Last Update : 22-December-2012, Saturday

 

યુ.એસ. ફિસ્કલ ક્લીફની ગૂંચ નહીં ઉકેલાતા અને ક્રિસમસ વેકેશન પૂર્વે
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨ ઃ મેટલ, ફાર્મા, બેંક, પાવર શેરોમાં ધોવાણ

સ્મોલ-મિડ કેપ શેરોમાં પણ વ્યાપક ઓફલોડીંગ ઃ નિફ્ટી ૬૯ તૂટીને ૫૮૪૮


(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શુક્રવાર
ગુજરાતમાં કોંગ્રેસને પરાજય આપી નરેન્દ્ર મોદીના મેજીકે હેટ્રીક લગાવી સતા જાળવી રાખતા પરિણામ આવતા અને ક્રિસમસ વેકેશનની તૈયારીએ હવે ફંડ મેનેજરોએ રજા પર જતા પૂર્વે મુંબઇ શેરબજારોમાં પણ એફઆઇઆઇ- મહારથીઓ, દિગ્ગજોએ તેજીના મોટા ઓળીયા સરખા કરવારૃપી સેન્સેક્ષ- નિફ્ટી બેઝડ આજે કડાકો બોલાવી દીધો હતો. સંસદના શીયાળુ સત્ર અપેક્ષીત મહત્વના મોટાભાગના બિલ મલ્ટિ બ્રાન્ડ રીટેલ ક્ષેત્રે એફડીઆઇ મંજૂરી, બેંકિંગ કાયદા સુધારા બિલ સહિત મંજુર થઇ ગયાના મહત્વના પોઝિટીવ પરિબળો પૂરા થઇ જતાં અને ડીસેમ્બર મહિનાની ફંડોની નેટ એસેટ વેલ્યુની ગેમ પણ મોટાભાગની પૂરી કરી દઇ એફઆઇઆઇ, લોકલ ફંડોએ તેજીના મોટા ઊભા ઓળીયા સરખા કરવા સાથે સ્મોલ- મિડ કેપ, 'બી' ગુ્રપના પણ સંખ્યાબંધ શેરોમાં પ્રોફીટ બુકીંગ સાથે ઓફ લોડીંગ ખેલંદાઓ- ઇન્વેસ્ટરોનું પેનીક સેલીંગ થતું જોવાયું હતું. રાષ્ટ્રીય પરિબળો સાથે આંતરરાષ્ટ્રીય મોરચે યુ.એસ. ફિસ્કલ ક્લીફની ગૂંચ પણ કાયમ રહેતા અને ડીસેમ્બર અંત સુધીમાં ઉકેલ આવવાની અપેક્ષા પૂરી નહીં થવાની શંકાએ તેમજ યુનાઇટેડ નેશન્સ દ્વારા યુ.એસ., યુરોપીય યુનીયનના દેશોમાં બીજી મંદીની આગાહીની પણ અવળી અસર તેમજ ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જને (એનવાયએસઇ) ૮.૨ અબજ ડોલરમાં યુરોપના ઇન્ટરકનેક્ટ એક્ષચેન્જ દ્વારા હસ્તગત કર્યાની પણ નકારાત્મક અસરે ડાઉ જોન્સ ઇન્ડેક્ષમાં ફ્યુચર્સમાં ૧૮૫ પોઇન્ટના કડાકાએ પણ એશીયા, યુરોપના બજારોમાં સાર્વત્રિક ધોવાણની અસર મુંબઇ શેરબજારોમાં જોવાઇ હતી. મેટલ, બેંકિંગ, ઓટો, રિલાયન્સ, પાવર- કેપિટલ ગુડઝ ફ્રન્ટલાઇન શેરોમાં સાર્વત્રિક ઓફલોડીંગે સેન્સેક્ષ આગલા બંધ ૧૯૪૫૩.૯૨ સામે ૧૯૩૯૪.૫૫ મથાળે ખુલી શરૃઆતથી જ ૧૨૫થી ૧૫૦ પોઇન્ટનો ઘટાડો બતાવતો રહી છેલ્લા કલાકમાં વધેલી વેચવાલી અને સપ્તાહનો અંતિમ દિવસ હોઇ ઓવરબોટ પોઝિશન ફૂટવા લાગતા એક તબક્કે ૨૩૨.૮૦ પોઇન્ટ તૂટીને નીચામાં ૧૯૨૨૧.૧૨ સુધી ગબડી જઇ ૮, ઓક્ટોબર, ૨૦૧૨ બાદની નીચી સપાટીએ આવી જઇ અંતે ૨૧૧.૯૨ પોઇન્ટના ઘટાડે ૧૯૨૪૨ બંધ રહ્યો હતો.
નિફ્ટી સ્પોટ ૫૯૧૬થી તૂટીને નીચામાં ૫૮૪૧ સુધી ખાબક્યો ઃ ડીસેમ્બર એક્સપાયરી ૫૭૭૫ નજીક?
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૯૧૬.૪૦ સામે ૫૮૮૮ મથાળે ખુલીને સતત ઘટતો જોઇ જેપી એસોસીયેટસ, જિન્દાલ સ્ટીલ, આઇડીએફસી, સેસાગોવા, હિન્દાલ્કો, ડીએલએફ, અંબુજા સિમેન્ટસ, ભારતી એરટેલ, પીએનબી, લુપીન, કેઇર્ન ઇન્ડિયા, સનફાર્મા, ટાટા પાવર, એશીયન પેઇન્ટસ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કોટક મહિન્દ્રા બેંક, બેંક ઓફ બરોડા, રેનબેક્સી, લાર્સન, અલ્ટ્રાટેક સિમેન્ટમાં વેચવાલીએ એક સમયે ૭૪.૭૫ પોઇન્ટ ગબડી નીચામાં ૫૮૪૧.૬૫ સુધી આવી જઇ અંતે ૬૮.૭૦ પોઇન્ટ તૂટીને ૫૮૪૭.૭૦ બંધ રહ્યો હતો. નિફ્ટીમાં ડિસેમ્બર વલણના અંત પૂર્વે ૫૭૭૫ સુધીના ઘટાડાની શક્યતા અમુક વર્ગ બતાવી રહ્યો હતો.
નિફ્ટી ૫૮૦૦નો પુટ ૭.૭૦થી ઉછળીને ૧૮.૧૦ ઃ ૫૯૦૦નો કોલ ૫૮.૨૫થી તૂટી ૧૮.૨૫ ઃ ડિસેમ્બર ફ્યુચર ૫૮૪૭ બોલાયો
ડેરીવેટીવ્ઝમાં ડિસેમ્બર નિફ્ટી ફ્યુચર ૨,૮૦,૫૧૦ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૮૨૪૦.૧૬ કરોડના ટર્નઓવરે ૫૯૩૧.૧૫ સામે ૫૯૦૦ ખુલી ઉપરમાં ૫૯૦૫ થઇ નીચામાં ૫૮૪૭.૪૦ સુધી ગબડી જઇ અંતે ૫૮૫૧.૨૦ હતો. નિફ્ટી ૫૯૦૦નો કોલ ૮,૫૮,૮૭૮ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૨૫૪૫૫.૫૯ કરોડના ટર્નઓવરે ૫૮.૨૫ સામે ૩૮.૮૦ ખુલી નીચામાં ૧૭.૫૦ સુધી ગબડી જઇ અંતે ૧૮.૨૫ હતો. નિફ્ટી ૫૮૦૦નો પુટ ૬,૧૦,૦૪૩ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૭૭૩૫.૨૦ કરોડના ટર્નઓવરે ૭.૭૦ સામે ૧૦ ખુલી ઉપરમાં ૨૦.૨૫ સુધી જઇ અંતે ૧૮.૧૦ હતો. નિફ્ટી ૬૦૦૦નો કોલ ૫,૮૩,૦૧૭ કોન્ટ્રપેક્ટસમાં રૃા. ૧૭૫૦૯.૨૮ કરોડના ટર્નઓવરે ૧૬.૮૫ સામે ૬.૩૦ ખુલી ઉપરમાં ૧૧.૫૫ થઇ નીચામાં ૩.૭૫ સુધી તૂટી જઇ અંતે ૩.૯૫ હતો. બેંક નિફ્ટી ફ્યુચર ૧૨૫૨૪.૮૫ સામે ૧૨૪૭૪.૪૫ ખુલી નીચામાં ૧૨૩૨૬.૬૦ સુધી ગબડી અંતે ૧૨૩૪૪.૮૦ હતો.
સ્ટોક ફ્યુચર્સમાં ઘણામાં ઓવરબોટ પોઝિશન! દિગ્ગજો હજુ સોમવારે ઇન્ડેક્ષ બેઝડ આંચકા આપી લેણ પડાવશે?
સ્ટોક ફ્યુચર્સમાં સંખ્યાબંધ શેરોમાં ૮૦થી ૮૫ ટકા ઓપન ઇન્ટરેસ્ટ સાથેની ઓવરબોટ પોઝિશન હોઇ દિગ્ગજો-મહારથીઓએ બે દિવસ પૂર્વે જ ધ્યાન બદલીને કરેલા ઓફલોડીંગ અને હેમરીંગથી તેજીમાં ઘણા ખેલંદા અટવાયા હોવાનું અને ખેલંદાઓના લેણ ખંખેરાવવા હજુ ઇન્ડેક્ષ બેઝડ સોમવારે આંચકા આપવામાં આવશે એવી જાણકારોમાં ચર્ચા હતી. સ્ટોક ફ્યુચર્સમાં ખાસ એચડીઆઇએલ, આઇડીએફસી, જિન્દાલ સ્ટીલ, અંબુજા સિમેન્ટસ, સેન્ચુરી ટેક્સટાઇલ્સ, આઇડીબીઆઇ બેંક, આઇએફસીઆઇ, અદાણી પાવરમાં ઓવરબોટ પોઝિશન ખંખેરાઇ હતી.
રીયાલ્ટી શેરોમાં ઓવરબોટ પોઝિશન ખંખેરાઇ ઃ એચડીઆઇએલ, અનંતરાજ, યુનીટેક, ઇન્ડિયાબુલ્સ ગબડયા
રીયાલ્ટી શેરોમાં પાછલા દિવસોમાં વનસાઇડ તેજીએ બનેલી ઓવરબોટ પોઝિશન ખંખેરાઇ હતી. એચડીઆઇએલ રૃા. ૬.૪૦ તૂટીને રૃા. ૧૦૬.૯૫, અનંતરાજ ઇન્ડસ્ટ્રી રૃા. ૪.૮૫ તૂટીને રૃા. ૯૧.૩૦, યુનીટેક રૃા. ૧.૪૫ તૂટીને રૃા. ૩૨.૬૫, ઇન્ડિયાબુલ્સ રીયલ એસ્ટેટ રૃા. ૩.૧૫ ગબડીને રૃા. ૭૧, ઓબેરોય રીયાલ્ટી રૃા. ૧૨.૨૦ તૂટીને રૃા. ૨૯૨.૧૦, પ્રેસ્ટિજ ેએસ્ટેટસ રૃા. ૬.૭૦ ઘટીને રૃા. ૧૭૭.૧૫, પાર્શ્વનાથ ડેવલપર્સ રૃા. ૧.૪૦ ઘટીને રૃા. ૩૮.૬૦, શોભા ડેવલપર્સ રૃા. ૧૦.૮૫ ઘટીને રૃા. ૩૮૧.૦૫, ડીએલએફ રૃા. ૬.૨૦ ઘટીને રૃા. ૨૧૯.૫૫, ફિનિક્સ મિલ રૃા. ૫ ઘટીને રૃા. ૨૩૯.૬૦, ગોદરેજ પ્રોપર્ટીઝ રૃા. ૧૦.૯૦ ઘટીને રૃા. ૬૪૩.૦૫ રહ્યા હતા. બીએસઇ રીયાલ્ટી ઇન્ડેક્ષ ૭૪.૫૩ પોઇન્ટ તૂટીને ૨૦૪૮.૫૫ રહ્યો હતો.
એનડીએ શાસનમાં સ્પેક્ટ્રમ ફાળવણીમાં સીબીઆઇની ચાર્જશીટથી ભારતી એરટેલ રૃા. ૧૦ તૂટીને રૃા. ૩૦૭
એનડીએ સરકાર સમયમાં ટેલીકોમ સ્પેક્ટ્રમ ફાળવણીમાં સીબીિઆએ તપાસ આદરી ભારતી એરટેલ, વોડાફોન, હચસન સહિત વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરતા પૂર્વે ચાર્જશીટ ફાઇલ કરવાના વાવડ મળી જતાં ટેલીકોમ શેરોમાં ફંડો- ઇન્વેસ્ટરોનું હેમરીંગ થયું હતું. ભારતી એરટેલ રૃા. ૯.૭૫ ગબડીને રૃા. ૩૦૭.૧૫ રહ્યો હતો. રિલાયન્સ કોમ્યુનિકેશન રૃા. ૧.૯૦ ગબડીને રૃા. ૭૨.૫૫, આઇડીયા સેલ્યુલર રૃા. ૧.૪૫ ઘટીને રૃા. ૯૭.૪૫, ટાટા કોમ્યુનિકેશન રૃા. ૧.૬૫ ઘટીને રૃા. ૨૨૪.૦૫, ટાટા ટેલીસર્વિસિઝ રૃા. ૧૧.૮૨ રહ્યા હતાં.
લંડન મેટલમાં ગાબડાં ઃ મેટલ શેરોમાં પ્રોફીટ બુકીંગ ઃ જિન્દાલ સ્ટીલ, સ્ટરલાઇટ, હિન્દાલ્કો, સેસાગોવા ઘટયા
યુરોપમાં લંડન મેટલ એક્ષચેન્જમાં નોન ફેરસ મેટલના ભાવો તૂટતા મેટલ શેરોમાં વેચવાલી નીકળી હતી. ચીનના મેન્યુફેક્ચરીંગ પીએમઆઇ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પ્રોત્સાહનોની અપેક્ષાએ મેટલ શેરોમાં પખવાડિયું તેજીનું બની રહ્યા બાદ આજે ફંડો- ઇન્વેસ્ટરો મેટલ શેરોમાં હળવા થયા હતા. જિન્દાલ સ્ટીલ રૃા. ૧૬.૫૫ ઘટીને રૃા. ૪૫૪.૨૫, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૩.૯૦ ઘટીને રૃા. ૧૧૬.૯૫, હિન્દાલ્કો રૃા. ૩.૫૫ ઘટીને રૃા. ૧૨૯.૧૫, સેસાગોવા રૃા. ૪.૯૦ ઘટીને રૃા. ૧૯૪.૪૫, જેએસડબલ્યુ સ્ટીલ રૃા. ૧૯.૯૫ ઘટીને રૃા. ૮૦૩.૬૦, એનએમડીસી રૃા. ૨.૨૫ ઘટીને રૃા. ૧૫૮.૨૫, ટાટા સ્ટીલ રૃા. ૧.૮૫ ઘટીને રૃા. ૪૨૯.૫૫, સેઇલ રૃા. ૯૦.૬૫ રહ્યા હતા. બીએસઇ મેટલ ઇન્ડેક્ષ ૨૦૧.૮૭ પોઇન્ટ તૂટીને ૧૧૦૩૯.૧૭ રહ્યો હતો.
પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં તેજીના ઓળીયા હળવા કરાયા ઃ અદાણી પાવર, રિલાયન્સ પાવર, લાર્સન મોટા વેચાયા
પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડો- દિગ્ગજોએ ઓવરબોટ પોઝિશન હળવી કરતા બીએસઇ કેપિટલ ગુડઝ ઇન્ડેક્ષ ૧૮૧.૩૧ પોઇન્ટ તૂટીને ૧૦૭૩૫.૧૧ રહ્યો હતો. અદાણી પાવર રૃા. ૪.૩૫ તૂટીને રૃા. ૬૧.૦૫, રિલાયન્સ પાવર રૃા. ૪.૩૦ ગબડીને રૃા. ૯૧.૭૦, જેએસડબલ્યુ એનર્જી રૃા. ૨.૭૫ ઘટીને રૃા. ૬૪.૮૦, લાર્સન એન્ડ ટુબ્રો રૃા. ૨૮ ઘટીને રૃા. ૧૫૮૮.૭૫, ભેલ રૃા. ૪.૩૫ ઘટીને રૃા. ૨૨૭.૬૫, ટાટા પાવર રૃા. ૧.૭૫ ઘટીને રૃા. ૧૦૫.૯૫, એસજેવીએન ૭૫ પૈસા ઘટીને રૃા. ૨૦.૫૫, જેપી વાર રૃા. ૧.૧૦ ઘટીને રૃા. ૩૬.૩૦, પુંજ લોઇડ રૃા. ૩.૪૫ તૂટીને રૃા. ૫૬.૭૫, અલ્સ્ટોમ ટીએન્ડડી રૃા. ૭.૫૫ ઘટીને રૃા. ૧૮૭.૯૦, થર્મેક્સ રૃા. ૧૩ ઘટીને રૃા. ૫૯૫.૫૦, એબીબી રૃા. ૧૦.૨૫ ઘટીને રૃા. ૬૮૯.૨૦, સિમેન્સ રૃા. ૮.૯૦ ઘટીને રૃા. ૬૫૯.૫૫ રહ્યા હતાં.
હેલ્થકેર ઇન્ડેક્ષ ૧૩૯ પોઇન્ટ ગબડયો ઃ સ્ટ્રાઇડ આર્કોલેબ રૃા. ૧૭, ડૉ. રેડ્ડીઝ લેબ. રૃા. ૩૫, દિવીઝ રૃા. ૪૦ ગબડયા
હેલ્થકેર-ફાર્મા શેરોમાં પણ નફારૃપી વેચવાલીએ બીએસઇ હેલ્થકેર ઇન્ડેક્ષ ૧૩૯.૧૨ પોઇન્ટ ઘટીને ૮૦૫૯.૬૧ રહ્યો હતો. સન ફાર્મા રૃા. ૧૬.૬૦ તૂટીને રૃા. ૭૨૯.૮૫, ડૉ. રેડ્ડીઝ લેબ. રૃા. ૩૫.૪૦ તૂટીને રૃા. ૧૮૧૦.૨૦, સ્ટ્રાઇડ આર્કોલેબ રૃા. ૫૬.૭૦ તૂટીને રૃા. ૧૧૧૨.૨૫, પિરામલ એન્ટરપ્રાઇસીસ રૃા. ૨૪.૪૦ તૂટીને રૃા. ૫૪૪.૨૦, દિવીઝ લેબ. રૃા. ૩૯.૫૫ ઘટીને રૃા. ૧૦૭૮.૩૦, બાયોકોન રૃા. ૯.૪૦ ઘટીને રૃા. ૨૮૦.૨૫, વોખાર્ટ રૃા. ૪૦ ઘટીને રૃા. ૧૫૫૪.૮૦, લુપીન રૃા. ૧૪.૪૫ ઘટીને રૃા. ૫૯૯.૩૦, રેનબેક્સી લેબ. રૃા. ૯.૧૦ ઘટીને રૃા. ૫૦૩.૦૫ રહ્યા હતાં.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ઇન્સાઇડ ટ્રેડીંગ કેસમાં કન્સેન્ટ ઓર્ડર અપીલ નકારાતા રૃા. ૧૪ ઘટીને રૃા. ૮૨૩
રિલાયન્સ બન્ને ગુ્રપ શેરોમાં પણ પ્રોફીટ બુકીંગ સાથે ઓવરબોટ પોઝિશન ફ્યુચર્સમાં હળવી થતાં નરમાઇ રહી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્સાઇડ ટ્રેડીંગ કેસમાં કંપનીની કન્સેન્ટ ઓર્ડર માટેની અપીલને મૂડીબજાર નિયામક તંત્ર સેબીએ નકારી કાઢતા શેરમાં વેચવાલીએ રૃા. ૧૪.૧૦ ઘટીને રૃા. ૮૨૨.૯૫ રહ્યો હતો. રિલાયન્સ કેપિટલ રૃા. ૮.૯૦ ઘટીને રૃા. ૪૬૩.૫૫, રિલાયન્સ પાવર રૃા. ૪.૩૦ ઘટીને રૃા. ૯૧.૭૦ રહ્યા હતાં.
બેંકેક્ષ ૧૯૩ પોઇન્ટ તૂટયો ઃ બેંક શેરોમાં ઓફલોડીંગ ઃ સ્ટેટ બેંક, યુનીયન બેંક, પીએનબી, યશ બેંકમાં વેચવાલી
બેંકિંગ શેરોમાં પણ ઓવરબોટ પોઝિશન હળવી થતાં બીએસઇ બેંકેક્ષ ઇન્ડેક્ષ ૧૯૨.૬૦ પોઇન્ટ તૂટીને ૧૪૧૫૧.૧૮ રહ્યો હતો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૪૬.૪૦ ઘટીને રૃા. ૨૩૩૩.૭૦, આઇસીઆઇસીઆઇ બેંક રૃા. ૧૫.૪૫ ઘટીને રૃા. ૧૧૨૨.૭૦, એચડીએફસી બેંક રૃા. ૬.૭૦ ઘટીને રૃા. ૬૭૬.૩૦, યુનીયન બેંકમાં મોટું ઓફલોડીંગ થતાં રૃા. ૧૦.૧૦ તૂટીને રૃા. ૨૬૨.૯૦, આઇડીબીઆઇ બેંક રૃા. ૩.૯૫ ઘટીને રૃા. ૧૦૮.૩૦, યશ બેંક રૃા. ૧૨.૮૦ ઘટીને રૃા. ૪૫૯.૯૦, પીએનબી રૃા. ૨૦.૬૦ ઘટીને રૃા. ૮૩૧.૬૫, કોટક મહિન્દ્રા બેંક રૃા. ૧૨.૮૦ ઘટીને રૃા. ૬૪૮, બેંક ઓફ બરોડા રૃા. ૧૬.૬૦ ઘટીને રૃા. ૮૪૧.૪૦ રહ્યા હતા. બીએસઇ બેંકેક્ષ ઇન્ડેક્ષ ૧૯૨.૬૦ પોઇન્ટ ગબડીને ૧૪૧૫૧.૧૮ હતો.
FII ની રૃા. ૧૧૫ કરોડની ચોખ્ખી ખરીદી ઃ ડીઆઇઆઇની પણ વેચવાલી અટકી રૃા. ૨૫૮ કરોડના શેરોની ખરીદી
એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે શુક્રવારે કેશ સેગ્મેન્ટમાં રૃા. ૧૧૫.૩૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃા. ૨૬૯૧.૦૯ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૨૫૭૫.૭૪ કરોડના શેરોની વેચવાલી કરી હતી. જ્યારે ડીઆઇઆઇ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃા. ૨૫૮.૨૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃા. ૧૪૨૬.૦૫ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૧૧૬૭.૮૪ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.
સ્મોલ- મિડ કેપ, 'બી' ગુ્રપના શેરોમાં વ્યાપક ઓફલોડીંગ ઃ ૨૪૨ શેરોમાં મંદીની સર્કિટ ઃ ૧૯૩૯ શેરો નેગેટીવ
સ્મોલ- મિડ કેપ, 'બી' ગુ્રપના સંખ્યાબંધ શેરોમાં નફારૃપી વેચવાલી સાથે ઓફલોડીંગથી માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ થઇ હતી. બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૧૯ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૯૩૯ અને વધનારની ૯૭૯ રહી હતી. ૨૪૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૩૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નરેન્દ્ર મોદીના વિજય અંગે નિતિશકુમારનું રહસ્મય મૌન
બળાત્કારીઓને મૃત્યુદંડ અંતિમ ઉપાય નથી ઃ ન્યાયમૂર્તિ ધર્માધિકારી

પેટમાં કોકેન કેપ્સ્યુલ્સ સાથે પકડાયેલી વિદેશી મહિલાને કોર્ટે છોડી મૂકી

યુપીએ સરકાર પર માયાવતીના પ્રહાર પણ સમર્થન પાછું નહીં ખેંચે
સામૂહિક બળાત્કારની ઘટના તંત્રની 'ઘોર નિષ્ફળતા' દર્શાવે છે ઃ વી કે સિંહ

સ્થાનિક તથા વૈશ્વિક બજારમાંથી અચાનક માગ ઊભી થતા કોટન યાર્નમાં ઉછાળો

સેઈલનું ડિસઈન્વેસ્ટમેન્ટ OFS થકી ફેબુ્રઆરીમાં
આજે બીજી ટ્વેન્ટી-૨૦ ઃ ભારતને શ્રેણીમાં ક્લિન સ્વિપ કરવાની તક

આઇપીએલ-૬નો કાર્યક્રમ જાહેરઃ૫૪ દિવસમાં કુલ ૭૬ ટ્વેન્ટી-૨૦ રમાશે

તેંડુલકરને નિવૃત્તિની સલાહ આપવા જેટલું ઉચ્ચ સ્તર કોઇ ધરાવતું નથી
ભારતીય ટીમે ટ્વેન્ટી-૨૦ની મેચ જીતીને હળવાશ અનુભવી હશે
ભારતે ડિન્ડાને ત્રણેય ફોર્મેટમાં નિયમિત રીતે રમાડવો જોઇએ
ઓવરબોટ પોઝિશન ખંખેરાતા સેન્સેક્ષ ૨૧૨ પોઇન્ટ તૂટી ૧૯૨૪૨
ઝવેરી બજારમાં તીવ્ર ધરતીકંપ ઃ અમદાવાદમાં ચાંદીમાં રૃા. ૨૨૦૦નો પ્રચંડ કડાકો બોલાયો
કોર્પોરેટ લોનો માટે પૂરતી કોલેટરલ અપાઈ છે કે નહીં તેની RBI દ્વારા તપાસ
 
 

Gujarat Samachar Plus

ફેસબુક વોલ નક્કી કરશે તમારા ઇન્ટરવ્યુનો કોલ
સ્તન-પ્રદર્શનને બદલે પગ-પ્રદર્શનની ફેશન
પગરખાંની પરખમાં સાવચેતી રાખો
'જિમ'વગર ફિટ એન્ડ ફાઇન ફિગર
સૂકી ત્વચાને સુંવાળી રાખતાં પ્રસાધનો
 

Gujarat Samachar glamour

હું બગડેલો નવાબ નથીઃ સૈફ
હું પાક્કી પંજાબી છુંઃ ઈશા
મારી પસંદ શાહરૃખ જઃ અસિન
સલમાને દીપિકાને 'કિક' આપી
અર્જુન-ચિત્રાંગદાની ફિલ્મના પ્રમોશન માટે કોન્ડમ કંપનીની લોભામણી ઓફર
લગ્નનો કોઈ ઈરાદો નથીઃ જેક્લિન
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved