Last Update : 22-December-2012, Saturday

 

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં ઃ RINLમા હજુ અનિશ્ચિતતા

આરઆઈએનએલના આઈપીઓમાં ભાવનો મુદ્દો ઉકેલાયા બાદ જ ઈશ્યુ આવશે

નવી દિલ્હી, શુક્રવાર
સરકાર હસ્તકની સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સેઈલ)માં ઓફર ફોર સેલ (ઓએફએસ) થકી ડિસઈન્વેસ્ટમેન્ટ આગામી ફેબુ્રઆરીમાં હાથ ધરાય તેવી શક્યતા છે. જો કે, સરકાર હસ્તકની અન્ય કંપની રાષ્ટ્રીય ઈસ્પાત નિગમ (આરઆઈએનએલ)માં ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યવાહી અંગે હજુ કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી. આમ, એક સ્ટીલ કંપનીમાં ડિસઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા હાથ પર ધરાયેલ છે. જ્યારે બીજી સ્ટીલ કંપની અંગે સરકાર હજુ દ્વિધામાં છે.
તાજેતરના ભૂતકાળમાં હિન્દુસ્તાન કોપર અને એનએમડીસીમાં ઓફર ફોર સેલ થકી ડિસઈન્વેસ્ટમેન્ટ કામગીરી થયા બાદ સરકારના રડાર પર હવે સેઈલમાં પણ આ જ રૃટ થકી ફેબુ્રઆરીમાં ડિસઈન્વેસ્ટમેન્ટ કરવાની યોજના હાત ધરાઈ છે. જો કે, આ અંગે હજુ કોઈ તારીખ નક્કી થઈ નથી. પરંતુ, તેમાં આગળ વધવા સરકાર સક્રિય છે અને હાલ આ મુદ્દે અંતિમ મંજૂરી મળે તેની રાહ જોઈને બેઠી છે. સેઈલમાં ડિસઈન્વેસ્ટમેન્ટ થકી રૃા. ૩૫૦૦ કરોડ ઊભા કરાય તેવી શક્યતા છે. આમ, સેઈલમાં ડિસઈન્વેસ્ટમેન્ટનો સંપૂર્ણ તખ્તો ગોઠવાઈ ચૂકાયો છે.
બીજી તરફ સરકાર હસ્તકની અન્ય એક કંપની રાષ્ટ્રીય ઈસ્પાત નિગમ લી. (આરઆઈએનએલ) આઈપીઓ માટે હજુ સુધી કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી. અગાઉ એટલે કે ગત તા. ૯ ઓક્ટોબરે આ કંપનીનો આઈપીઓ ખુલવાનો હતો પણ તે પડતો મૂકાયો હતો. આ કંપનીના કિસ્સામાં આવું ત્રીજી વખત બન્યું છે.
અગાઉ બે વખત બજારની નબળી પરિસ્થિતિના કારણે આરઆઈએનએલનો આઈપીઓ મોકૂફ રખાયો હતો. તો ત્રીજી વખત ઈશ્યુના ભાવના મુદ્દે સર્જાયેલી મડાંગાંઠને લઈને આઈપીઓ પડતો મુકવામાં આવ્યો હતો.
બજારના જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય ઈસ્પાતના આઈપીઓમાં ઈશ્યુ ભાવને લઈને પ્રતિકૂળતા ઉદ્ભવેલી છે. મર્ચન્ટ બેંકરોએ આ ઈશ્યુનો ભાવ રૃા. ૨૦ની નીચે રાખવાનું સૂચન કર્યું હતું. આ કંપનીની બુકવેલ્યુ રૃા. ૨૨.૫૦ છે. આમ, આ મુદ્દે સર્જાયેલ મડાગાંઠ ઉકેલાયા બાદ તેની તારીખ નક્કી થશે. આ આઈપીઓ થકી રૃા. ૨૫૦૦ કરોડ ઉભા કરવાનો સરકારને અંદાજ છે.
દરમિયાન રાષ્ટ્રીય ઈસ્પાત નિગમે આઈપીઓ માટે ઊંચો ભાવ મળે તે હેતુસર નાણાંકીય પુનઃગઠન કરવાનું તેમજ તેની સબસીડીયરી કંપનીને પોતાનામાં ભેળવી દેવાની યોજના હાથ ધરી છે. કંપનીએ આ બંને મુદ્દે કવાયત હાથ ધરી દીધી છે તેમ જાણકાર વર્તુળોએ જણાવ્યું હતું. ચાલુ નાણાંકીય વર્ષમાં આ બે કંપની ઉપરાંત ભેલ, ઓઈલ ઈન્ડિયા, એમએમટીસી, નાલ્કો અને એનટીપીસીમાં પણ ડિસઈન્વેસ્ટમેન્ટ હાથ ધરવાની સરકારની યોજના છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ફેસબુક વોલ નક્કી કરશે તમારા ઇન્ટરવ્યુનો કોલ
સ્તન-પ્રદર્શનને બદલે પગ-પ્રદર્શનની ફેશન
પગરખાંની પરખમાં સાવચેતી રાખો
'જિમ'વગર ફિટ એન્ડ ફાઇન ફિગર
સૂકી ત્વચાને સુંવાળી રાખતાં પ્રસાધનો
 

Gujarat Samachar glamour

હું બગડેલો નવાબ નથીઃ સૈફ
હું પાક્કી પંજાબી છુંઃ ઈશા
મારી પસંદ શાહરૃખ જઃ અસિન
સલમાને દીપિકાને 'કિક' આપી
અર્જુન-ચિત્રાંગદાની ફિલ્મના પ્રમોશન માટે કોન્ડમ કંપનીની લોભામણી ઓફર
લગ્નનો કોઈ ઈરાદો નથીઃ જેક્લિન
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved