Last Update : 21-December-2012, Friday

 

બંધબેસતી ચૂંટણી - કહેવતો !

- મન્નુ શેખચલ્લી


આખરે ફરી વાર મોદીને જીતાડીને ગુજરાતની પ્રજાએ જાણે કહ્યું હોય કે 'મેલ કરવત મોદીના મોદી !'
આ ટાઇપની અનેક કહેવતો ચૂંટણીના પરિણામો પછી ગમે તેને બંધબેસતી ફીટ થવા લાગી છે ! જેમ કે...
* * *
પરિવર્તન પાર્ટી ઃ
હીરો ઘોઘે જઇ આવ્યો, ડેલીએ હાથ દઈ આવ્યો !
* * *
કેશુભાઈ પટેલ
રાઇના ભાવ રાતે ગયા !
* * *
શકિતસિંહ અને અર્જુન મોઢવાડીયા
ગામ જીતવામાં ઘર ખોયું !
* * *
ગોરધન ઝડફિયા
ન ઘરના ન ઘાટના !
* * *
નરહરિ અમીન
તેલ જુઓ તેલની ધાર જુઓ...
* * *
જયનારાયણ વ્યાસ
જાગીને જોઉં તો જગત દીસે નહિ
* * *
નરેન્દ્ર મોદી
બોલે તેના બોર વેચાય
* * *
વજુભાઈ વાળા
ન બોલ્યામાં નવ ગુણ !
* * *
હારેલા બળવાખોરો
દોરડી બળી ગઈ પણ વળ ના છોડયો !
* * *
શંકરસિંહ વાઘેલા
પડયા પડયા તોય ટંગડી ઊંચી !
* * *
રાહુલ ગાંધી
સોનાની જાળ પાણીમાં !
* * *
સોનિયા ગાંધી
હું તો બોઇ યે નંઇ, ને ચાઇ યે નંઈ !
* * *
મનમોહન સિંહ
મારે વળી નહાવું શું, ને નીચોવવું શું ?
* * *
દિગ્વીજયસિંહ
ભેંશનાં શિંગડા ભેંશને ભારી !
* * *
ભાજપનો કાર્યકર
ગરીબ અને ગાય, દોરે ત્યાં જાય.
* * *
કોંગ્રેસનો કાર્યકર
પાડાને વાંકે પખાલીને ડામ !
* * *
ગુજરાતની પ્રજા
દેખ તમાશા દેખ !
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved