Last Update : 21-December-2012, Friday

 
દિલ્હીની વાત
 

ગુજરાતનાં પરિણામો
પર નજર
નવી દિલ્હી, તા. ૧૯
દરેકની નજર આવતી કાલના ગુજરાત અને હિમાચલ પ્રદેશનાં પરિણામો પર છે. ગુજરાતમાં જંગી મતદાનના કારણે ઉત્તેજના છે તો હિમાચલ પ્રદેશનાં દર પાંચ વર્ષે બદલાતી સરકારની પરંપરા બદલાશે કે કેમ તેના પર સૌની નજર છે. સામાન્ય રીતે વધુ મતદાન થાય ત્યારે તે એન્ટી-ઇન્કમબન્સી વેવનો સંકેત માનવામાં આવે છે પરંતુ ગુજરાત અંગેના એક્ઝિટ પોલનું માનીએ તો નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર સત્તા પર આવી રહ્યા છે. એક્ઝિટ પોલ અનુસાર તો તે માત્ર ત્રીજી વાર નહીં પણ પોતાની ભૂતપૂર્વ સંખ્યાબળનો રેકોર્ડ પણ તોડશે.
કેટલાક નિરીક્ષકો માને છે કે ગુજરાતની અસ્મિતાના મોદીના સ્લોગનના પગલે ઊંચું મતદાન થયું હતું. એક વાત એ પણ છે કે જો તે વધુ બેઠકો નહીં મેળવી શકે તો તે તેમની વડાપ્રધાન પદ માટેની મહત્ત્વાકાંક્ષાની તક સામે અનેક પ્રશ્નો ઉભા થશે. હિમાચલ પ્રદેશ અંગે એક્ઝિટ પોલ કહે છે કે કોંગ્રેસ જીતશે આ પરંપરાગત જીત બનશે. જો ભાજપ જીતશે તો તે આ પરંપરા તોડશે અને તે પંજાબની એસએડી-ભાજપની સંયુકત જીત સાથે જોડાશે. પંજાબમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણીઓમાં શિરોમણી અકાલી દળ અને ભાજપ જીત્યું હતું. પંજાબમાં દર પાંચ વર્ષે સત્તા પરિવર્તનની પરંપરા છે.
સુષમાના નામનું લોબીંગ
ગુજરાતના પરિણામો જયારે વડાપ્રધાન પદ માટેની નરેન્દ્ર મોદીની મહેચ્છા સંતોષે એમ છે ત્યારે ભાજપના સીનિયર નેતા આઇ.ડી. સ્વામીએ વડાપ્રધાન પદ માટે સુષમા સ્વરાજના નામને આગળ વધાર્યું છે. તેમણે કહ્યું છે કે લોકસભામાં વિપક્ષના નેતા તરીકે સુષમા સ્વરાજ વડાપ્રધાન જેટલું જ મહત્વ ધરાવે છે. આનો અર્થ એ થયો કે ૨૦૧૪ના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સુષમાની પસંદ ઓટોમેટિક થઇ જશે.
ફૂડબિલ હવે બજેટ સત્રમાં
ફૂડ બિલ પર જયારે ૧,૭૦,૦૦૦ જેટલાં નિવેદનો વિવિધ ક્ષેત્રો તરફથી મળયા છે ત્યારે સંસદીય પેનલ મુંઝવણમાં મુંકાઇ છે. ફૂડબિલ અને લેન્ડબીલ બંને ગઇકાલે લોકસભામાં રજૂ કરવાના હતા તે હવે બજેટ સત્રમાં મુકાશે. સંસદીય ફૂડ પેનલ ૧૬ વાર મળી હતી છતાં તે અંતિમ રિપોર્ટ તૈયાર થઇ શકયો નથી. લેન્ડ બિલ ૧૫૦ વર્ષ જૂનું છે. ૧૫૦ એમેન્ડમેન્ટ સાથે તે ગઇકાલે સાંસદોમાં સરકયુલેટ કરાયું છે. આવા મહત્વના બિલ પર ટૂંકા ગાળાની નોટિસ અંગે સાંસદોની ફરીયાદ છે.
શહીદોને અંજલિ
લશ્કરી દળોના શહીદોની યાદમાં ઇન્ડિયા ગેટ ખાતે રવિવારે યોજાયેલ વિજય દિવસમાં સંરક્ષણ મંત્રાલયના ઘણા અધિકારીઓ ગેરહાજર રહ્યા હોવાથી સૌનું ધ્યાન ખેંચાયું છે. સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટોની અને લશ્કરની ત્રણેય પાંખના વડાઓએ શહીદોને અંજલિ આપી હતી. જુનિયર સંરક્ષણ પ્રધાન જીતેન્દ્રસિંહ અને સંરક્ષણ સચિવ શશીકુમાર શર્માએ કાર્યક્રમમાં ગાવચી મારી હતી. સૂત્રોએ જણાવ્યું છે કે ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધમાં જે સૈનિકો શહિદ થયા છે તેમના માનમાં યોજાએલા કાર્યક્રમમાં અધિકારીઓની ગાપચીએ ચર્ચાનો મુદ્દો બન્યો છે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved