્રમોશન માટે કોન્ડમ કંપનીની લોભામણી ઓફર
લગ્નનો કોઈ ઈરાદો નથીઃ જેક્લિન
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved