Last Update : 21-December-2012, Friday

 

સિતાર-સુનકાર

 


વર્ષ ૨૦૧૨માં વિદાય લેનારા મહાનુભાવોની યાદીમાં સિતારવાદક પંડિત રવિશંકરનું નામ પણ છેલ્લે છેલ્લે ઉમેરાઇ ગયું. છેલ્લા દાયકાઓથી સિતારનો પર્યાય બનેલા પંડિત રવિશંકર ભારતીય શાસ્ત્રીય સંગીતને દેશની બહાર પ્રચલિત બનાવનાર મહારથી તો ખરા જ, પણ તેમની ખરી સિદ્ધિ તેમના ગ્લેમર કે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ કે ફ્યુઝન મ્યુઝિક કરતાં અનેક ગણી વધારે તેમની સંગીતસાધનાની હતી. ભારતમાં બહુ થોડા કલાકારો પંડિતજીની કક્ષાએ પહોંચી શક્યા.
પંડિત રવિશંકરના ગુરુ અને આગળ જતાં તેમના સસરા બનેલા ઉસ્તાદ, મૈહર ઘરાણાના બાબા અલાઉદ્દીખાં અનેક પ્રતિભાઓની ભેટ આપનાર વડલા જેવા હતા. પંડિત રવિશંકરના મોટા ભાઇ ઉદયશંકર આઝાદી પહેલાંના ભારતમાં ઉત્તમ નર્તક તરીકે ખ્યાતનામ બન્યા. તેમની છત્રછાયામાં કંઇકેટલીય પ્રતિભાઓ પાંગરી અને કળા-ફિલ્મ જેવાં ક્ષેત્રોમાં પોતપોતાનું માતબર પ્રદાન આપ્યું. ભારતીય કળાના વાવટા વિદેશમાં ખોડવાની બાબતમાં પણ ઉદયશંકર ઘણાખરા ભારતીય કળાકારોના પૂર્વસૂરિ હતા. તેમના ભાઇ રવિશંકર બાબાના શિષ્ય બન્યા અને અનેક વાદ્યોમાં નિપુણતા ધરાવતા બાબા પાસેથી સિતારના પાઠ શીખ્યા.
બાબાની તાલીમ અને રવિશંકરની કુદરતી પ્રતિભાના બળે આવનારાં વર્ષોમાં તેમનું એવું નામ થયું કે ફક્ત ભારતમાં જ નહીં, દેશવિદેશમાં તે સિતારનો પર્યાય બની રહ્યા. તેમના પરમ મિત્ર અને વાયોલિનવાદક તરીકે જગમશહૂર યહુદી મેન્યુઇને પણ એ મતલબના ઉદ્ગાર કાઢતાં કહ્યું હતું કે એક વાદ્ય પર કૌશલ્ય હાંસલ કરવાની મથામણમાં અમે એટલા એકાકાર થઇ ગયા કે અમે (હું અને રવિશંકર) પોતે જાણે એ વાદ્યસ્વરૃપ બની ગયા.
પંડિત રવિશંકરનું મુખ્ય અને પ્રચંડ પ્રદાન શાસ્ત્રીય સંગીતમાં. છતાં, ફિલ્મોમાં અને અત્યંત લોકપ્રિય- મુખ્ય ધારાની હિંદી ફિલ્મોમાં પણ તેમણે સંગીત આપ્યું. એટલું જ નહીં, અનુરાધા અને મીરા જેવી ફિલ્મોમાં તેમણે આપેલું સંગીત ફિલ્મસંગીતના પ્રેમીઓમાં ખૂબ વખણાયું. બે વાર લગ્ન કરનાર પંડિત રવિશંકરનાં પુત્રી અનુષ્કા શંકર સિતારવાદક છે અને નોરા જોન્સ પણ બહુવિધ પ્રતિભા ધરાવતાં ગાયિકા-અભિનેત્રી-સંગીતજ્ઞા છે. પંડિતજી છેલ્લા થોડા સમયથી અમેરિકામાં વસતા હતા અને તેમનું અવસાન પણ અમેરિકામાં જ થયું.
પંડિત રવિશંકરની પ્રતિભા અને તેમનું વ્યક્તિત્વ એવાં હતાં કે શાસ્ત્રીય સંગીતના સા રે ની ગમ ન હોય એવા લોકોએ પણ તેમનું નામ સાંભળ્યું હોય. એટલું જ નહીં, તે મહાન સંગીતકાર છે અને તેમના વાદનમાં આપણને મઝા ન પડે તો તે આપણો પ્રશ્ન કહેવાય, એવું પણ લોકો સમજતા-સ્વીકારતા હતા. એ દૃષ્ટિએ શાસ્ત્રીય સંગીતના પહેલી પેઢીના સેલિબ્રિટી વાદકોમાં પંડિત રવિશંકરનો સમાવેશ કરવો પડે. આગળ જતાં એ વારસો ઉસ્તાદ ઝાકીર હુસૈનને મળ્યો.
પંડિત રવિશંકરે શાસ્ત્રીય સંગીત માટેના શુદ્ધિના આગ્રહો સાથે બાંધછોડ કર્યા વિના કે તેને, રૃઢ ભાષામાં કહીએ તો ભ્રષ્ટ કર્યા વિના, તેમાં અનેક પ્રયોગો કર્યા. એ બાબતનો તેમને કશો છોછ ન હતો. એક સમયે પોપ સંગીતમાં બીટલ્સની બોલબાલા હતી ત્યારે બીટલ્સ ટુકડીના એક સભ્ય જ્યોર્જ હેરિસન સાથે પંડિત રવિશંકરની દોસ્તી જામી હતી. યહુદી મેન્યુઇન સાથેની તેમની જુગલબંદી અત્યંત જાણીતી હતી.
વિદેશોમાં તે ફક્ત સિતારનું કે ભારતીય શાસ્ત્રીય સંગીતનું જ નહીં, ભારતનું પ્રતીક બની રહ્યા હતા. એક દૃષ્ટિએ જોઇએ તો આઝાદ ભારતનાં નિર્વિવાદ પ્રતીકોમાં પંડિત રવિશંકરનો સમાવેશ કરવો પડે. તેમને અંજલિ આપનાર એક લેખકે અમેરિકામાં ભારતની અવેજીમાં રવિશંકર ઇન્ડિયન ડાઇનર્સ (રવિશંકર ભારતીય ભોજનગૃહ) જેવું પાટિયું જોયાની વાત લખી છે.
૧૯૩૯માં અલાહાબાદની મ્યુઝિક કોન્ફરન્સથી જાહેર વાદનની કારકિર્દી શરૃ કરનાર પંડિત રવિશંકરે લગભગ સાત દાયકાથી પણ વધુ સમય ભારતીય શાસ્ત્રીય સંગીતની સેવા કરી. તેનાં સર્વોચ્ચ સન્માન અને રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય માન-પાન પામ્યા. કોઇ પણ કળાકાર માટે સ્વપ્નવત્ હોઇ શકે એવું જીવન, તેના તમામ ચડાવઉતાર સહિત જીવ્યા અને નવ દાયકાનું આયુષ્ય ભોગવીને વિદાય લીધી.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો
લાંબા ગાળે ભારતીય એરલાઇનો વિદેશી એરલાઇનોની આંતરદેશીય શાખા બની જશે

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

સબ-ઈન્સ્પેક્ટરે પાલાંડેને છટકવા દીધા બાદ તેણે ત્રણ હત્યા કરી હતી
મુંબઈમાં કારના કાચ ઉપરથી ડાર્ક ફિલ્મ ઉતરાવવા પોલીસ કામે લાગી
મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો
લાંબા ગાળે ભારતીય એરલાઇનો વિદેશી એરલાઇનોની આંતરદેશીય શાખા બની જશે

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

યુ.બી.એસ.ના વ્યાજદરમાં ચેડા કરનારા પરસ્પર 'હીરો''સુપરમેન'થી બોલાવતા હતા

પાક.માં હિન્દુ વેપારીનું બંદૂકની અણીએ અપહરણ
અમેરિકા પાકિસ્તાનને ૬,૮૮૦ લાખ ડોલરની સહાય કરશે

ભારતીય ડેન્ટિસ્ટના મૃત્યુથી આયર્લેન્ડના કાયદામાં પરિવર્તન

નાઈજિરીયા પાસે પાંચ ભારતીય ખલાસીઓનું અપહરણ
કેપ્ટન્સીના ભાર હેઠળ કોહલીની બેટિંગ પર ચિંતાજનક અસર થશે

ભારતે પ્રથમ ટ્વેન્ટી-૨૦માં ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટથી વિજય મેળવ્યો

 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved