Last Update : 22-December-2012, Saturday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૨-૧૨-૨૦૧૨, શનિવાર
માગશર સુદ દસમ
પંચક બપોરના ૧૨ ક. ૦૨ મિ. સુધી.
રાષ્ટ્રીય પોષ મહિનો શરૂ.

 

દિવસના ચોઘડિયા ઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા ઃ લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૮ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૧ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૭ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૫ મિ.
નવકારસી સમય ઃ (અ) ૮ ક. ૦૬ મિ. (સૂ) ૮ ક. ૦૧ મિ. (મું) ૭ ક. ૫૭ મિ.
જન્મરાશિ ઃ- આજે બપોરના ૧૨ ક. ૦૨ મિ. સુધીમાં જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની મેષ (અ.લ.ઇ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ- રેવતી બપોરના ૧૨ ક. ૦૨ મિ. સુધી પછી અશ્વિની.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય-ધન, મંગળ-મકર, બુધ-વૃશ્ચિક, ગુરૂ-વૃષભ, શુક્ર-વૃશ્ચિક, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન
ચંદ્ર - બપોરના ૧૨ ક. ૦૨ મિ. સુધી મીન પછી મેષ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૯ ક્રોધી સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૯
ઉત્તરાયણ શિશિર ૠતુ રા.દિ.પો/૧
માસ-તિથિ-વાર ઃ- માગશર સુદ દસમને શનિવાર.
- પંચક બપોરના ૧૨ ક. ૦૨ મિ. સુધી.
- રાષ્ટ્રીય પોષ મહિનો શરૂ.
- રવિયોગ અહોરાત્ર.
- મુંબઇ, દામોદારલાલજીનો ઉત્સવ.
મુસલમાની હિજરીસન ૧૪૩૪ સફર માસનો ૮ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ અમરદાદ માસનો ૭ રોજ અમરદાદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે તન-મનથી સ્વસ્થતા જાળવવી જરૂરી રહેશે. નોકરી-ધંધાના કે અન્ય કામમાં નુકસાન-વિવાદથી સંભાળવું પડે.

 

વૃષભ ઃ શાંતિથી આજે આપના નોકરી-ધંધાનું કામ કરવું. અગત્યની મીટીંગમાં, ચર્ચા વિચારણા, નિર્ણયમાં જાગૃતિ રાખવી.

 

મિથુન ઃ આજે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આપ હળવાશ, રાહત અનુભવતા જાવ. તમારા રોજીંદા કામમાં ઘ્યાન આપી શકો.

 

કર્ક ઃ હરો ફરો, કામકાજ કરો પરંતુ ચંિતા-ઉચાટમાં રહો. નોકરી-ધંધાના, પુત્ર-પૌત્રાદિકના કામમાં ઘ્યાન રાખવું પડે.

 

સિંહ ઃ આજે આપના અંગત કામમાં કે અન્યના કામમાં શાંતિ, સ્વસ્થતા, જાગૃતિ, સાવધાની રાખી શાંતિથી દિવસ પસાર કરી લેવો.

 

કન્યા ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આપના હૃદય-મનને ચંિતા-ઉચાટ રહે. કોઇ ને કોઇ કારણસર અસ્વસ્થતા અનુભવો.

 

તુલા ઃ આપના કુટુંબ-પરિવારના - નોકરી-ધંધાના કામમાં ચંિતા રહે. માનસિક તણાવમાં રહો. તમારી વાણીથી વિવાદ થાય.

 

વૃશ્ચિક ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારા કામ અંગે ચંિતા-રૂકાવટ-બંધન અનુભવતા હોવ તેમ લાગે. કામમાં વિલંબ થાય.

 

ધન ઃ સગા સંબંધી- મિત્રવર્ગના કે પોતાના અંગત કામમાં, નોકરી-ધંધાના કામમાં આજનો દિવસ શાંતિથી પસાર કરી લેવો.

 

મકર ઃ વાણીમાં મીઠાસ અને વ્યવહારમાં નમ્રતા દાખવવી. આજનું કામકાજ કરવું. પુત્રપૌત્રાદિકના કામમાં ઘ્યાન રાખવું પડે.

 

કુંભ ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારા કામ માટે ચંિતા-રૂકાવટ-મુશ્કેલી અનુભવો. વિવાદથી સંભાળવું. ગુસ્સો કરવો નહીં.

 

મીન ઃ માનસિક સ્વસ્થતા જાળવવી પડે. આરોગ્ય સાચવવું પડે. સાંસારીક, કૌટુંબીક પ્રશ્નમાં, નોકરી-ધંધાના પ્રશ્નમાં સ્વસ્થતા રાખવી.

 

જન્મ તારીખ વર્ષ સંકેત - તા. ૨૨-૧૨-૨૦૧૨, શનિવાર

 

આજથી શરૂ થતું આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ આપ ચંિતામુક્ત થતા જાવ. શારિરીક - માનસિક સ્વસ્થતામાં સુધારો થાય. નાણાંકિય ખેંચ ચંિતા-મુંઝવણ ઓછી થતી જાય.

 

વિશેષમાં - * નોકરી ન હોય તેમને નોકરી મળવાથી હતાશા- નિરાશા દૂર થાય. ઘર, પરિવાર, મિત્રવર્ગમાં માન-સન્માન મળતું થાય. કાયમી નોકરી હોય તેમને સ્થળ-સ્થાનની ફેરફારી, બઢતીનો લાભ મળે સત્તા-આવક, માન-સન્માન વધે.

 

* ધંધો હોય તેમને ધંધાકીય પ્રશ્નો એક પછી એક ઉકેલાતા જાય. ધંધો-આવક-સંબંધો વધે. નવું કોઇ આયોજન ગોઠવાય. ધંધાની જગ્યા, વાહનની, મશીનરીની ખરીદી થઇ શકે. વર્ષ પ્રગતિનું રહે.

 

* પુત્ર-પૌત્રાદિકને પરદેશની તક પ્રાપ્ત થાય. સ્થળ-સ્થાનની ફેરફારી થાય.

 

* સ્ત્રીવર્ગને વર્ષ લાભદાયી રહે. પતિ-સંતાન સુખની પ્રાપ્તિ થાય. પરિવારની, પિયર પક્ષની પ્રગતિથી આનંદ રહે.

 

* વિદ્યાર્થીવર્ગને વર્ષ પ્રગતિ-સફળતાનું રહે.

 

સુપ્રભાતમ્

- સેવકનો ગુણ જાણતો ન હોય તેવા માણસની સેવા શાણા માણસે કરવી નહિ. ખારાપાટની જમીન સારી રીતે ખેડી હોય તો પણ તેમાં ફળ ન આવે, તેવું જ તે થાય છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લીલી પોતાના દોસ્ત લલ્લુ સાથે ઘરે પહોંચી. લલ્લુને જોઈને લીલીની મમ્મી ચંપા પ્રશ્નાર્થ ભાવે જોઈ રહી એટલે લીલી બોલી, ‘‘મારો દોસ્ત છે, લલ્લુ !’’
‘‘દીકરી’’, મમ્મી ચંપા બોલી, ‘‘મેં પણ દુનિયા જોઈ છે, ચાર લીટર પેટ્રોલ બાળીને બાઈક ઉપર તને લઈ આવનાર ફક્ત દોસ્ત નથી હોતો.’’

[Top]
 

આજ ની રેસીપી

સ્વાદિષ્ટ પુડિંગ અને કટલેસ

બાસ્કેટ કેક(ફરાળી)

 

સામગ્રી ઃ ૧૨૫ ગ્રામ આરારોટનો લોટ, ૧ મોટી ચમચી બેકંિગ પાવડર, (મોટી ચમચી ખાંડ (દળેલી) ૮ મોટી ચમચી મિલ્ક પાવડર, ૪ મોટી ચમચી માખણ, જરૂર પ્રમાણે દૂધ અને વેનીલા એસેન્સ.

 

રીત ઃ આરારોટનાલોટમાં બેકંિગ પાવડર નાખી જીણી ચરણીથી ત્રણ-ચાર વખત ચાળવું. માખણમાં ખાંડ નાખી. લાકડાના ચમચાથી ક્રીમ જેવું ઘટ્ટ થાય ત્યાં સુધી ફીણવું તેમાં મિલ્ક પાવડર મિક્સ કરો. હવે બેકંિગ પાવડર મિક્સ આરારોટનો લોટ તેમા ંનાખી ફરીથી મિક્સ કરો. તેમાં થોડું દૂધ નાખી મિશ્રણને પાતળું કરવું તથા વેનિલા એસેન્સ નાખવું. હવે ખીરું ચમચામાં ચોટાડ્યા વગર નીચે પડે એવું બનાવવું. ગોળ ટીનમાં ઘી લગાડી આરારોટ છાંટી મિશ્રણ નાખો. ઓવનમાં મઘ્યમ આંચે ૨૫-૩૦ મિનિટ બેક કરવું. ઠંડુ થાય પછી બહાર કાઢો.

 

કેન્ડલ માટેની સામગ્રી ઃ રાજગરાનો લોટ, જરૂરપ્રમાણે ખાંડ, મોણ માટે ઘી, ચેરી.

 

રીત ઃ રાજગરાના લોટમાં ઘીનું મોણ નાખી પાણીથી બાંધી તેની સરખી સ્ટીક્સ કરી ઘીમાં તળવી તથા ચાસણી પીવડાવી. સહેજ ભીની હોય ત્યારે અડધી ચેરી ચોટાડવી.

 

આઈસીંગ માટે ઃ ૨૦૦ ગ્રામ આઈસીંગ સુગર, ૮ ચમચી માખણ, લાલ રંગ, લીલો રંગ મિક્સ કરી તેના ત્રણ ભાગ કરો. એકમાં લાલ રંગ એકમાં લીલો અને ત્રીજો ભાગ એમને એમ જ રહેવા દો.

 

બાસ્કેટ માટે ઃ ૧ વાટકી લાલ તલ, ૧/૨ વાટકી ખાંડ. ખાંડે પહોળા જાડા વાસણમાં ગરમ કરવી. પીગળીને બ્રાઉન રંગ થાય એટલે તેમાં તલ નાખવા. જરા જાડુ થવા આવે એટલે નીચે ઉતારી ઘી લગાડેલી થાળી પર પાથરી, તરત જ વણવું. વણેલી પેસ્ટને ઘી લગાડેલા મોલ્ડમાં મૂકી દાબી દેવી. તેના છેડા ખાંડની ચાસણીમાં બોળી બાસ્કેટની બંને બાજુએ ચોંટાડી દેવા.

 

ડેકોરેશન ઃ ઠંડા કે કેક પર ચારે બાજુ સફેદ આઈસીંગ કરો. બાસ્કેટમાં કેક મૂકી બાસ્કેટની કિનારી પર નોઝલથી સફેદ કોટ્‌સ કરવા હેન્ડલ પર પણ ડોટ્‌સ કરવા. વચ્ચે કેન્ડલ મૂકી આજુબાજુ લાલ-લીલા રંગથી ડેકોરેશન કરો.

[Top]
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved