Last Update : 22-December-2012, Saturday

 

વન મિનિટ પ્લીઝ

 

રાષ્ટ્રીય
- ઝારખંડના ૫૬ વર્ષીય દિલિપ કુમાર બાયો-એબસોર્બેબલ (ઓગળી જાય તેવો) સ્ટેન્ટ મુકાવનારી પહેલી ભારતીય વ્યક્તિ બની છે. તેમણે આ ઓપરેશન ગુડગાંવમાં કરાવ્યું હતું. આ નવા પ્રકારનો સ્ટેન્ટ ૧૮ મહિનામાં સંપૂર્ણપણે ઓગળી જાય છે અને રક્તવાહિનીઓ રાબેતા મુજબ કામ આપવા માંડે છે. આ સ્ટેન્ટ અત્યાર સુધી ઉપયોગમાં લેવાતા ધાતુના સ્ટેન્ટ કરતાં તદ્દન જુદો છે. સમગ્ર વિશ્વમાં ભારતીય તબીબોની આ સિદ્ધિનો ડંકો વાગ્યો છે.
- ઉત્તર પ્રદેશમાં એક સુન્ની મુસ્લિમ સંસ્થાના ધર્મગુરુઓએ મેટ્રોપોલિટન અને સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટો પર પોતાનો ફોટો અપલોડ કરવાને 'હરામ' ગણાવીને આવું કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. દરગાહ આવા હઝરતના મદ્રેસા મંઝર-એ-ઈસ્લામે બહાર પાડેલા ફતવામાં ઈન્ટરનેટ પર ફોટા વગરનો બાયોડેટા મુકવાની નમાઈ ફરમાવી નથી.
- ઉત્તર પ્રદેશના કેબિનેટ પ્રધાન અને સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાન પર અમૃતસર-હાવડા મેલના કોચ એટેન્ડન્ટે મારામારીનો આરોપ મુકાયો છે. તેનું કહેવું છે કે રામપુર સ્ટેશન પાસે ખાને તેની સાથે મારામારી કરવા ઉપરાંત કાન પકડીને ઉઠબેસ પણ કરાવી હતી. પં.બંગાળના નિર્મળ મુર્મૂએ આ સંદર્ભે પોલીસ ફરિયાદ પણ દાખલ કરી છે. આઝામ ખાને સત્તાનો રોફ દેખાડતા કંઈ જ કહ્યા વગર લાફા મારી દીધા હોવાનો પણ નિર્મળનો આરોપ છે.
- ભૂતકાળને યાદ કરીને વર્તમાનમાં આક્ષેપબાજીના આધારે ભવિષ્ય મજબુત કરવાની પ્રથા રાજકારણમાં ઘણી પ્રચલિત છે! આવું જ કર્યું રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન અજિતસિંહ ચૌધરીએ... તેમણે કંઈ નહીં તો બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને અડફેટે લેતાં કહ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના લંગોટીયા મિત્ર ગણાતા અમિતાભે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદ વડી અદાલતની ખંડપીઠ બનવા દીધી નહોતી. બચ્ચન અલ્હાબાદના સાંસદ રહી ચૂક્યા છે અને સ્વ. રાજીવ ગાંધીના શાસન કાળમાં અમિતાભનો દબદબો હતો. બચ્ચન બાદ મુરલી મનોહર જોશી સંસદ બન્યા અને તેમણે પણ આ દિશામાં પૂરું જોર લગાડવાનું ચાલુ રાખ્યું હતું.
- હિમાચલ પ્રદેશમાં કાંગડા જીલ્લો ફરીથી એકવાર સત્તા અપાવવામાં ચાવીરૃપ રહ્યો છે. આ જીલ્લાની ૧૫ બેન્કોમાંથી ૧૦ કોંગ્રેસના ફાળે ગઈ છે. ભાજપ માત્ર ત્રણ બેઠકો મેળવી શકી જ્યારે બે બેઠકો અપક્ષો ખેંચી ગયા છે. ઈતિહાસ સાક્ષી રહ્યો છે કે ૧૯૮૦માં કાંગડાની કુલ ૧૬ બેઠકોમાંથી ૧૨ ભાજપ પાસે હતી, બાકીની ચારમાં ૩ જનતાદળ અને ૧ કોંગ્રેસને મળી હતી. ૧૯૯૩માં કોંગ્રેસને ૧૨ બેઠકો મળી અને વિરભદ્રસિંહ મુખ્યપ્રધાન બન્યા. ૧૯૯૮માં આ જીલ્લાની ૧૦ બેઠકો ભાજપ પાસે ગઈ, ૨૦૦૩માં ૧૧ બેઠકો કોંગ્રેસે જીતી. ૨૦૦૭માં મતદારોનો મિજાજ ફરીથી બદલાયો. ભાજપને ૯ જ્યારે કોંગ્રેસને પાંચ સીટ મળી એટલે દરેક વખતે કાંગડા જીલ્લો સત્તા અપાવવા માટે નિર્ણાયક ભૂમિકામાં રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય
- અમેરિકાની સુઝી ફેવર હેમિલ્ટન ૧૯૯૦થી ૨૦૦૦ના સમયગાળા દરમિયાન મધ્યમ અંતરની સારામાં સારી રનર હતી અને તેણે ત્રણ વખત ઓલિમ્પિકમાં પણ મેદાન માર્યું હતું. તેની પ્રતિભાને જોતા બિગ ટેન્ટ કોન્ફરન્સે તેની મહિલા એથલેટને અપાયેલા એવોર્ડઝનું નામ પણ હેમિલ્ટન પરથી રાખ્યું હતું... આટલી ભવ્ય કારકિર્દી ધરાવતી હેમિલ્ટને તાજેતરમાં જ એક વેબસાઇટને જણાવ્યું હતું કે તે અન્ય કામોની સાથે પ્રતિ કલાકના ૬૦૦ ડોલર લેતી વેશ્યા તરીકે પણ કામ કરે છે. તે આ કામ લાસવેગાસ, લોસ એન્જલસ, શિકાગો અને અન્ય શહેરોમાં કરે છે. જો કે સુઝીએ પોતાના આ વર્તનને મોટી ભૂલ પણ ગણાવ્યું હતું.
- ટેક્સાસના નાનકડા ગામ હારોલ્ડમાં આજકાલ એક શાળાના શિક્ષકો ચર્ચામાં છે. આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ વિસ્તારની એકમાત્ર સામુહિકશાળામાં સલામતીના મુદ્દે જરા પણ ચિંતીત નથી. જેની પાછળ આ શાળાના શિક્ષકોને અપાયેલી ગુપ્ત શસ્ત્રો રાખવાની છુટ કારણભૂત છે. શાળાના અધિકારીએ જણાવ્યું હતું કે તેમની પાસે શાળામાં સિક્યોરીટી ગાર્ડ રાખવાના પૈસા નથી. ગાર્ડ રાખીએ તો પણ તે હુમલાખોરોની નજરે ચડે અને ત્યારબાદ સૌથી પહેલો અડફેટે ચડે...' અધિકારીના કહેવા મુજબ શાળાના તમામ શિક્ષકોને શસ્ત્રો ચલાવવાની ખાસ તાલીમ અપાઇ છે અને તેમની બંદૂકો ગુપ્ત રીતે રખાયેલી હોવાથી હુમલાખોરની નજરે આવવાની પણ શક્યતા નથી.
- ૨૧મી ડિસેમ્બર એટલે કે આજે વિશ્વનો અંત આવી જવાનો છે તેની વાતો (અફવાઓ!) વિશ્વભરમાં છેલ્લા એક વર્ષથી પ્રસરી રહી હતી. જોકે આજે આ કોલમ લખાઇ અર્થ જ એ છે કે વિશ્વનો અંત આવ્યો નથી. આપણે બધા જીવીત છીએ. ચીનમા 'ડૂમ્સ ડે' અર્થાત્ વિશ્વનો અંત ૨૧મી ડિસેમ્બરે આવવાનો છે તેવી આગાહી કરીને ભય ફેલાવતા 'ઓલમાઇટી ગોડ' નામના એક સંપ્રદાયના અંદાજે ૧ હજાર સભ્યોની ચીની સત્તાવાળાઓએ અટકાયત કરી છે. આ સંપ્રદાયના સભ્યોએ તાજેતરમાં પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું. જેના કારણે કંટાળેલી પોલીસે અંતે આજે સાત પ્રાંતોમાંથી એક હજાર વ્યક્તિને અટકાયતમાં લઇ લીધી હતી.
- ચીનના શાંઘાઇ સહિત મુખ્ય ચાર શહેરોમાં આ વર્ષે પ્રદુષણ ફેલાવતા સૂક્ષ્મકણોના કારણે અંદાજે ૮૬૦૦ લોકો અકાળે અવસાન પામ્યા છે. વાયુ-પ્રદુષણના કારણે આ શહેરોને ૧૦ લાખ અબજ ડોલરનું નુકસાન પણ વેઠવું પડયું છે. આવું પ્રદુષણ શાંઘાઇ ઉપરાંત બેઇજીંગ, ગ્વાગઝ અન ઝિયાનમાં જોવા મળ્યું છે. હાહાકાર મચાવનારા આ પીએમ ૨.૫ પ્રદૂષણ કણો શ્વસનતંત્રને નુકસાન કરે છે. તેનાથી ફેફસાનું કેન્સર તેમજ હૃદયરોગ પણ થઇ શકે છે.
- ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં રદ્દ કરાયેલા લાઇસન્સોમાં રશિયન કંપની સિસ્ટેમા પણ સામેલ છે. જોકે રશિયાના મતે સિસ્ટેમાનું લાઇસન્સ રદ્દ થવાનો મુદ્દો કાયદાકીય કે અદાલતને લગતો નથી પણ રાજકીય છે. ભારતે લીધેલા આ પગલાને રશિયાએ અયોગ્ય ગણાવ્યું છે. ભારત ખાતેના રશિયન દૂત એલેકઝાન્ડર કદાકિને જણાવ્યું હતું કે હાલ સિસ્ટેમા અને ભારત સરકાર વચ્ચે આ મુદ્દે વાટાઘાટો ચાલી રહી છે જેનું સકારાત્મક પરિણામ આવશે તેવી આશા છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ફેસબુક વોલ નક્કી કરશે તમારા ઇન્ટરવ્યુનો કોલ
સ્તન-પ્રદર્શનને બદલે પગ-પ્રદર્શનની ફેશન
પગરખાંની પરખમાં સાવચેતી રાખો
'જિમ'વગર ફિટ એન્ડ ફાઇન ફિગર
સૂકી ત્વચાને સુંવાળી રાખતાં પ્રસાધનો
 

Gujarat Samachar glamour

હું બગડેલો નવાબ નથીઃ સૈફ
હું પાક્કી પંજાબી છુંઃ ઈશા
મારી પસંદ શાહરૃખ જઃ અસિન
સલમાને દીપિકાને 'કિક' આપી
અર્જુન-ચિત્રાંગદાની ફિલ્મના પ્રમોશન માટે કોન્ડમ કંપનીની લોભામણી ઓફર
લગ્નનો કોઈ ઈરાદો નથીઃ જેક્લિન
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved