Last Update : 22-December-2012, Saturday

 

સેન્સેક્સમાં ૮ ઓક્ટોબર પછીનો સૌથી મોટો કડાકો
બ્લેક ફ્રાઇડે ઃ શેર, સોના અને ચાંદીમાં ગાબડાં

વૈશ્વિકસ્તર અને ઘરઆંગણાની પ્રતિકૂળતા પાછળ સેન્સેક્સમાં ૨૧૨ પોઈન્ટનો કડાકો ઃ ચાંદીમાં રૃા. ૨૨૦૦નું પ્રચંડ ગાબડુું ઃ સોનામાં પણ રૃા. ૨૦૦ તૂટયા

અમદાવાદ, તા.૨૧
ઘરઆંગણાની અને વૈશ્વિક સ્તરની પ્રતિકૂળતાઓ પાછળ આજે દેશના શેરબજારો અને સોના-ચાંદી બજારમાં 'બ્લેક ફ્રાઇડે' જોવા મળ્યો હતો. સ્પેક્ટ્રમ ફાળવણીમાં સીબીઆઇ દ્વારા ચાર્જશીટ ફાઇલ કરાયા સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ આવેલ વેચવાલીના ભારે દબાણ પાછળ બીએસઇ સેન્સેક્સમં ૨૧૨ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો તો બીજી તરફ વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુઓ તૂટતા સ્થાનિક બુલિયન બજારોમાં પણ ગાબડા નોધાયા હતા. અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે ચાંદીમાં રૃા. ૨૨૦૦નું પ્રચંડ ગાબડું નોંધાયું હતું તેની પાછળ સોનામાં રૃા. ૨૦૦ તૂટયા હતા.
એનડીએ સરકારના શાસન કાળ દરમિયાન થયેલ સ્પેક્ટ્રમ ફાળવણી અંગે સીબીઆઇએ ટેલિકોમ કંપનીઓ ચાર્જશીટ દાખલ કરી હોવાના અહેવાલોની બજાર ઉપર પ્રતિકૂળ અસર થવા પામી હતી. બીજી તરફ વૈશ્વિક સ્તરે યુએસ ફિસ્કલ ક્લીફની ગૂંચ વણઉકલી રહેવાના તેમજ યુનાઇટેડ નેશન્સ દ્વારા યુએસ અને યુરોપીયન યુનિયનના દેશોમાં ફરીથી મંદીની કરાયેલી આગાહી પાછળ એશિયા અને યુરોપના બજારોમાં પણ છવાયેલા મંદીના માહોલની સ્થાનિક બજાર પર અસર જોવા મળી હતી.
આ ઉપરાંત ક્રિસમસ વેકેશન પૂર્વે ઓવરબોટ પોઝિશન ખંખેરાતા આજે ખેલાડીઓ તેમજ રોકાણકારો દ્વારા હાથ ધરાયેલ વેચવાલીના ભારે દબાણ પાછળ બજારમાં આજે સતત પીછેહઠ થવા પામી હતી. જેના પગલે આજે બીએસઇ સેન્સેક્સ આજે પ્રારંભથી જ સતત પીછેહઠ કરતો હતો જે કામકાજના અંતે ૨૧૧.૯૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨.૦૦ની નીચી સપાટીએ ઉતરી આવ્યો હતો. જે ૮ ઓક્ટોબર પછીનો એક દિવસનો સૌથી મોટો કડાકો છે. આ દિવસે સેન્સેક્સમાં ૨૨૯ પોઇન્ટનો કડાકો બોલ્યો હતો.
પ્રતિકૂળ અહેવાલો પાછળ વેચવાલીના દબાણ પાછળ એન.એસ.ઇ.નો નિફ્ટી આંક પણ આજે ૬૮.૭૦ પોઇન્ટ તૂટતા તે ૫૮૪૭.૭૦ની નીચી સપાટીએ ઉતરી આવ્યો હતો. બજારમાં આજે મંદીના માહોલ વચ્ચે પણ એફઆઇઆઇએ રૃા. ૧૧૫.૩૪ કરોડની નવી ખરીદી કરી હતી. વૈશ્વિક બજારોમાં નાતાલ પર્વ અગાઉ હેજ ફંડો દ્વારા હાથ ધરાયેલી એકધારી વેચવાલીના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ૧૬૫૦ ડોલરની સપાટી તોડી ૧૬૪૦ ડોલર ઉતરી આવી ૧૬૪૮ ડોલર રહ્યું હતું. તો બીજી તરફ ચાંદી પણ ૩૦ ડોલરની સપાટી તોડી ૨૯.૯૬ ડોલર ઉતરી આવી હતી.
આમ, વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુ ચાર મહિનાના તળિયે ઉતરી આવ્યું હતું. બજારના જાણકાર વર્તુળોએ ઉમેર્યું હતું કે, અમેરિકામાં ફિસ્કલ ક્લીફનો વિવાદ વકરતા તેની પણ બજાર ઉપર અસર જોવા મળી હતી.
ઉપરોક્ત અહેવાલો પાછળ આજે દેશભરના બુલિયન બજારોમાં ગાબડા નોંધાયા હતા. જે પૈકી અમદાવાદ સોના-ચાંદી બજારમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો કડાકો બોલી જતા તે રૃા. ૫૬૮૦૦ની નીચી સપાટીએ ઉતરી આવી હતી. જ્યારે સોનું (૯૯.૯)રૃા. ૨૦૦ ઘટીને રૃા. ૩૦,૯૦૦ની સપાટીએ નરમ રહ્યું હતું. મુંબઈ ખાતે આજે ચાંદીમાં રૃા. ૧૭૬૫નો કડાકો બોલાતા તે રૃા. ૫૭,૮૩૦ની નીચી સપાટીએ ઉતરી આવી હતી. જ્યારે સોનું (૯૯.૯) રૃા. ૨૪૦ તૂટીને રૃા. ૩૦,૪૯૫ની સપાટીએ નરમ રહ્યું હતું. દિલ્હી બુલિયન બજારમાં ચાંદીમાં રૃા. ૧૫૫૦નો કડાકો બોલાતા તે રૃા. ૫૭૭૫૦ની સપાટીએ ઉતરી આવી હતી. જ્યારેે સોનું (૯૯.૯) રૃા. ૩૩૦ તૂટી ૩૦,૭૮૦ની સપાટીએ નરમ રહ્યું હતું. આમ, ઘરઆંગણે કિંમતી ધાતુઓ દોઢ માસના તળિયે ઉતરી આવી હતી.
જો કે, મોડી સાંજે વૈશ્વિક બજારોમાં સોનું પુનઃ ઉંચકાઈને ૧૬૫૨.૫૦ ડોલર અને ચાંદી ૩૦.૦૨ ડોલર મુકાતી હતી તેની પાછળ મુંબઈ ખાતે મોડી સાંજે બંધ બજારે ચાંદી રૃા. ૫૮,૨૦૦ અને સોનું રૃા. ૩૦,૫૦૦ મુકાતું હતું. છેલ્લા ત્રણ દિવસમાં અંદાજે રૃા.૮૦૦૦ જેટલું તૂટીને રૃા. ૩,૫૭,૦૦૦ની સપાટીએ મુકાતું સોનું બિસ્કીટ પણ મોડી સાંજે રૃા. ૩,૫૮,૦૦૦ મુકાતું હતું.

વૈશ્વિક સોના-ચાંદી ચાર અને સ્થાનિકમાં દોઢ માસના તળિયે
પ્રતિકૂળ અહેવાલો પાછળ આજે વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુઓમાં ગાબડા પડતા તે ચાર માસની નીચી સપાટીએ ઉતરી આવ્યા હતા જ્યારે ઘરઆંગણે કિંમતી ધાતુઓ દોઢ માસના તળિયે ઉતરી આવી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ફેસબુક વોલ નક્કી કરશે તમારા ઇન્ટરવ્યુનો કોલ
સ્તન-પ્રદર્શનને બદલે પગ-પ્રદર્શનની ફેશન
પગરખાંની પરખમાં સાવચેતી રાખો
'જિમ'વગર ફિટ એન્ડ ફાઇન ફિગર
સૂકી ત્વચાને સુંવાળી રાખતાં પ્રસાધનો
 

Gujarat Samachar glamour

હું બગડેલો નવાબ નથીઃ સૈફ
હું પાક્કી પંજાબી છુંઃ ઈશા
મારી પસંદ શાહરૃખ જઃ અસિન
સલમાને દીપિકાને 'કિક' આપી
અર્જુન-ચિત્રાંગદાની ફિલ્મના પ્રમોશન માટે કોન્ડમ કંપનીની લોભામણી ઓફર
લગ્નનો કોઈ ઈરાદો નથીઃ જેક્લિન
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved