Last Update : 22-December-2012, Saturday

 

સોનામાં વિશ્વ બજારમાં નાતાલ પૂર્વે હેજફંડોની વેગીલી વેચવાલી
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો

ત્રણ દિવસમાં ચાંદીમાં રૃ.૪૦૦૦નું ગાબડું પડયું ઃ વિશ્વ બજારમાં સોનામાં ૧૬૫૦ ડોલરની તથા ચાંદીમાં ૩૦ ડોલરની સપાટી તૂટીઃ ડોલર ઉછળ્યો

અમદાવાદ,શુક્રવાર
વૈશ્વિક બજારોની પ્રતિકૂળતા પાછળ આજે દેશભરમાં બંને કિમતી ધાતુઓના ભાવમાં કડાકો બોલી જાવા પામ્યો હતો. અત્રે અમદાવાદ સોના-ચાંદી બજારમાં પણ આજે ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલી જતા તે રૃા.૫૬,૮૦૦ની નીચી સપાટીએ ઊતરી આવી હતી બીજી તરફ સોનામાં પણ વેચવાલીના દબાણે રૃા.૨૦૦ તૂટતાં તે રૃ.૩૦,૯૦૦ની સપાટીએ બંધ રહ્યું હતું.
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બન્ને કિંમતી ધાતુઓમાં મંદી આગળ વધતાં ભાવોમાં નવા ગાબડા પડયા હતા. ચાંદી આજે કિલોના વધુ રૃ.૧૭૬૫ તૂટી જતાં ૩ દિવસમાં ભાવો રૃ.૪૦૦૦ જેટલા તૂટી ગયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના વધુ રૃ.૨૩૦થી સ૨૪૦ તૂટયા હતા.
ચાંદીના ભાવો ઘટી આજે પ્રથમ તબક્કે રૃ.૫૯ હજારની અંદર જતા રહ્યા પછી વધુ ઘટી રૃ.૫૮ હજારની સપાટી પણ તોડી રૃ.૫૭૮૩૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના ૧૬૫૦ ડોલરની અંદર જતા રહેતાં સોના પાછળ ચાંદીના ભાવો પણ વિશ્વ બજારમાં ઔંશના ૩૦ ડોલરની સપાટી તોડી ગયાના સમાચારો હતા.
મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૯૫૯૫ વાળા રૃ.૫૭૮૬૦ ખુલી રૃ.૫૭૮૩૦ બંધ રહ્યા હતા. સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૩૦૫૯૫ વાળા રૃ.૩૦૩૦૫ ખુલી રૃ.૩૦૩૬૫ બંધ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૦૭૩૫ વાળા રૃ.૩૦૪૪૫ ખુલી રૃ.૩૦૪૯૫ બંધ રહ્યા હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવો રૃ.૧૬૬૮થી ૧૬૬૮.૫૦ ડોલર વાળા આજે નીચામાં ૧૬૪૦.૩૦ થઈ સાજે ૧૬૪૮.૬૦ ડોલર રહ્યાના સમાચારો હતા. સોના પાછળ ચાંદીના ભાવો વિશ્વ બજારમાં ૩૧.૧૭ ડોલર વાળા નીચામાં ૨૯.૬૫ ડોલર થઈ સાંજે ૨૯.૯૬ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં અમેરિકામાં જોબલેસ આંકડા સારા આવતા તથા ડોલર વધતાં વિશ્વ બજારમાં સોનામાં હેજફંડોની નાતાલ પૂર્વે વ્યાપક વેચવાલી નિકળી હતી. મુંબઈમાં ડોલરના ભાવો રૃ.૫૪.૮૫ વાળા આજે ઉંચામાં રૃ.૫૫.૨૮ થઈ છેલ્લે રૃ.૫૫.૦૬ રહ્યા હતા. મુંબઈમાં ચાંદીમાં આજે ઘટયા ભાવોએ માંગ વધતાં ૧૫૦થી ૨૦૦ કિલોના વેપારો થયા હતા. અને ચાંદીના ભાવો મુંબઈમાં સાંજે રૃ.૫૮૦૦૦ તથા કેશમાં રૃ.૫૭૬૦૦ બોલાઈ રહ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ફેસબુક વોલ નક્કી કરશે તમારા ઇન્ટરવ્યુનો કોલ
સ્તન-પ્રદર્શનને બદલે પગ-પ્રદર્શનની ફેશન
પગરખાંની પરખમાં સાવચેતી રાખો
'જિમ'વગર ફિટ એન્ડ ફાઇન ફિગર
સૂકી ત્વચાને સુંવાળી રાખતાં પ્રસાધનો
 

Gujarat Samachar glamour

હું બગડેલો નવાબ નથીઃ સૈફ
હું પાક્કી પંજાબી છુંઃ ઈશા
મારી પસંદ શાહરૃખ જઃ અસિન
સલમાને દીપિકાને 'કિક' આપી
અર્જુન-ચિત્રાંગદાની ફિલ્મના પ્રમોશન માટે કોન્ડમ કંપનીની લોભામણી ઓફર
લગ્નનો કોઈ ઈરાદો નથીઃ જેક્લિન
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved