Last Update : 21-December-2012, Friday

 

વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી

- પાણી કે ભેજ સામે રક્ષણ આપતા પ્લાસ્ટિકના અત્યંત પાતળા આવરણ લગાવવાની તકનીકનું સફળ પરીક્ષણ.

ચોમાસામાં પહેલાં ફક્ત પર્સ અને અમુક મહત્ત્વના કાગળિયા સાચવવા માટેની જ ચિંતા કરવી પડતી, પણ હવે લગભગ દરેક વ્યક્તિ મોબાઇલ ધરાવતા હોવાથી પ્લાસ્ટિકની થેલી અથવા ફૂટપાથ પર બેઠેલા ફેરિયા પાસેથી કવર લેવાની માથાકૂટ કરવી પડતી હોય છે. આ ઉપરાંત હાથ ભીના હોય અથવા જમતા હોઈએ ત્યારે પણ મોબાઇલમાં વોટ્સ એપ કે ફેસબુક પર મેસેજની આપ-લે ચાલતી જ હોય છે. મોબાઇલમાં અત્યાર સુધી પાણી અથવા ભેજને કારણે નુકસાન થતું હોય એવી ઘટના અવાર-નવાર જોવા મળતી જ હોય છે. આ ઉપરાંત ક્યારેક શર્ટ-પેન્ટના ખિસ્સામાં રહી ગયો હોય અને ધોવામાં જતો રહે અથવા દરિયાકિનારે પાણીની મજા લેતી વખતે ભીનો થાય એટલે સત્યાનાશ જ સમજી લેવાનું. આવા નજીવા કારણ અથવા અકસ્માતને કારણે હજારો રૃપિયાના ઉપકરણને ભુલી જવા પડે એ તો આપણને ન જ પરવડે.
જોકે મોબાઇલ માટે વોટરપ્રૂફિંગની ટેક્નિક હવે શોધી લેવામાં આવી છે અને ટૂંક સમયમાં મોબાઇલ ખરીદવામાં આવે ત્યારથી જ એ વોટરપ્રૂફ હશે. આ ઉપરાંત અત્યારે વપરાતા મોબાઇલમાં પણ આ સુવિધાનો ઉમેરો થઈ શકશે. થોડા દિવસ પહેલાં યોજાયેલા ૨૦૧૨ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શોમાં આ તકનીકનું પહેલી વખત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ તકનીકમાં નેનો-કોટિંગનો ઉપયોગ કરવામાં આવશે. એવું પ્લાસ્ટિક વિકસાવવામાં આવ્યું છે જે મોબાઇલને અંદર અને બહારથી પાણી કે ભેજ સામે સુરક્ષા આપશે.આ તકનીકમાં મોબાઇલને કૃત્રિમ રીતે શુન્યાવકાશ કરેલી એક પેટીમાં મૂકવામાં આવે છે. ત્યાર પછી વોટરપ્રૂફ પોલિમરના ગેસનો મારો મોબાઇલ પર કરવામાં આવે છે. જોકે દરેક કંપની જુદા-જુદા પોલિમરનો ઉપયોગ કરે છે, પણ મોબાઇલની બાહ્ય કે આંતરિક સપાટી પર લાગતું આવરણ અત્યંત પાતળું હશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો
લાંબા ગાળે ભારતીય એરલાઇનો વિદેશી એરલાઇનોની આંતરદેશીય શાખા બની જશે

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

સબ-ઈન્સ્પેક્ટરે પાલાંડેને છટકવા દીધા બાદ તેણે ત્રણ હત્યા કરી હતી
મુંબઈમાં કારના કાચ ઉપરથી ડાર્ક ફિલ્મ ઉતરાવવા પોલીસ કામે લાગી
મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો
લાંબા ગાળે ભારતીય એરલાઇનો વિદેશી એરલાઇનોની આંતરદેશીય શાખા બની જશે

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

યુ.બી.એસ.ના વ્યાજદરમાં ચેડા કરનારા પરસ્પર 'હીરો''સુપરમેન'થી બોલાવતા હતા

પાક.માં હિન્દુ વેપારીનું બંદૂકની અણીએ અપહરણ
અમેરિકા પાકિસ્તાનને ૬,૮૮૦ લાખ ડોલરની સહાય કરશે

ભારતીય ડેન્ટિસ્ટના મૃત્યુથી આયર્લેન્ડના કાયદામાં પરિવર્તન

નાઈજિરીયા પાસે પાંચ ભારતીય ખલાસીઓનું અપહરણ
કેપ્ટન્સીના ભાર હેઠળ કોહલીની બેટિંગ પર ચિંતાજનક અસર થશે

ભારતે પ્રથમ ટ્વેન્ટી-૨૦માં ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટથી વિજય મેળવ્યો

 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved