Last Update : 21-December-2012, Friday

 

''લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે'' લેખાંક ઃ ૨

- ૬૦૦ રૃપિયા આપો અને બે વર્ષમાં ૧ લાખ ૭૨ હજાર પાછા લઈ જાવ
- ''સ્પીક એશિયા'' નામની કંપનીએ ૨૫૦૦ કરોડ રૃપિયાનું ઉઠમણું કરી નાંખ્યું
- આવી એકના ત્રણગણા પાંચગણા કરી આપનાર કંપનીઓની જાળમાંથી કઈ રીતે બચવું ?

ભીલવાડામાં એક કંપની ''અભિનવ ગોલ્ડ'' નામની યોજના લઈને આવેલી. એ કંપનીએ ફક્ત ૬૦૦૦ રૃપિયા જમા કરાવનારને બે વર્ષમાં રૃપિયા ૧,૭૨,૦૦૦ પાછા આપવાની યોજના આપેલી. એમાં ગુજરાતના ૨૦ લાલચીઓ ફસાયેલા.
''સ્પીક એશિયા'' નામની એક કંપની વળી સિંગાપુરથી આવેલી. એ કંપનીએ ગ્રાહકો પાસેથી ૧૧,૦૦૦ રૃપિયા જમે લઈને રોકાણકારને દર મહિને રૃપિયા ૪૦૦૦ આપવાનું વચન આપેલું. એણે દાવો કરેલો કે એ રોકાણકારનો ''ઓનલાઈન'' સર્વે કરાવવાનું કામ કરે છે અને પછી આઈસીઆઈસીઆઈ બેન્ક અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા જેવા બેન્કોના ખાતેદારોના સર્વે કરાવવાનું કામ કરે છે. એ કારણે એ દરમહિને રૃપિયા ૪૦૦૦ આપી શકે છે. એ રીતે એણે ભારતીયોના ૨૫,૦૦,૦૦,૦૦,૦૦૦ રૃપિયા ભેગા કરી લીધેલા અને બે વર્ષ પછી એની પોલ ખુલ્લી પડી ગઈ અને ૧૧,૦૦૦ લાખો લોકોનો ગયા એ ગયા... નાહી નાંખવાનું !
મુંબઈમાં લિમોઝીન ટેક્સીના નામે આવી એક સ્કીમ આવેલી. એ સ્કીમ મુજબ ગ્રાહકોએ એક વાર ૯૭,૦૦૦ રૃપિયા એટલે પાંચ વર્ષ સુધી દર મહિને એમને ૪૦૦૦ રૃપિયા આપવામાં આવે. ગ્રાહકોને એ સ્કીમના ચલાવનાર એવું કહેતા હતા કે, એમના રૃપિયાથી ટેક્સી ખરીદીને ટેક્સી ચલાવવામાં આવે છે. એ કારણે જ ગ્રાહકોને સારું વળતર આપી શકાય છે. વિશ્વાસ આવે એટલે કંપનીએ ગ્રાહકોને એડવાન્સ ચેક પણ આપેલા. છેવટે એ ચેકો બાઉન્સ થતા ફાંડો ફૂટયો પણ જનતાના રૃપિયા ગયા એનું શું ?
અરે, એક બેન્કના શિવરાજ પુરી નામના એક મેનેજર પોતાના ગ્રાહકોને ૨ થી ૩ ટકા માસિક વ્યાજ આપવાનું કહીને પોતાની બેન્કના જ ગ્રાહકો પાસેથી લગભગ રૃપિયા ૩૦૦ કરોડ ચાઉં કરી ગયેલા. એમાં એક ગ્રાહક રૃપિયા પાછા ઉપાડી લેવા ગયો ત્યારે ભંડો ફુટતા પોલિસમાં ફરિયાદ થઈ પરંતુ જનતાના રૃપિયા ગયા એ પાછા તો ન આવ્યા.
આવી ફ્રોડ કરનાર સ્કીમો અંગ્રેજીમાં પોન્જીના નામે ઓળખાય છે. પોંજી શબ્દ ઈટાલિયન ફ્રોડ ચાર્લ્સ પોંજી ઉપરથી આવેલો છે. એ પહેલાં અંગ્રેજીના ચાર્લ્સ ડીકેન્સ નામના એક મહાન નવલકથાકાર લેખકે ૧૮૪૪માં પોતાની ''માર્ટિન શુઝલવેટ'' નામની નવલકથા અને ૧૮૫૭માં પ્રકાશિત નવલકથા ''લિટલ ડોરિયટ''માં પણ આ પ્રકારની સ્કીમનો ઉલ્લેખ કરેલો. ચાર્લ્સ પોંજીએ ૧૯૨૦માં એ સ્કીમને મોટા પાયે અપનાવી. એણે અમેરિકા અને કેનેડામાં રોકાણકારોને ૪૫ જ દિવસમાં ૫૦ ટકા કરતાં વધુ રિટર્ન વળતર આપવાના વચન આપેલા. એની એ સ્કીમમાં હજારો અમેરિકનો અને કેનેડીયનો દાખલ થયા અને સરવાળે લોકોનું ડોલર ૩ કરોડ જેટલું નુકસાન થયું.
આપણા દેશમાં ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્ર, દિલ્હી, કેરળ, આન્ધ્ર, કર્ણાટક, તમિળનાડુ વગેરે રાજ્યોમાં આવી સ્કીમો (દા.ત. ચીટ ફંડ) મોટા પાયે ચાલે છે.
આવી કંપનીઓ વળતરના રૃપિયા શરૃમાં નિયમીતપણે આપે છે એટલે એમાં જે ફસાયા હોય છે એ કંપનીનો સારો પ્રચાર કરે છે. કેટલીક કંપનીઓ પોતાના કમીશન એજન્ટ પણ રાખતી હોય છે. એમને તેઓ મોટું કમીશન પણ આપે છે. કેટલીક કંપનીઓ ગ્રાહકોનો વધુ વિશ્વાસ મેળવવા કંપની એક્ટ નીચે પોતાની કંપનીને રજીસ્ટર્ડ પણ કરાવે છે. જોકે મોટા ભાગે કંપનીઓ રજીસ્ટ્રેશન નથી કરાવતી.
આ કંપનીઓ પોતાના ધંધાની શરૃઆત આકર્ષક અને આક્રમક રીતે કરે છે. એમની ઓફિસો પણ આકર્ષક અને ભવ્ય હોય છે... ''આજા ફસાજા'' જેવું ! જુદા જુદા ગામો અને શહેરોમાં એની બ્રાન્ચો પણ તેઓ રાખે છે. જેથી વિશ્વસનીયતા વધવા સાથે વધુ રોકાણકારોને આવરી શકાય.
આવી ફ્રોડ કંપનીઓ સામેના કાયદા પણ આપણા બીજા કાયદાઓની જેમ પાંગળા છે. પોલિસમાં પણ લાંચરૃશ્વતનું પ્રમાણ એવું ફેલાયેલું છે કે, ફ્રોડ કંપનીઓને છટકવામાં કેટલીક વાર તો પોલિસ જ સહાય કરતી હોય છે.
ઈન્ડિયન ડાયરેક્ટ સેલિંગ એસોસીએશનના મહામંત્રી છબી હેમંત કહે છે કે, નાણાકીય વહેવારો ઉપર નજર રાખવા સરકારની ઘણી સંસ્થાઓ છે જ્યારે બીજી બાજુ આવા મામલાઓ ઉપર અંકુશ રાખવા કોઈ ખાસ નિયમ નથી. પરિણામે આવા બોગસ નાણાકીય વહેવાર દિવસે દિવસે વધી રહ્યા છે.
લોકોને પણ જલદી જલદી કરોડપતિ થવું છે એટલે એમની લાલચને કોઈ સીમા નથી રહી.
આવી સ્કીમોનો ભોગ મોટા ભાગે મહેનત મજૂરી કરીને પરસેવાની કમાણી કરનાર ગરીબ કે મધ્યમવર્ગ બને છે. રિઝર્વ બેન્ક, બીજી બેન્કો, સેબી વગેરે અવારનવાર આવી સ્કીમો સામે ચેતવણી આપે છે પણ એ ચેતવણી પેલો વર્ગ વાંચતો નથી કારણ કે ચેતવણીના વાક્યો, શબ્દો અંગ્રેજીમાં હોય છે અને સ્થાનિક લોકભાષામાં હોય તો પેલા અંગ્રેજીનું ભાષાંતર હોય છે જે કઢંગુ હોય છે. સ્કીમોનો ભોગ બનનાર વર્ગ એવો શિક્ષિત પણ નથી હોતો.
સાચી વાત એ છે કે, જેમણે મહેનત કરીને, પરસેવો પાડીને કમાણી કરી છે એવી વ્યક્તિઓએ પોતાની એ કમાણીને એ રીતે વેડફી નાખવામાં કશો ફાયદો નથી. કદાચ શરૃમાં થોડાક ફાયદો થતો લાગે પણ વધુ લાલચમાં આવા કિસ્સાઓમાં આવવા જેવું નથી. પોતાની ગાઢી કમાણીનું રોકાણ ભલે ઓછું વળતર મળતું હોય પણ સલામત સ્થળે કરવું સારું છે. એવું સલામત સ્થળ એટલે બેન્કો જ છે. બેન્કોમાં જરાપણ જોખમ નથી. જેટલું વધુ વળતર મેળવવાની લાલચ કરવામાં આવશે એટલું વધુ જોખમ રહેવાનું. બેન્કોના વ્યાજ કરતાં વધુ વ્યાજ આપનાર કોઈપણ સ્કીમને હંમેશા ટાળો અથવા શંકાની નજરે જૂઓ.
***


સ્પેક્ટ્રમ
એન્ટી બાયોટીક દવાઓ ૭૦૦૦ છે અને દર વર્ષે ૩૦૦ નવી શોધાય છે
આજકાલ એન્ટી બાયોટીક દવાઓનું ચલણ પુરજોશમાં છે. કોઈપણ જાતનો રોગ હોય શરદીથી માંડી સાંધાના દુખાવો કે તાવથી માંડી કેન્સર... દરેક રોગમાં એન્ટી બાયોટીક દવાનો ઉપયોગ વધી ગયો છે.
કેટલીક એન્ટી બાયોટીક દવાઓ એક રોગ મટાડે છે પણ લ્યુકેમીયા જેવો કેન્સરનો જીવલેણ રોગ ઘુસાડે પણ છે. વળી કેટલીકની આડઅસર પણ ભયંકર હોય છે એટલે એન્ટી બાયોટીક દવા લેતા પહેલાં સાવધાની રાખવી અને ડોક્ટરે દર્દીને સ્પષ્ટતા કરવી જરૃરી છે. કેટલીક એન્ટી બાયોટીક દવાઓ એવી છે કે એનો એક જ ડોઝ દર્દીને મોતના મુખ ભણી ધકેલી દે છે એટલે ડોક્ટરોએ ખાસ સાવચેત રહેવું જરૃરી છે.
એન્ટી બાયોટીક દવાઓ સૂક્ષ્માતિ સૂક્ષ્મ જીવાણુઓ (નરી આંખે જોઈ ન શકાય એવા) દ્વારા બને છે. એનો જે અમુક દિવસનો કોર્સ હોય એ પૂરો કરવો જ જોઈએ. અધવચ્ચે પડતી ન મૂકાય. ડોક્ટરે આ બધી ચોખવટ દર્દીને કરવી જરૃરી છે અને દર્દીએ ડોક્ટરને પૂછવું જરૃરી છે. દવાના વેપારીએ પણ ચોખવટ કરીને દવા આપવાની ફરજ છે. આ અંગેના કાયદા કડક છે એ ધ્યાનમાં રાખવું.
છેલ્લા ૫૦ વર્ષમાં ૭૦૦૦ એન્ટી બાયોટીક દવાઓ બની છે અને દર વર્ષે ૩૦૦ જેટલી નવી દવાઓ બને છે.
સ્ટ્રેપ્ટોમાઈસીન ગુ્રપમાં ૪૦ કરતાં વધુ એન્ટી બાયોટીક દવાઓ બને છે.
એન્ટી બાયોટીક દવાઓથી બેક્ટેરીયા ટેવાઈ જતા ભારે એન્ટી બાયોટીક દવા લેવી પડે છે, કેટલીક એન્ટી બાયોટીક દવાથી ડાયરીયા (ઝાડા) થઈ જાય છે.
આપણા શરીરમાં આંતરડામાં ઈકોલાઈ નામના લાભકારક બેક્ટેરીયા છે જે શરીરમાં વિટામીન સી અને કે બનાવે છે. એન્ટી બાયોટીક દવાઓ એને પણ મારી નાંખે છે. એથી એન્ટી બાયોટીક દવાઓ આપતા પહેલાં ડોક્ટરોએ આ બધું બહુ ધ્યાનમાં રાખવા જેવું છે.
બને ત્યાં સુધી બહુ શક્તિશાળી એન્ટી બાયોટીક દવા ડોક્ટરે દર્દીને ન આપવી. ભારે એન્ટી બાયોટીક દવાઓ આપણા શરીરની પ્રતિકારકશક્તિ ઘટાડે છે.
વાયરલ ઈન્ફેક્શન સામે એન્ટી બાયોટીક દવા ન લેવી. સાધારણ તાવ મટાડવા એન્ટી બાયોટીક ન લેવી... ડોક્ટરે ન આપવી.
***


બહુ કે'વાય !
ખેડૂતની જેમ રહેતા એક રાષ્ટ્રપતિ
આપણા માજી રાષ્ટ્રપતિ બહેન પાટીલે અત્યારે જે ૨૦૦૦ ચો.ફીટના બંગલામાં રહે છે એનાથી એમને સંતોષ નથી એટલે એમણે ૪૦૦૦ ચો.ફીટ બંગલો ફાળવવાની માંગણી કરી છે.
જ્યારે દક્ષિણ અમેરિકાના ઉરૃગ્વે નામના દેશના રાષ્ટ્રપતિ જોસ મુજિકા નામના છે જેમની રહેણીકરણી જોઈને કોઈ કહી શકે નહીં કે તેઓ એક દેશના રાષ્ટ્રપતિ છે! તેઓ મૂળમાં ખેડૂત છે અને ખેડૂત તરીકે જ જીવન જીવે છે.
તેઓ પોતાની પત્નીના ફાર્મહાઉસમાં દેશના પાટનગર મોનતે વિડિયોની નજદીક બે પોલિસ સાથે રહે છે. એમનો કૂતરો એમની રખવાળી કરે છે. ત્યાં કૂવામાંથી પાણી ભરવામાં આવે છે અને કપડાં પણ ખેતરમાં સુકાતા હોય છે.
એમને રાષ્ટ્રપતિ તરીકે ઘણી સગવડો અને સાહ્યબી મળી શકે છે પણ એમણે સ્વેચ્છાએ આ જીવન સ્વીકાર્યું છે.
તેઓ પોતાના પગારનો ૯૦ ટકા ભાગ એટલે લગભગ ૧૨,૦૦૦ ડોલર દર મહિને ગરીબોને વહેંચી દે છે. (આપણે ત્યાં એક પણ એવો હરિનો ''લાલ'' નથી) ૨૦૦૯માં તેઓ રાષ્ટ્રપતિ ચૂંટાયા છે.
!

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો
લાંબા ગાળે ભારતીય એરલાઇનો વિદેશી એરલાઇનોની આંતરદેશીય શાખા બની જશે

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

સબ-ઈન્સ્પેક્ટરે પાલાંડેને છટકવા દીધા બાદ તેણે ત્રણ હત્યા કરી હતી
મુંબઈમાં કારના કાચ ઉપરથી ડાર્ક ફિલ્મ ઉતરાવવા પોલીસ કામે લાગી
મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો
લાંબા ગાળે ભારતીય એરલાઇનો વિદેશી એરલાઇનોની આંતરદેશીય શાખા બની જશે

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

યુ.બી.એસ.ના વ્યાજદરમાં ચેડા કરનારા પરસ્પર 'હીરો''સુપરમેન'થી બોલાવતા હતા

પાક.માં હિન્દુ વેપારીનું બંદૂકની અણીએ અપહરણ
અમેરિકા પાકિસ્તાનને ૬,૮૮૦ લાખ ડોલરની સહાય કરશે

ભારતીય ડેન્ટિસ્ટના મૃત્યુથી આયર્લેન્ડના કાયદામાં પરિવર્તન

નાઈજિરીયા પાસે પાંચ ભારતીય ખલાસીઓનું અપહરણ
કેપ્ટન્સીના ભાર હેઠળ કોહલીની બેટિંગ પર ચિંતાજનક અસર થશે

ભારતે પ્રથમ ટ્વેન્ટી-૨૦માં ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટથી વિજય મેળવ્યો

 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved