Last Update : 21-December-2012, Friday

 

દયા અરજી વિશે નિર્ણય લેવામાં કરાતી ઢીલને લીધે જીવી રહેલા નિર્દયો

કસાબને તો લટકાવી દેવાયો પરંતુ અફઝલ ગુરુ સહિત બાર દોષીતોની મર્સી અપીલ રાષ્ટપતિ પાસે પેન્ડિંગઃ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે ૨૩ અપરાધીઓના દેહાંતદંડનું જન્મટીપમાં રૃપાંતર કર્યુંઃ ચાર દાયકામાં ૯૧ દયા અરજી

મુંબઈ પર હુમલા કરનારા પાકિસ્તાનીઓમાંથી એક માત્ર જીવીત બચેલા આતંકવાદી અજમલ કસાબને ફાંસી આપી દેવાઈ. પરંતુ અફઝલ ગુરુને ક્યારે ફાંસી દેવાશે એ પ્રશ્ન બધા પૂછી રહ્યા છે. બંધારણની ૭૨મી કલમ અંતર્ગત રાષ્ટ્રપતિ દોષીતોને આપવામાં આવેલા દેહાંતદંડને જન્મટીપમાં પરીવર્તીત કરવાની સત્તા ધરાવે છે.
રાષ્ટ્રપતિ પાસે આવા અનેક દોષીતોની અરજી પડી છે, જેનો વર્ષોથી નિકાલ થયો નથી અને આ અપરાધીઓની જિંદગી નિર્ણય લેવામાં રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી રહેલી ઢીલ પર લટકી રહી છે અને ટકી રહી છે.
મોહમ્મદ અફઝલ ગુરુ
૧૩ ડિસેમ્બર ૨૦૦૧ના રોજ ચાર હુમલાખોરોએ સંસદ પર હુમલો કર્યો હતો. સુરક્ષા કર્મચારીઓ અને તેમની વચ્ચે થયેલા ગોળીબારમાં તેઓ ચારેયનાં મોત થયાં હતાં. ત્યાર બાદ ચાર કાશ્મીરીઓની ધરપકડ થઈ હતી. તેમાં મોહમ્મદ અફઝલ ગુરુ, દિલ્હી સ્થિત અરબી લેકચરર અબ્દુલ રહેમાન ગિલાની, શૌકત હુસૈન અને તેની પત્ની અફસાન ગુરુનો સમાવેશ થતો હતો. તેમના પર સંસદના હુમલાખોરોને મદદરૃપ થવાનો તથા ગુનામાં પ્રોત્સાહન આપવાનો આરોપ હતોં.
દિલ્હી હાઇકોર્ટે અફઝલ ગુરુ અને શૌકત હુસેનને ફાંસીની સજા ફટકારી અને બાકીના બે ને નિર્દોષ છોડયા. સુપ્રીમ કોર્ટે ૨૦૦૫માં શૌકત હુસૈનની ફાંસીને જન્મટીપમાં પરીવર્તીત કરી અને અફઝલ ગુરુની ફાંસી કાયમ રાખી.
ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે અફઝલ ગુરુ પર આતંકવાદી જૂથનો સભ્ય હોવાનો આરોપ પડતો મૂક્યો. ૨૦૦૬માં અફઝલ ગુરુએ દયા અરજી દાખલ કરી છે, જેના પર હજી સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી. અફઝલ ગુરુની માતા આઇશા ગત વર્ષે પેટના કેન્સરથી મૃત્યુ પામ્યા.
ગુરમીત સિંહ
ગુરમીત સિંહે ૧૯૮૬માં પિલિભીતમાં પોતાના પરિવારના તેર લોકોની હત્યા કરી હતી. તે 'તેરહ કાતિલિયા' તરીકે ઓળખાય છે. ગુરમીતને એવી કાન ભંભેરણી કરવામાં આવી હતી કે તેની નવોઢા દલબીર સિંહનું તેના મિત્ર લાખા સિંહ સાથે લફરું ચાલી રહ્યું છે. આ વાતથી ઉશ્કેરાયેલા ગુરમીતે પોતાના જ ઘરના તેર સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ૨૦૦૫માં સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો હતો કે ગુરમીત કોઇપણ હિસાબે માફીને લાયક નથી. ૨૦૦૭ અને ૨૦૦૯માં તેની દયા અરજી નકારી કાઢવામાં આવી હતી. ગુરમીતનો ભત્રીજો પ્રેમજીત જ્યાં હત્યાકાંડ થયો હતો એ પિપરયા માજરા નામના ગામડાથી ૩૪ કિલોમીટર દૂર રહે છે. જ્યારે હત્યાકાંડ થયો ત્યારે એ માત્ર ૧૩ વર્ષનો હતો. તેના પરિવારમાં જે લોકો બચી ગયા છે તેઓ તેમને ભૂતકાળ ભૂલાવવા માટે ગામ છોડીને ભાગી ગયા છે. તેમનું નામ વગોવાઈ જવાને કારણે પરમજીતના છોકરાઓને સ્કૂલમાં એડમિશન મળતું નથી. પરમજીત હાલ ટ્રેકટર ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તે કહે છે કે 'ગુરમીતને કારણે અમે બધુ જ ગુમાવી દીધું. તેને જીવવાનો કોઇ અધિકાર નથી.'
ઝફર અલી
એતાવાહના રહેવાસી ઝફર અલીએ ૨૦૦૨માં આવેશમાં આવીને પોતાની પત્ની અને પાંચ બાળકીઓની હત્યા કરી નાખી હતી. તેને ૨૦૦૪માં મોતની સજા સંભળાવવામાં આવી હતી. તેના પરિવારજનો આ કેસથી દૂર રહ્યા છે અને નજીકના મિત્રોનું માનવું છે કે ઝફર અલીની ૨૦૦૬થી પેન્ડિંગ રહેલી દયાની અરજી રાષ્ટ્રપતિએ તાત્કાલીક ધોરણે ફગાવી દેવી જોઇએ. ઝફર અલીના બે પુત્રો હુમલામાં બચી ગયા હતા અને હાલ તેઓ મહારાષ્ટ્રમાં કામકાજ કરે છે. તેઓ તેમના પિતાને મળવા માટે ફતેહગઢ જેલમાં ક્યારેય ગયા નથી.
જેલ અધિકારીઓ જણાવે છે કે 'આ માણસ જેલમાં આવ્યો ત્યારથી તેને કોઇ મળવા આવ્યું નથી. પરિવાર દ્વારા તોરછોડી દેવાતા તે બીજા કેદીઓ પ્રત્યે વધુ આક્રમકતાથી વર્તે છે. તેનું વર્તન અસામાન્ય છે. જો અમે તેને એકલામાં રાખીએ તો તેનું વર્તન વધુ આક્રમક બની જાય છે.'
ધરમપાલ
ધરમપાલની અરજી સૌથી જૂની છે. તે છેક ૨૦૦૦ની સાલથી પેન્ડિંગ છે. તેણે હરિયાણામાં એક યુવતી પર બળાત્કાર ગુજારીને તેના પાંચ કુટુંબીજનોની નિર્દયતાથી હત્યા કરી હતી. હાલ તે અંબાલા જેલમાં બંધ છે. હરિયાણાના સોનીપતમાં રહેતી પુનમ નામની યુવતીએ ધરમપાલ સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. ધરમપાલે તેને અને તેના પરિવારને ધમકી આપી કે 'જો મારી વિરુદ્ધ કોઇ પુરાવા આપ્યા તો તમને જીવતા નહીં છોડું.'
પુનમે નિવેદન આપતા ટ્રાયલ કોર્ટે ધરમપાલને દસ વર્ષની કડક કેદની સજા સંભળાવી. કેસ હાઇ કોર્ટમાં ગયો. ૧૯૯૩માં ધરમપાલને જામીન મળ્યા. જેલમાંથી બહાર નીકળ્યા બાદ તેણે પોતાના ભાઈ સાથે મળી પુનમના માતાપિતા, બે ભાઇઓ અને તેની બહેનની હત્યા કરી નાખી. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે ધરમપાલને મોતની સજા ફટકારી.
સોનિયા અને સંજીવ
હરિયાણાના હિસારમાં ૧૯ વર્ષની સોનિયા અને તેના પતિ સંજીવે પોતાના ફાર્મહાઉસમાં પોતાના જ પરિવારના આઠ સભ્યોને ઝેર આપીને મારી નાખ્યા હતા. વારસો મેળવવા માટે આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. મૃતકોમાં હરિયાણાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને સંજીવના પિતા રેલું રામ પુનિયા, માતા ક્રિષ્ના, બહેન પ્રિયંકા, ઓરમાન ભાઈ સુનિલ, તેની પત્ની શકુંતલા અને તેમના ત્રણ બાળકોનો સમાવેશ થાય છે.
મે ૨૦૦૪માં ટ્રાયલ કોર્ટે હત્યારાઓને મોતની સજા ફટકારી હતી. ૨૦૦૫માં પંજાબ અને હરિયાણા હાઇ કોર્ટે મોતની સજાને આજીવન કેદમાં પરિવર્તીત કરી, પરંતુ સુપ્રીમ કોર્ટે ૨૦૦૭માં ટ્રાયલ કોર્ટનો ચૂકાદો પુનઃસ્થાપિત કરીને તેમને મોતની સજા ફટકારી.
બલવંત સિંહ રાજોઆના
૧૯૯૫માં એ સમયના મુખ્ય પ્રધાન બિન્ત સિંહ સઘન સુરક્ષા ધરાવતા રાજ્ય સચિવાલયમાંથી બહાર નીકળતા હતા ત્યારે તેમના પર હુમલો કરીને તેની હત્યા કરનારા બબ્બર ખાલસા સંગઠનના સભ્યોમાંથી એક બલવંત સિંહ રાજોઆના હતો. તેમણે વિસ્ફોટ કર્યો હતો, જેમાં બિન્ત સિંહ સહિત ૧૭ જણાના મોત થયા હતા. ૧૯૯૬માં તેને સજા એ મોત સંભળાવવામાં આવી. ઓક્ટોબર ૨૦૧૦માં હાઈ કોર્ટે પણ આ સજા માન્ય રાખી. રાજોઆના છેલ્લા સોળ વર્ષથી મોતની રાહ જોઇ રહ્યો છે. તેણે ન તો હાઇ કોર્ટમાં અપીલ કરી હતી કે ન દયા અરજી દાખલ કરી હતી. તેણે તો સામેથી પોતાના અપરાધની કબૂલાત કરી હતી.
રાજોઆના પાસે વકીલ ન હોવાથી તેણે હાઈ કોર્ટમાં અપીલ કરવાનો ઇનકાર કરી દીધો હતો, પરંતુ તેના વતી એક સંગઠને હાઈ કોર્ટમાં જનહીત યાચિકા દાખલ કરી હતી. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠને તેની ફાંસી પર રોક લગાવવાની માગણી કરી છે. આ કેસ સાથે જોડાયેલા વકીલ નવ કિરણ સિંહે કહ્યું હતું કે 'અદાલતમાં કાયદાકીય મદદ મેળવવાનો અધિકાર પ્રત્યેક માનવીને છે.'
પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે તેની ફાંસી પર સ્ટે મૂકવાનો ઇનકાર કરી દીધો હતો, પરંતુ કેન્દ્ર સરકારે રોક લગાવી દીધી છે.
હાલ ૧૭માથી ૧૨ દોષીતોની અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે. રાષ્ટ્રપતિભવન અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સુત્રોએ જણાવ્યા અનુસાર છેલ્લા ચાર દાયકામાં રાષ્ટ્રપતિ સમક્ષ ૯૧ દયા અરજી દાખલ કરવામાં આવી છે.
તેમાંથી રાષ્ટ્રપતિએ ૩૧ કેસોમાં મોતની સજાનું જન્મટીપમાં રૃપાંતર કર્યું છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે ૨૩ કેસોમાં આવું કર્યું છે. હવે જોવાનું એ છે કે રાષ્ટ્રપતિ અફઝલ ગુરુને જીવન આપે છે કે મોત. અને જો દેહાંતદંડ આપે છે તો પછી ક્યારે?

Share |
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved